________________
દ્વિતીય કળ]
રાજકેટ સ્ટેટને ઇતિહાસ. ઇજારે રાખી કારભાર ચલાવ્યું હતું. ઠાકોરથી રણમલજી એ વિ. સં. ૧૮. ૧માં ૨૯ વર્ષ રાજ્ય ચલાવી સ્વર્ગે સિધાવ્યા, ઠાકારશ્રી રણમલજી ઉર્ફે ભાભાજીને સુરાજી તથા હોથીજી નામના બે કુંવરે હતા.
(૧૦) ઠાકારશ્રી સુરાજી
(વિ. સં. ૧૮૮૧ થી ૧૯૦૦=૧૯ વર્ષ). ઠાકોરશ્રી રણમલજી પછી તેમના કુંવર સુરાજી ગાદીએ આવ્યા. એ બાબતમાં એવું કહેવાય છે કે મરહુમ ઠાકોર રણમલજીને ઉપર લખ્યા મુજબ ત્રણ રાણીઓ હતાં. તેમાં મગરવાળાં રાણીના કુંવર હોથીજી, સાયલાવાળા રાણીના કુંવર સુરાજી કરતાં અરધી કલાક વહેલા જન્મયા હતા. પરંતુ તેના પહેલાં સુરાજના જન્મની વધામણી ઠાકોર રણમલજીને મળી, તેથી રિવાજ પ્રમાણે સુરાજી પાટવિ કુંવર ગણાયા. વિ. સં. ૧૮૮૫માં રણછોડજી દિવાનને ઈજારી પુરો થતાં, રાજ્યનો બધો વહિવટ ઠાકરશ્રી સુરાજીએ સંભાળ્યો. તે પછી સ્ટેટની નાણુ સંબંધી નબળી સ્થિતિ તેમણે મટાડી, રાજકોટમાં એજન્સીની છાવણી પડવાથી કાઠીઆવાડના રાજા રજવાડાઓએ તથા બહારગામના સાહુકારોએ રાજકોટમાં જમીન ખરીદવા માંડી અને તેથી ઠાકાર સુરાજને ઉપજમાં કેટલાક વધારો થયે. તેમની રાજય કારકીર્દીના છેલ્લાં પાંચ વર્ષ અમૃતલાલ અમરચંદે કારભારું કર્યું હતું. ઠાકોરઠી સુરાજી વિ. સં. ૧૯૦૦માં સ્વર્ગે સિધાવ્યા. ઠાકારશ્રી સુરાજીને ચુડાના ઠાકોર અભેરાજજીનાં કુવરીશ્રી નાનીબાથી પાઢવિકુમાર મહેરામણજીને જન્મ થયો હતો.
(૧૧) ઠાકારશ્રી મહેરામણજી ચેથા
(વિ. સં. ૧૯૦૦ થી ૧૯૨૮=૧૮ વર્ષ) ઠાકરશી મહેરામણજીના વખતમાં જામનગરની ગાદી ઉપર જામશ્રી વિભાજી (બીજા) રાજ્ય કરતા હતા. તેઓશ્રીની પાસે ઠા. મહેરામણજીના કાકા હોથીજીના કુમારશ્રી ભુપતસિંહજી રાજ્યના અમીર તરીકે સારા માન પાનથી જામનગરમાં રહેતા હતા. જામશ્રી વિભાજની તેઓના ઉપર પૂર્ણ કૃપા હતી. તેથી જામસાહેબની ભલામણથી ઠાકારશ્રી મહેરામણજીએ પોતાના કાકાઈ ભાઈ ભુપતસિંહજીને“ઢોલરા” ગામ ગિરાશમાં આવ્યું,
* ઈ. કર્તાના પિતા રાજ કવિ ભીમજીભાઈને અને કુમારશ્રી ભુપતસિંહજીને (જામનગરમાં સાથે રહેતા હોવાથી) ગાઢ મિત્રાચારી હતી. જ્યારે કુમારશ્રી ભુપતસિંહજી દેવ થયા ત્યારે કવિરાજે તેમના વિયોગના બારમાસનો છંદ બનાવેલ હતો. પરંતુ તે કાવ્યનો કાગળ નહિં મળતાં માત્ર તે છંદની છેલ્લી ટુક અત્રે આપેલ છે.
"भुपतेस महाभड नेह निभावन, सो रतमें जदु संभरीयं."
એ ભુપતસિંહજીના કુમારશ્રી રામસિંહજી થયા અને તેમના કુમારશ્રી પથુભાસાહેબ (પ્રતાપસિંહજી) હાલ પોરબંદર સ્ટેટના દિવાનસાહેબ છે.