________________
દ્વિતીય કળા].
૪
રાજકેટ સ્ટેટને ઇતિહાસ. રાજકોટ અને સરદાર સહિત આખો સોરઠ પ્રાંત, સેરઠના નાયબ ફોજદાર માસુમખાનને જાગીરમાં આપવાનું ઠરાવી, સરધાર તથા રાજકોટ જીતી લેવા તેને ફરમાન કર્યું. માસુમખાને મહેરામણજી ઉપર બળવાન ફેજ લઈ હુમલો કર્યો, એ ભયંકર લડાઇને પરિણામે મહેરામણજી બહાદુરીથી લડતાં તે યુદ્ધમાં કામ આવ્યા. અને માસુમખાને રાજકેટ જીતી લીધું. (વિ. સં. ૧૭૭૬) રાજકેટથી માસુમખાન સરધાર ગયો અને તે પરગણું કબજે કર્યું. તે વખતે સરધાર પરગણામાં આણંદપુર, ભાડલા, જસદણ વગેરે મહાલ હતા. ગુજરાતના સુબાએ માસુમખાનને સોરઠના નાયબ ફોજદારને બદલે રાજકોટ-સરધારનો ફોજદાર નીમ્યો. તેથી તેણે સરધારમાં એક જબરું થાણું રાખી, પોતે રાજકોટમાં રહેવા લાગ્યો, અને રાજકોટનું નામ પિતાના નામ ઉપરથી માસુમાબાદ પાડયું વિ. સં. ૧૭૭૮ માં તેણે રાજકોટનો કિલ્લો બંધાવ્યો અને પશ્ચિમ બાજુના કિલ્લા પાસે ખાઈ ખાદાવી તે તરફના વહેતા નાળામાં મેળવી દીધી, તે માસુમખાને વિ. સં. ૧૭૭૬ થી ૧૭૮૮ સુધી રાજકોટમાં સ્વતંત્ર રાજ્ય કર્યું.
ઠાકારશ્રી મહેરામણજીને સાત કુંવર હતા. તે સઘળાઓએ હારવટે નીકળી માસુમખાનને અને તેના લશ્કરને હેરાન કરવામાં બાકી રાખ્યું નહિ. પરંતુ બારવર્ષ સુધી તેઓનો સર્વ પ્રયાસ નિષ્ફળ ગયો. પણ અંતે વિ. સં. ૧૭૮૮ માં કુમારશ્રી રણમલજીએ પિતાના ભાઈઓ સાથે રાજકેટ ઉપર ઓચિંતે છાપો મારી, માસુમખાનને મારી રાજકેટ પાછું છતી લઈ, પિતાના પિતાને માર્યાનું વેર લીધું.
(૬) ઠાકરશ્રી રણમલજી
(વિ. સં. ૧૭૮૮ થી ૧૮૦૨=૧૪ વર્ષ) ઠાકારશ્રી રણમલજીએ ઉપર પ્રમાણે રાજકોટ જીતી સરધારના થાણદારને શરણે આવવા કહેણ મોકલ્યું પણ થાણદારે શરણે આવવા સાફ ના પાડી. સરધારને કિલો મજબુત હોવાથી રણમલજીએ ગોંડળના ઠાકોર હાલાજીની મદદ માગી પણ હાલાજીનું ધ્યાન બીજી તરફ રોકાયેલું હોવાથી, મદદ આપી નહિ શકાય તેવું જણાવ્યું છેવટ કેટડાના ઠાકર તેજમાલજી રણમલજી સાથે ભળ્યા અને બંનેના એકત્ર સિન્ચે સરધાર ઉપર હુમલો કર્યો. પણ બાકર ખાન નામે શુરા થાણદારે કિલ્લાનું રક્ષણ બહુ બહાદૂરીથી કરી, એક સૈન્યને પાછું હઠાવ્યું.
એક દિવસ એવો યોગ બન્યો કે થાણદાર બાકરખાન માત્ર એકજ ઘેડેસ્વાર સાથે કાળીપાટ તરફ ફરવા નીકળ્યો હતો. તે ખબર ઠાકર રણમલજીને થતાં કેટલાક ચુનંદા ઘોડેસ્વારોને સાથે લઇ તેની પાછળ પડયા. બાકરખાનને ખબર થતાં, તે પાછો સરધાર તરફ નાઠે. પણ રસ્તામાં આવતી નદીમાં તેનો ઘોડો ઘુંચવાઈ (ખુચી) ગયો. આજે પણ તે જગ્યાને “બાકરઘુનો' કહેવામાં આવે છે. મહામુશ્કેલીએ તેમાંથી નીકળી, સરધાર નજીક ગયો.
ત્યાં રણમલજીનો ભેટો થશે. બાકરખાન હિંમતથી સામો થયા. પણ ઠાકોરથી રણમલજીએ તે જુલ્મી સુબાને ત્યાંજ ઠાર કર્યો. બાકરખાન મરાયો. પણ સરઘારનો કિલે મજબુત હોવાથી કિલ્લામાંનું સૈન્ય તાબે કરવું, એ રમતવાત ન હતી. તેથી ઠાકોર રણમલજીએ સરધાર ઉપર