________________
૩૯
uિતીય કળ]
રાજકોટ સ્ટેટના ઇતિહાસ. કરશે, તેથી સાહેબજીને પોતાની પાસે બોલાવી, કુંભાજીના રાજ્યલોભની બરાબર સમજણ આપી. અને વિશેષમાં કહ્યું કે “મારા મૃત્યુ પછી મને અગ્નિદાહ માટે સ્મશાનમાં લઈ જાય, ત્યારે તમારે માંદગીનું બહાનું કાઢી શહેરમાં પાકાવું મારી દફનક્રિયા પુરી થયે કુછ પાછા આવે ત્યારે તમારે દરવાજા બંધ કરી દેવા. અને તેમને ગામમાં પેસવા દેવા નહિ.” એ શિખામણ આપ્યા પછી ઠાકરશ્રી મહેરામણજી સ્વર્ગે સિધાવ્યા. (વિ. સં. ૧૭૧૨)
(૩) ઠાકરશ્રી સાહેબજી (વિ.સં. ૧૭૧થી૧૭૩૧=૧૯ વર્ષ)
સાહેબજીએ પોતાના પિતાની ભલામણ પ્રમાણે સરધારના દરવાજા બંધ કરી કુંભાજીને અંદર પેસવા દીધા નહિં. તેથી કુંભાજી ક્રોધે ભરાઈ, પોતાના કેટલાક વિશ્વાસપાત્ર માણસ સાથે જુનાગઢ ગયા. તે વખતે જુનાગઢમાં કુતુબુદ્દિન નામે સોરઠનો બાદશાહી ફોજદાર હતો. તેના પાસેથી મદદની માગણી કરી, ઠાકોરથી સાહેબજીને બીક લાગી કે જુનાગઢની સામે આપણુથી ટકી શકાશે નહિં. તેથી નવાનગરથી જામસાહેબની મદદ* માંગી. ત્યાં જુનાગઢથી ફોજદાર કુતુબુદિનની મદદ લઈ કુમારશ્રી કુંભાજી સરધાર ઉપર ચઢી આવ્યા. એ વખતે નવાનગરના જામસાહેબે તથા ફોજદાર કુતુબુદિને મળી, સાહેબ તથા કુંભાજી વચ્ચે સુલેહ કરાવી આપી. અને સરધારી ધારની દક્ષિણ તરફનો બધો ભાગ કુંભાજીને આપવાનું ઠરાવ્યું. એ ભાગમાં તે વખતે લગભગ વીશ ગામો આવેલાં હતા. તેમાં કુંભાજીએ અરડોઈમાં રાજ્યગાદી સ્થાપી, પિોતે ત્યાં રહ્યા, થેંડા વખત પછી કુંભાજીએ ગાંડલ જઈ પિતાના મામા સાથે લડી ગોંડલ કબજે કરી ત્યાં ગાદી સ્થાપી, અને સાહેબજી સરધારની ગાદીએ રહ્યા. તે વિષે પ્રાચિન દુહે છે કે – दुहो-मदछक महेरामण तणा, करमी दोउं कुमार ।
જે ગત ૦ થીયો. (અ) દેવ ગઢ પર છે સાહેબ તથા કુંભોજી જુદા પડયા પછી સાહેબજીને નબળા પડયા જોઈ, અમદાવાદનો સુ મોસમબેગ આવ્યો અને સરધાર લઈ લીધું. સાહેબજી ત્યાંથી નીકળી રાજકોટ ગયા. મેસમબેગ અમદાવાદ ગયા પછી ઠાકોર સાહેબજીએ પાછું સરધાર કબજે કર્યું. પણ તે પછી બીજો અમલદાર બાકરખાન આવ્યો તેણે સરધાર લીધું. પરંતુ ઠાકરશ્રી સાહેબજીએ તેને ઠાર કરી સરધાર પાછું હાથ કર્યું. પરંતુ લાખાખાચર નામનો કાઠી તે વખતમાં બહુજ બળવાન હતો. તેણે સરધાર ઉપર ચઢાઈ કરી, જીતી લીધું. ઠાકારશ્રી સાહેબજીએ સાંગાણી તેજમલજીની મદદ લઇ લાખા ખાચરને મારી નાખે અને સરધાર કબજે કર્યું. ત્યારપછી કેટડાસાંગાણુનો સરધારમાં અર્ધભાગ છે. ઠાકરથી સાહેબજી વિ. સં. ૧૭૩૧ માં ૧૯ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. તેમને બામણા નામના એકજ કુંવર હતા.
* એક ઇતિહાસકાર લખે છે કે ઠાકરથી વિભાજને મળેલો કાલાવડ પરગણુને ગિરાશ જામસાહેબને આ મદદના બદલામાં પાછો સે હતો.