________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ - શાપુર તાલુકાને ઈતિહાસ ]
આ તાલુકાના ગામની આસપાસ ગોંડલ, રાજકોટ, કોટડાસાંગાણી, લેધીકા, ગઢકા, પાળ, ગવરીદડ વગેરે રાજ્યની સરહદ આવેલી છે.
આ તાલુકાનું ક્ષેત્રફળ ૧૦ ચોરસ માઇલનું છે. તેમાં છ ગામ છે. તેમાંથી શાપુરને વેરાવળ ખાલસા છે. બાકીના ભાયાતી છે.
આ તાલુકાની વસ્તી સને ૧૯૨૧ની વસ્તી ગણત્રી મુજબ ૧૩૯૩ માણસોની છે. આ તાલુકાની સરાસરી ઉપજ દર વર્ષે ચૌદ હજારની અને ખર્ચ તેર હજારના આસરે છે. આ તાલુકાની હદના થોડા ભાગમાંથી રાજકેટ, જેતલસર લાઈન પસાર થાય છે. તેમજ રાજકોટ, જુનાગઢ વાળા રસ્તાને શાપુરથી દેઢ માઈલની સડક ભેળી થાય છે. બ્રિટીશ સરકારને ખંડણીના રૂા. ૪૬૪ અને જુનાગઢને જોરતલબીના રૂા. ૧૪૬ દરવર્ષે આ તાલુકે આપે છે. સાહી સત્તા સાથે બીજા રાજ્યોની માફક આ તાલુકાને પણ કેલ કરાર થયા છે.
-: પ્રાચીન ઈતિહાસ :
આ તાલુકો રાજકોટ સ્ટેટની શાખા છે. રાજકોટના ઠારશ્રી મહેરામણજી (બીજા)ના ત્રીજા કુમારશ્રી કલ્યાણસિંહજી ઉર્ફે કલાજી. સાપુર તથા બીજા પાંચ ગામો ગીરાસમાં લઈ ઉતર્યા હતા. (વિ. સં. ૧૭૮૮) (૧) ઠાકરશ્રી કલાજીને ત્રણ કુમારો હતા તેમાં પાટવી કુમારશ્રી કસીયાજી ગાદીએ આવ્યા અને કુમારશ્રી મોકાજીને નાનામવા ગરાસમાં મળ્યું તથા ત્રીજા કુમારશ્રી રવાજીને કાંગસીઆળી ગામ ગરાસમાં મળ્યું. (૨) ઠાકરશ્રી કસીયાજીને પણ રણ કુમારે હતા. તેમાં પાટવી કુમારશ્રી રાધુજી ગાદીએ આવ્યા અને કુમારશ્રી કાંયાજી તથા કુમારશ્રી રાયસિંહજીને પડવલા ગામ ગીરાસમાં મળ્યું (૩)ઢાકેરશ્રી રાધુજીને વેરાજી નામના એકજ કુમાર હતા. તે ગાદીએ આવ્યા એ (૪)ઢાકેરશ્રી વેરાઈને બે કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી કલાજી, ગાદીએ આવ્યા ને નાના કુમારશ્રી ભાવાજીને અભેસિંહજી તથા ગોડજી નામના બે કુમાર હતા. તેઓને ધમલપુર ગીરાસમાં મળ્યું. (૫) ઠાકરશી કલાજી (બીજા)ને અમરસિંહજી તથા રાસાજી તથા રામસિંહ નામના ત્રણ કુમારો હતા તેમાં પાટવી કુમારશ્રી અમરસિંહજી ગાદીએ આવ્યા. એ (૬) ઠાકોરશ્રી અમરસિંહજી ને પણ ભુપતસિંહજી તથા વેરાજી તથા જસુભા નામને ત્રણ કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી ભુપતસિંહજી ગાદીએ આવ્યા એ (૭) ઠાકરશ્રી ભુપતસિંહજી પછી (૮) ઠાકરથી પ્રભાતસિંહજી શાપુરની ગાદીએ બિરાજ્યા, એ વિદ્યમાન ઠાકારશ્રી પ્રભાતસિંહજી સાહેબને જન્મ તા. ૨૯ જુન સને ૧૮૯૪ ના રોજ થયો છે. અને તા. ૮ નવેંબર સને ૧૯૦૭ના રોજ ગાદીએ બિરાજ્યા છે. તેઓ નામદારશ્રીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં કેળવણી લીધી છે. જ્યારે (૭)માં ઠાકારશ્રી ભુપતસિંહજી દેવ થયા ત્યારે તેઓ નામદારશ્રીની સગીરવય હોવાથી, તાલુકે એજન્સી, મેનેજમેન્ટ હેઠળ લેવામાં આવ્યો હતો. જે,