________________
દ્વિતીય કળ]
રાજકેટ સ્ટેટનો ઇતિહાસ. રાજકેટની સદરની જમીનનો દસ્તાવેજ
(કાઠીઆવાડ ડીરેકટરી ભાગ ૧ પાને ૬૭૩) “હા=ર પ્રાંતના રાજકોટ સંસ્થાનના બાળકરાજ ઠાકોર જાડેજા બાવાજી તરફથી મુખત્ય'. બાઈ નાનીબા અને કાઠીઅ.વાડના પોલીટીકલ એજન્ટ મેજર આર. એચ. કટીંજ સાહેબ વચ્ચે થયેલ ઠરાવઃ(૧) રાજકોટના ઠાકોર સાહેબ રાજકેટમાં પિતાની જમીન ઉપર મુલ્કી સ્ટેશન બાંધવામાં
સરકારને મદદ કરવા ખાતર આજી નદીના પશ્ચિમ અગર ડાબા કિનારા ઉપર એક
જમીનને કટકે ચાલુ માટે મુંબઈ સરકારના અમલદારોને આપવા ખુશીથી કબુલ કરે છે. (૨) એ જમીન આસરે ૩૮૫ એકર છે. તેને નકશો સાથે ટાંક છે.
(2) નદીનું પશ્ચિમનું અરધું તળીયું જ્યાં સ્ટેટની જમીનની હદ છે તે સ્ટેશનના તાબામાં ગણવું. . (૪) સ્ટેશનની સરહદમાંની અમુક વાડીની જમીન આસરે ૧૦ કષની ત્રણ કેષથી પી
શકે તેવી ૮૯,૮૯૦ ચોરસવાર અમુક બ્રાહ્મણને દાનમાં આપી છે. તે ઇનામ તરીકે
તેના કબજામાં જારી રહેશે. પણ તે સ્ટેશનની ઈન્સાફી હકુમત તરીકે ગણાશે. (૫) રાજકોટ સંસ્થાનને નુકશાન થયું તેના બદલા તરીકે દર વર્ષે બ્રિટિશ સરકારને જે
ખંડણી અપાય છે તેમાંથી ચલુ રૂા. ૧૫૦૦) પંદરસો મુજરો આપવા છે. આ બધી જમીનનું સરકારી અમલદાર ચાહે તે કરે. ઉપરની કલમમાં લખેલી વાડીની જમીન
સિવાય સ્ટેશનની હદમાં કોઈ માણસની મિલ્કતી કે ખેતીને હક નથી. (૬) સ્ટેશનની સરહદની બહાર રાજકોટની જમીનમાં ઢોર ચારવાને કે કઈરીતે તે
જમીનનો ઉપયોગ કરવાને, મુલ્કી સ્ટેશનના અધિકારીઓ કે રહેવાશીઓએ દાવો
કરવો નથી. (૭) રાજકોટ દરબારને એક મકાન અને ઓફીસ બાંધવા સારૂ હરકોઈ જાતનું ભાડું કે
જગાત લીધા સિવાય સારી જગ્યાએ ઓછામાં ઓછી ૫૦ ચોરસવાર જમીન આપવી. (૮) બંને પક્ષવાળાના સમજવામાં છે કે રાજકોટની પાડોશમાં મુલ્કી સ્ટેશન સ્થાપન
થયાથી કઈ રીતે રાજકેટ સંસ્થાનના મુલ્કી ઇન્સાફમાં હાથ નાખવો નથી રાજકોટના રહેવાસીઓ કદી મુલ્કી સ્ટેશનમાં રહેતા હોય કે તેમાં કાંઈ તેની મિલ્કત હોય તો તેથી કરી, રાજકેટ તાબામાં જે મુકદ્મામાં દાવાનું કારણું ઉત્પન્ન થયું હોય,
તેવા મુકદમામાં બ્રિટીશ સત્તાધારીઓથી તેમને મદદ અપાશે નહિં. (૯) એજ પ્રમાણે રાજકોટના ફોજદારી ઇન્સાફમાં મુકી સ્ટેશનની સ્થાપના થવાથી
આડા અવાશે કે તેના હક ઓછાં થશે નહિં. પણ તે સંસ્થાનવાળા તેની જોડના અને દરજ્જાના બીજા ખંડીઆ સંસ્થાનને જે મુકી અને ફોજદારી ઇન્સાફ કરવાને હક જારી રહે તે ભોગવ્યા કરે.