________________
દ્વિતીય કળ] રાજકોટ સ્ટેટનો ઇતિહાસ. તેઓશ્રીએ મહારાજ લાયબલ કેસવાળા આજમ કરસનદાસ મુળજીને કારભારી નિમ્યા. તે વખતમાં રાજકોટ તથા સરધારમાં લાયબ્રેરી સ્થાપના કરી. રાની બજાર મારકીટ તથા મ્યુનિસીપાલીટી વગેરે સ્થાપ્યાં.
ઠાકારશ્રી બાવાજીરાજનાં બેન શ્રી માછરાજબાના લગ્ન ધ્રાંગધ્રાના પાટવિકુમાર જશવંતસિંહજી રે થયાં હતાં. તેમણે ધ્રાંગધ્રાના મરહુમ રાજસાહેબ સર અજીતસિંહજીને જન્મ આ હતો.
વિ. સં. ૧૯૩૪માં ભયંકર દુષ્કાળ પડતાં, રીલીફ વર્કસ કાઢી સરધારનું જુનું તળાવ તથા જુને દરબારગઢ સમરાવવામાં લગભગ એક લાખ રૂપીઆ ખરચ્યા હતા, તેમજ કાઠારીઆના નાકા બહાર રાજકોટના રાજબગીચામાં એક ભવ્ય મહેલ બંધાવ્યો.
વિ. સં. ૧૯૩૮માં મુખ્ય કારભારી આજમ કરમચંદ ઉત્તમચંદ ગાંધીએ પેન્શન લીધું. તે જગ્યાએ આજમ રાજકોટવાળા મોતીચંદ તળશીભાઈને નિમ્યા
વિ. સં. ૧૯૪૩માં મહારાણી વિકટેરીઆના ત્રીજા પુત્ર શાહજાદા આર્થરે ( ડયુક એફ કેનેટે ) રાજકોટની મુલાકાત લીધી. અને તારીખ ૧૬-૨-૮૭ના રોજ મહારાણી વિકટેરીઆને રાજ્ય કરતાં ૫૦ વર્ષ થયાં, તેની ખુશાલીમાં આખા સ્ટેટમાં જ્યુબીલી મહેકસવ કર્યો. અને કાઠિઆવાડના પોલીટીકલ એજન્ટ ગુડહાઉસ સાહેબે રાજકોટ સીવીલ સ્ટેશનમાં કાઠીને બંગલે બીજાથી સાતમાં વર્ગ સુધીના રાજાનો દરબાર ભર્યો તેમાં કાઠીઆવાડના રાજાઓ તરફથી ઠાકોરસાહેબ બાવાજીરાજે એક સુભાષિત ભાષણ વાંચી કાઠીઆવાડના રાજાઓની વફાદારી પદર્શિત કરી. એ જ્યુબિલીની યાદગીરીમાં રાજકોટથી દેઢ માઈલ ઉપર આવેલા રાંદરડાના વોંકળાં પાસે એક તળાવ બાંધવાનું નકિક કર્યું જે હાલ “રાંદરડા તળાવ નામે ઓળખાય છે. તેમજ વાંકાનેરથી રાજકોટ સુધી “મોરબી રવે” બાંધવાનું નકિક કરતાં, મુંબઈના ગવર્નર લે રે એ ઈ. સ. ૧૮૮૯ના ડિસેંબરમાં તે રેલવેની શાખા ખુલ્લી મેલી હતી.
ઠાકરથી બાવાજીરાજે આઠ વખત લગ્ન કર્યા તેમાંના ધરમપુરવાળા રાણીજીથી પાટવિકુમારથી લાખાજીરાજનો જન્મ વિ. સં. ૧૯૪૨ના માગસર સુદ ૧૦ના રોજ થયો હતો. અને વિ. સં. ૧૯૪૨માં કાનપુર રાણીથી કુમારશ્રી કરણસિંહજીનો જન્મ થયો હતો.
ઠાકારશ્રી બાવાજીરાજને ગેંડળ તાબાના નાÉપિપળીયાના મારૂચારણ કવિ તેજમાલભાઈએ એક કાવ્ય રચી સંભળાવ્યું તે નીચે મુજબ :–
कवि कहे काम भारे अमे जडीतर करीए, भरीए नंग रतन बहु भात । घाट कइ नोख अनोखा घडीए, (पण) जोइए हेम कंचननी जात ॥ १ ॥ मेलुं होय तेने अंगेठी मेलीए, दकळी उभत फुक दहीए ।
૧ મહાત્માજી મોહનદાસ ગાંધીના પિતા.