________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ *એ જાડેજાશ્રી જીયાજી વિગેરે ત્રણ કુમાર શાણવા લઇને ઉતર્યા, તે જયાજીના કુમારશ્રી શીવસિંહજી કે જેઓશ્રી“શીવુભાશાંગણવાવાળા”એ નામે પ્રસિદ્ધ થયા. એ જાડેજાશ્રી શીવસિંહજી ઉર્ફે શીવુભા સાહેબે પ્રથમ ઘણો સમય ઠાકારશ્રી પ્રતાપસિંહજી સાહેબ પાસે ગવરીદડમાં રહી કેળવણી લીધી હતી. ત્યારપછી, વીરપુર સ્ટેટના નામદાર ઠાકારશ્રી સુરસિંહજી સાહેબ પાસે ઘણા વર્ષો રહ્યા હતા. અને આર્યસમાજમાં દાખલ થઈ, મોટીમોટી માનવ મેદનીમાં જાહેર વ્યાખ્યાનો આપ્યાં હતાં, અને આર્યસમાજમાં “શાવસિંહજી વર્મા નામે અતિ ઉતમ ખ્યાતિ મેળવેલ હતી, તેમજ જુનાગઢના કસાઈ લેકે એક ગાના મેટા ટોળાંને નવાબ સાહેબના માટે કતલખાનામાં લઈ જતા હતા. તે ગાયના બચાવમાં વિરપુર ઠાકરથી સુરસિંહજી સાહેબની મદદથી પોતે જુનાગઢ ગયા અને કતલખાને જતી તે તમામ ગાયોને બચાવી ક્ષાત્રધર્મ બજાવ્યો હતો. ત્યારપછી ક્ષાત્રી દ્ધારક યાદવ વંશમણી, મોરબીના કુમારશ્રી હરભમજી(બાર. એટ.લે.)સાહેબે રાજકોટમાં “ગીરાસીયા એસોસીએસન” સ્થાપી. અને તેમાં જાડેજાશ્રી શીવસીંહજી સાહેબને સાથે રાખી, કાઠીઆવાડના સમગ્ર ગીરાસીયાએનાં અનેક હીતાર્થ કાર્યો કર્યા હતાં –રાજકોટના લોકપ્રિય મમ ઠોકેરશ્રી, લાખાજીરાજે જ્યારે વિલાયતને પ્રવાસ કર્યો ત્યારે જાડેજાબી શીવસિંહજી સાહેબને તેવી વિલાયત સાથે તેડી ગયા, જ્યાં ક્ષત્રીય સીરછત્ર, યાદવકુળ કહીનુર, મહૂમ જામશ્રી સર. રકતસિંહજી, સાહેબને મીલાપ થયો. અને ઠાકારશ્રી લાખાજીરાજ આગળથી તેઓની માગણી કરી પિતા આગળ રાખી વિલાયતનાં, તમામ પ્રસિધ્ધ સ્થળે બતાવી પિતા સાથે જામનગર લાવ્યા, અને નવાનગર સ્ટેટના ફોરેસ્ટ,સુપ્રિન્ટેન્ડેન્ટ, તથા સમાનકેમ્પસુપ્રિન્ટેન્ડેન્ટ તથા ગીરાશીયા બેડેગના સેક્રેટરી અને પિતાના “ તામે સરદાર”ના માનવંતા હાદા બક્ષી ઉમદા પોષાક આપી. ક્રીચ બંધાવી હતી, અને સરદારશ્રી શીવસિંહજી સાહેબે પણ પોતે ક્ષત્રીધર્મ પ્રમાણે શાંમધમી રહી. રાજ્યની વફાદારીથી મહારાજા રણજીતરામની અપૂર્વ પ્રીતિ સંપાદન કરી હતી, તેઓશ્રીને ત્રણ કુમારો છે. તેમાં (૧) કુ. શ્રી. સુરસિંહજીને બી. એ. થયા પછી, જામશ્રી રણજીતસિંહજી સાહેબે વિલાયતની કૅબ્રિીજ કોલેજમાં દાખલ કર્યા હતા. ત્યાં તેઓ લગભગ છ વર્ષ રહી, અને એક વર્ષ અમેરીકામાં રહ્યા એ પ્રમાણે એગ્રીકલ્ચરલનું ઉમદાજ્ઞાન મેળવી ઉંચ પંકિતની ડીગ્રી મેળવી આવતાં હાલ જામનગર સ્ટેટના એગ્રીકલ્ચર ઓફીસરના માનવંતા હુદા ઉપર છે. [૨] કુ. શ્રી. રણજીતસિંહજી કે જેઓ પણ બી. એ. થયા છે. તેઓ નવાનગર સ્ટેટના રેવન્યુ સેક્રેટરી સાહેબના એ. ટે. ચી. તરીકે કેટલોક વખત રહ્યા પછી. મહૂમ જામશ્રી રણજીતસિંહજી સાહેબના ફરમાનથી. મહીકાંઠા એજન્સીમાં આવેલા [ડાદર] પોલેસ્ટેટના દિવાન તરીકે રહી ઉમદા કાકીંદ સંપાદન કરી હતી. બાદ નવાનગર સ્ટેટના ફોરેસ્ટ સુપ્રિન્ટેન્ડેન્ટના હુદા ઉપર પણ ઘણો સમય રહ્યા હતા. અને [] કુ. શ્રી. નવલસિંહજી જેમણે અલ્હાબાદ કેલેજમાં એગ્રીકલ્ચરની પરીક્ષાઓ પસાર કરી. અને નવાનગર સ્ટેટની રેવન્યુ પરીક્ષામાં પહેલે નંબર પાસ આવતાં મમ મહારાજાછીએ. નવાનગર તલપદના પંચકોશીમામલતદાર તરીકે નિમણુંક કરી હતી કે જેઓ હાલપણું તે જોખમી હુદો સંભાળી રહ્યા છે.—એ પ્રમાણે જાડેજાશ્રી શીવસિંહજી સાહેબે ત્રણે રાજ્યકર્તાઓના ઉદાર આશ્રય નીચે રહી, રાજ્ય સેવા સાથે જ્ઞાતિસેવાઓ કરી, અનેક