________________
૪૨ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ હુમલે કરવા માટે સૈન્ય એકઠું કરવા માંડ્યું. દરમિયાનમાં ભાડલાના લાખા ખાચરે બાકરખાન મરાયાના ખબર જાણી કાઠીની એક મોટી ફેજ એકઠી કરી સરધારને ઘેરો ઘાલ્યો. અને બહારથી આગ લગાડી. તેમજ વારંવાર છુપી રીતે હુમલાઓ કરી, વસ્તિને તથા સૈનિકોને હેરાન કરી, મુસલમાની સૈનિકોને મારી, સરધારનો કિલ્લે કબજે કર્યો. કેટલેક વખત ગયા પછી ઠાકારશ્રી રણમલજીએ કોટડાસાંગાણીના ઠાકારશ્રી તેજમાલજીના લશ્કર સાથે સરધાર ઉપર ઓચીત હુમલો કરી, ઘણું કાઠિઓ અને મુસલમાનોને મારી, સરધાર કબજે કર્યું. એ તેફાની સમયમાં શરધારના લેકે ઉપર જે કેર વર્તાણા હતા તે અસહા હતા. જેથી એક બીજાને સોગંદ આપવા વખતે હજીપણુ “ જુઠું બેલે તેને માથે સરઘાર કેરનું પાપ” એમ કહેવાય છે
કોટડાના ઠાકર તેજમાલજીએ સરધાર કબજે કરવામાં જે મિત્રાચારી બતાવી હતી. તેની યાદગીરિમાં ઠાકોર રણમલજીએ અમુક જમીન કાઢી આપી, જે હજીપણ કોટડા તાલુકાને કબજે છે. રાજ્યની સ્થિરતા થતાં રણમલજીએ પોતાના છ ભાઈઓને નીચેનાં ગામોનો ગિરાસ આપેઃ(૧) મોડજીને ગવરીદડ (૨) કલાજીને શાપુર (૩) હરભમજીને પાળ (૪) દાદાજીને કોઠારીયા (૫) જશાજીને ભીંચરી (૬) ફલજીને ખખડદડ એ પ્રમાણે છ છ ગામોના તાલુકા આપ્યાં જે હાલ સ્વતંત્ર તાલુકાઓ છે. એમ છત્રીસ ગામો રણમલજીએ પિતાના ભાયાતોને આપ્યાં.
વિ. સં. ૧૮૦૨માં ઠાકારશ્રી રણમલજી ૧૪ વર્ષ રાજ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યા. તેમને ચાર કુંવર હતા. તેમાં પાટવિ કુંવર લાખાજી ગાદીએ આવ્યા. અને બીજા કુમારશ્રી વજેરાજજીનેમાખાવડ ત્રીજા અખેરાજજી ગઢકા, અને ચોથા પૃથ્વિરાજજીને ચંબા, એમ દરેકને ત્રણ ત્રણ ગામો ગિરાસમાં મળ્યાં હતાં.
(૭) ઠાકરશ્રી લાખાજી તથા
(૮) ઠા. શ્રી મહેરામણજી જા (વિ સં. ૧૮૦૨ થી ૧૮૫૨) બને એ મળી ૫૦ વર્ષ) ઠાકારશ્રી લાખાજી બહુજ શાંત સ્વભાવના અને ધર્મનિષ્ઠ પુરૂષ હતા તેઓ રાજકાજને બદલે ધર્મ ધ્યાન ઉપર ઘણુંજ લક્ષ આપતા. એ તકનો લાભ લઇ કાઠી લેકે નિડરપણે ઠેઠ સરધારના ઝાંપા સુધી ધાડ પાડવા લાગ્યા. લાખાજીએ ધર્મધ્યાનમાં થતી અડચણ માટે રાજ્યની લગામ છોડી દઇ પિનાના પાટવિકુમાર મહેરામણજીને પોતાની હયાતિમાંજ વિ. સં. ૧૮૧૬ના ચૈત્ર સુદ ૧૫ના રોજ રાજ્યાભિષેક કર્યો. તેમના વખતમાં સુબો અમતરાવ; વિ. સં ૧૮૭રમાં સુ છવાઇ શામરાવે વિ. સં. ૧૮૩૩માં, અને ૧૮૩૪માં મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ. પોતે ખંડણી ઉઘરાવવા આ દેશમાં આવ્યા. વિ. સં. ૧૮૪માં (સડતાળા કાળ નામને) એક ભયંકર દુષ્કાળ પડયો હતો. એ વખતે જામનગરની ગાદી ઉપર જામ જશાજી રાજા