________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ माठासर हथोडो दुवारो मारीए, कसोटी गीतडे घणुं कहीए ॥२॥ कुंदननी किंमत कजु करीए अमे, भळे तेम खंडेखंड नंग भडीए । बेहद हद काव्यना घरेणां बनावी, जडीतर पाखरूं नंग जडीए ॥३॥ कवेसर काव्य घरेणांरुप करीने, अघपति बावुमा कने आयो । धणी राजकोटरा हाथ मुछां धरो, लाखरा बाब तुं काज लायो ॥४॥ कुंवर महेराणरा अंग शोमे कहुं, पाथवां बाबले गणीपुरा ।
अशा कव घाट ते अमर रहसी अळां, सुजशना घरेणां हरासुरा ॥५॥ ભાવાર્થ-આ કાવ્યમાં કવિએ સેનીના રૂપે ન્યાય લીધે છે. તેથી કહે છે કે હું તેની રૂપે નંગ તથા રત્ન જડી જુદા જુદા ઘાટ ઘડું છું પરંતુ તેમાં હું શુદ્ધ કંચનની (હેમની જાતની) પરીક્ષા કરું છું. જે કાંઈ મેલનો ભંગ લાગે તે એને ઉભત રૂપી (ભૂંડા કાવ્ય રૂપી) કંક દઈ અગ્નિમાં તપાવી શુદ્ધ કરૂં છું. (માઠાસર) જે કાંઈક હલકું સેનું લાગે તો તેને દુવારૂપી હાડે મારું છું અને મારા ગીતથી ( કાવ્યથી ) તેની કટી કરું છું. એ પ્રકારે હું (કવિ) કુંદનની કિંમત કરી જેવું સેનું (જેવો રજપુત) હેાય તેવાં નંગ ભરી કાવ્યોરૂપી દાગીના બનાવું છું. એવાં કાવ્યરૂપી ઘરેણું ઘડીને આજ હું આપની (બાવાજીરાજની) પાસે લાવ્યો છું. તે હે રાજકોટના ધણું, મુછે હાથ નાખી મારું લાખ રૂપીઆનું કિંમતી ઘરેણું હે મહેરામણજીના કુંવર અંગીકાર કરે છે કારણકે ) એ આપને શોભે તેવું છે. હે સુરાજીના પૌત્ર બાવાજીરાજ સેનાના ઘરેણાં કાળે કરીને નાશ પામે છે પણ કવિઓએ ઘડેલાં સુયશનાં ઘરેણું આ પૃથ્વી ઉપર અમર રહે છે. માટે મારી ભેટ સ્વિકારે.
ઉપરની કવિતા સાંભળી બાવાજીરાજે કવિને યોગ્ય ઇનામ આપ્યું હતું.
ઠાકેરશ્રી બાવાજીરાજ વિ. સં. ૧૯૪૬માં ૨૮ વર્ષ રાજ્ય ભોગવી ૩૪ વર્ષની નાની ઉમરમાં જ એક માસની સખ્ત બિમારી ભોગવી સ્વર્ગે સિધાવ્યા હતા.
ઠાકરશી બાવાજીરાજ વિધાન મિલનસાર અને હિંમતવાળા હતા. તેમજ પિતે અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવતા. તેઓને સાદે પિષાક બહુ પસંદ હતો. દિલના ઉદાર હતા. પિતાની રૈયતમાંના ઉગી નીકળતા યુવાનેને સ્ટેટમાં નેકરી આપી ઉત્તેજન આપતા. ખુદ કારભારી પણ પિતાની રૈયતમાંથી જ પસંદ કરી પ્રજાવર્ગને માન આપ્યું હતું. જે પસંદગી ઘણી ફતેહમંદ નિવડી હતી. તેઓશ્રીના સ્વર્ગવાસ સમયે રાજકેટ સંસ્થાનમાં લગભગ ૮૦ ટકા જેટલા નોકર પિતાની રૈયતનાજ હતા. તેઓશ્રીની પરીક્ષક બુદ્ધિ સારી હતી, આ બાહોશ અને બુદ્ધિવાન રાજયકર્તા દારૂના બૂરા વ્યસનને આધિન થયા ન હતા તે તેઓએ જરૂર લાંબુ આયુષ્ય ભોગવ્યું હેત. તેઓ નામદારશ્રીને બે કુમારે હતા તેમાં પાટવી કુમારશ્રી લાખાજીરાજ પાંચેક વર્ષની ઉમરના હતા, અને નાના કુમારશ્રી કરણસિંહજી ચારેક વર્ષની ઉમરના હતા.