________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખડ
હાલ ચીભડા ગામને પાધર ધાર ઉપર આવેલી ગભીરાપીર”ની દરગાહ છે તે ગંભીરાપીર સાંભળવા પ્રમાણે દિલ્હીથી ઠાકારશ્રી વિભાજીની સાથે આવ્યા હતા.
૩૮
વિ. સ. ૧૬૬૭ માં સરધારના પૂર્વ ભાગ ઉપર કાઠીઓએ ધણાં ગામ કબજે કર્યો તેથી વિભાજીએ તે લેાકેાને પશ્ચિમ તરફથી આવતા અટકાવ્યા. તેના બદલામાં મુગલાઇ સુબા તરફથી અરડાઇ, રીબ, રીબડા, કાળીપાટ વગેરે ગામેા બક્ષિસ મળ્યાં હતાં. ઠાકેારશ્રી વિભાજી વિ. સં. ૧૬૯૧ માં સ્વગે` સિધાવ્યા. એ (ઠા. શ્રી. વિભાજી)ના નામ ઉપરથી તેનાં વંશજો ‘વિભાણી’ વ’શના કહેવાયા. તેઓશ્રીને મહેરામણુજી નામના એકજ કુંવર હતા. અને તે તેમના પછી સરધારની ગાદીએ આવ્યા.
ઠાકેારશ્રી વિભાજીતે જન્મ વિ. સં. ૧૬૪૭ માં થયા હતા. સંવત ૧૬૩ માં કાળાવડ આવ્યા. સંવત ૧૬૪ માં ચીભડે આવ્યા. સંવત ૧૬૭૧--૭૩ માં સરધાર લીધું. સંવત ૧૬૭૩ માં બાદશાહના પરવાનાથી સરધારની ગાદી પેાતાને તાબે કરી અને સંવત ૧૬૯૧માં ૨૭ વર્ષ રાજ્ય કરી ૪૩ વર્ષની ઉંમરે સ્વગે` સિધાવ્યા.
(૨) ઠાકારશ્રી મહેરામણુજી ૧ લા
(વિ. સ’. ૧૬૯૧ થી ૧૭૧૨=૨૧ વર્ષ)
ઠા. શ્રી. વિભાજી ગુજરી ગયા પછી તેમના કુંવર ઠા. શ્રી. મહેરામણજી ગાદીપર આવ્યા. તેમણે પેાતાના પિતાનું મેળવેલું રાજ્ય સારી રીતે આબાદ કર્યું. પાંચાળના કાઠીલાકા ડેડ ધેાળકા સુધી ધાડ પાડતા તેથી ગુજરાતને સુખે આજીમખાન કાઠીઆવાડમાં આવ્યા અને થાનગઢ પાસે ભારે યુદ્ધ કરી કાઠીઓને હરાવ્યા. અને થાન પાસેનું સુરજ દેવળ જમીન દોસ્ત કર્યું.... એ વખતે સરધારથી ઠાકેારશ્રી મહેરામણુજી પેાતાના લશ્કર સાથે સુબા આછમખાનને જખ઼ મળ્યા. અને તેને કેટલીક મદદ આપી. તે ઉપરથી સુબાએ ખુશી થઈ, કેટલાંએક ગામેા ઇનામમાં આપ્યાં, અને સુખે સરધારમાં આવ્યા. સરધારના હવાપાણીથી સંતાષ પામી, ઘેાડા વખત સરધારમાં રહ્યો. તેણે સરધારનું નામ ‘આજીમાબાદ” પાડયું, પણ તે લાંબે વખત રહ્યું નહિ. મહેરામણજીને સાહેબજી, અને કુંભાજી, નામના કુમારા હતા. તેમાં પાવિકુમાર સાહેબજીના જન્મ વાધેલી રાણીથી થયા હતા અને નાનાકુવર કુંભાજીનેા જન્મ ગેાંડળના ચુડાસમાની રજપુતકન્યાથી થયા હતા. સાહેબજીના માતુશ્રી નાનપણમાં ગુજરી ગયા હતાં, અને કુંભાજી ઉપર મહેરામણુજીની પ્રીતિ વિશેષ હતી. તેથી સાહેબજી રીસાઇને જામનગર જતા રહ્યા, વટે જામસાહેબે ઠાકેાર મહેરામણુજી અને સાહેબજી વચ્ચે સુલેહ કરાવ્યાથી, મહેરામણજીએ તેમને મનાવી પાછા સરધાર ખેલાવ્યા, ત્યારપછી તેમના ઉપર વધારે પ્રીતિ ચઇ હતી, કારણકે સાહેબજી નમ્ર સ્વભાવના હતા, અને કુંભાજી પાતાના દાદા વિભાજી જેવા ચંચળવૃત્તિના અને રાજ્યની તૃષ્ણા રાખનારા હતા. તેથી ઠાકેારશ્રી મહેરામણુજી જાણુતા હતા કે સાહેબજી કરતાં કુંભાજી વધારે બળવાન હેાવાથી તે પેાતાના મરણુપછી સાહેબજીને હેરાન