________________
તૃતીય કળ].
લેધીકા તાલુકાનો ઇતિહાસ. जनक विदेही ओर अमरीश राजा जुवो, गोपीचंद छोर दीया माळवा गरास भारतं राजकुं त्यागी वनमे उदासी भम्या, हरिका भजनसाथे राखीया हुलास हनुमंते कीध सेवा प्रगटं प्रमाण हरि, साचा सुग्रिव मेटया साबधा संताप विभीषण लंकेसरी रघुपति मन भायो, पायो चीरंजीवी राज भक्ति प्रताप मानधाता हरिचंद रोहोदास शिरोमणि, पांचे पंडुहुंकी देखो कीर्ति प्रसिद्ध भारथे पारथं हंदा रथ खेड हुवा मेरु, कोरवांकु खेरु खेरु दडी दोट कीध गंगाका सुतकी फेली कीती देशमें गाढी, जंगा जीत नाही मेली टेकही जरुर काळकुं हठाया पीछा भक्ती भावसो कोपी क्रिपानाथ माथे बाण फेकीया करुर हरिने गंगेव माथे चकरं चडाया हाथे, साथे आया खेल जोवे देवता समाज आपका बिरद भाळी दासका मानही अके महा सेवगांको लाज वधारी महाराज
સુબા હેય તેવા આડંબરથી દેરા તંબુ સાથે મધ્ય હિંદુસ્તાન તથા દક્ષિણ હૈદરાબાદ સુધીમાં ફરતા હતા. રસ્તામાં જે માણસ મળે તેને પોતાની છાવણીમાં રાતે વિશ્વાસ દઇને રાખીને ફાસી દઈને મારી નાખતા હતા, કોદાળી પાવડા વગેરે હથીઆર પણ સાથેજ રાખતા. એક ખાડામાં ૧૦-૧૨ માણસને દાટી દેતા હતા. તે વિષેની હકિકત અંગ્રેજી ઇતિહાસ ઉપરથી અમીરઅલ્લીની ચોપડી જે ગુજરાતીમાં છપાઈ બહાર પડી છે, તેમાંથી મળી આવે છે. એ અમીરઅલીને જ્યારે અંગ્રેજ સરકારે પકડ્યો ત્યારે તેણે જે કર્મ કરેલાં તે કબુલ કરતાં કહ્યું કે –“ મેં આજ સુધીમાં સાડાસાતસે માણસના જીવ લીધા છે, ને જે હું ન પકડાયો હેત તે થોડા દિવસમાં એક હજાર પૂરા કરત.
: : મધ્ય હિંદુસ્તાનમાં ફાંસીઆઓને એ ત્રાસ હતો કે સાથે જોખમ રાખીને મુસાફરી થઈ શકે તેવું નહોતું પરગામ માલ મોકલવો મુશ્કેલ હતો. અને દેશમાં એક સર્વોપરી સત્તાની ખાસ જરૂર હતી. કારણકે તે વખતના રાજાઓ કાંઈ પણ બંદોબસ્ત કરી શકતા નહિં.. આવા સમયમાં હિંદુસ્તાનમાં અંગ્રેજ સરકારનું રાજ્ય પરમેશ્વરે દયા કરીનેજ મેકવ્યું હોય તેવું લાગે છે.
ગુજરાતની સ્થિતી, તે વખતે ગુજરાતની રિથતી કેવી હતી તે વિષે કવિ વલ્લભ ભટે કળિકાળના ગરબામાં સારી પેઠે વર્ણન કરેલું છે. દેશમાં ચેરી, વ્યભિચાર અને અન્યાય વગેરેનું પાપ અતિશય વધી ગયું હતું, ઉંચી જતોમાં વામ માર્ગ બહુ ફેલાયો હતો. કાઠીઆવાડના કાઠીઓ, અને ચરોતરના કોળીએ થોડા માણસો મળીને રસ્તે જનારને લૂંટી લેતા હતા ને માણસની હત્યા કરવામાં વાર લગાડતા નહિં, બારવટાં કરતા હતા, કેળા ખાતર પાડતા હતા. તેઓ જોરાવર રાજની ફેજથી પણ પકડાય તેવા ન હતા. કેમકે ઝાડીઓ અને ડુંગરોમાં તેઓ ભરાઈ રહેતા. માટે આ દેશમાં તો અસરકારક ઉપદેશ કરનાર મહાપુરૂષની જરૂર હતી. કચ્છમાં જાડેજા રજપુતો દીકરીને મારી નાખતા હતા. ત્યાં પણ ઉપદેશ કરનારા મહાપુરૂષની જરૂર હતી માટે જાણે કે પરમેશ્વર સ્વામીનારાયણને આ દેશ ઉપર કૃપા કરીને અસર કારક ઉપદેશ કરવા મોકલ્યા હેય! તેમના શિષ્યો તો તેમને સાક્ષાત પરમેશ્વરજ માને છે.