________________
તૃતીય કળા] કોઠારીઆ તાલુકાનો ઇતિહાસ.
» કઠારીયા તાલુકાને ઈતિહાસ. -- આ તાલુકાના ગામની સરહદ, મોરબી, રાજકોટ, ગોંડળ વગેરે સ્ટેટની સાથે સેળભેળ છે.
આ તાલુકાની વસ્તી સને ૧૯૨૧ ની ગણત્રી મુજબ, ૨૧૪૬ માણસની છે. આ તાલુકાની સરેરાસ વાષક ઉપજ રૂ. ૨૨૦૦૦ની છે. અને ખર્ચ રૂ. ૧૫૦૦૦ને આસરે છે.
આ તાલુકાની હદમાંથી રાજકોટ અને જેતલસરની રેલાઈન તથા મોરબી રેલવેલાઇન પસાર થાય છે, તેમજ રાજકોટથી ગોંડલ જતો પાકે રસ્તો આ તાલુકાની હદમાંથી પસાર થાય છે. આ તાલુકે દરવર્ષ બ્રિટીશ રાજ્યને રૂા. ૯૪૮ ખંડણીના અને જુનાગઢને જોરતલબીના રૂ. ૨૯૮ ભરે છે. કાઠીઆવાડના બીજા રાજ્યોની માફકજ સાહી સતા સાથે આ તાલુકાને કેલકરારો થયો છે.
-: પ્રાચીન ઇતિહાસ :
આ તાલુકે રાજકેટ સ્ટેટની શાખા છે. રાજકેટના ઠાકોરથી મહેરામણજી [બીજા] ના પાંચમા કુમારશ્રી. (કાઈ ઇતિહાસકાર બીજા નંબરના કુમાર હોવાનું લખે છે) દાદજી ઠારીઆ તાલુકે જાગીરમાં લઈ ઉતર્યા હતા. (વિ. સં. ૧૭૮૮) (૧)કેરશ્રી દાદાજીને કેઠારીઆ, વડાળી, વીરવા, વાવડી, ખેરાણા, પીપળી, નાગલપુર, એમ સાત ગામોને ગીરાસ મળેલ હતા. ત્યારપછી, અમુક વખતે પઇસા વડીએ વાગુદડ મેળવ્યું અને રેણકી પણ પાછળથી મેળવી ફૂલ નવ ગામનો તાલુકે બાંધે હતો. ઠાકારશ્રી દાદાજીને પાંચ કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી માલજીભાઇ ગાદીએ આવ્યા અને કુમારશ્રી હાજાજીને વીરવા ગીરાસમાં મળ્યું, જેઓ હાલ લોધીકા થાણું તાબે જુદી ખંડણી ભરે છે. અને કુમારશ્રી નાનજીભાઈ તથા ભાવસિંહજી તથા કરણસિંહજીને વડાળી તથા રોણકી, ગરાસમાં મળ્યાં. જેઓ પણ હાલ લેધીકા થાણ તાબે જુદી ખંડણ ભરે છે.
(૨) ઠાકરશ્રી માલજીભાઈને બે કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી જેઠીજી ગાદીએ આવ્યા, અને નાના કુમારશ્રી ડુંગરજીને વાગુદડ ગામ ગીરાસમાં. મળ્યું એ (૩)
જ એ વાગુદડ મેળવનાર જાડેજાથી ડુંગરજીને ખોડાજી ઉ ખેતાજી અને ભીમજી નામના બે કુમારો હતા તેમાં ખેતાજી અપુત્ર ગુજર્યા અને ભીમજીને પણ ભાણુભાઈ તથા પુંજાભાઈ એ બે કુમારો હતા. તેમાં નાના કુમારશ્રી પુંજાજી અપુત્ર ગુજર્યા અને તેથી જાડેજા શ્રી ભાણાભાઈ સુવાંગ ગામના ધણી થયા એ જાડેજાશ્રી ભાણુભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના હતા. તેઓએ વાગુદડમાં સ્વામીનારાયણનું વિશાળ મંદિર બંધાવેલ છે. તેઓશ્રી લોધીકા તાલુકદાર શ્રીઅભયસીંહજીના પરમમિત્ર હતા. તેમજ (મારા પિતાશ્રી) રાજ કવિ ભીમજીભાઈ, ઉપર અપૂર્વ પ્રેમ, ધરાવતા વડતાલ, જુનાગઢ, ગઢડા, વિગેરે સ્વામીનારાયણના મંદિરના સમૈયા ઉત્સવોમાં તેઓ ત્રણે સાથેજ જતા, એ પરમ એકાંતિક ભક્તરાજ ભાણાભાઈને કુમા