________________
-
શ્રી યદુવંશપ્રકાશ
(દ્વિતીયખંડ
- રાજકોટ સ્ટેટનો ઇતિહાસ. .
સરહદ આ સ્ટેટની પુર્વે નવાનગર સ્ટેટ, દક્ષિણે ગંડળ અને કાળાસાંગાણ, પશ્ચિમે ધોળ અને ઉત્તરમાં વાંકાનેર સ્ટેટ વિગેરેની સરહદ આવેલ છે.
ક્ષેત્રફળ અને વિસ્તાર–આ રાજ્યનું ક્ષેત્રફળ ૨૮ ચોરસ માઈલ છે. કુલગામ ૬૪ છે, તેમાં ૪૯ ખાલસા ૧૦ ભાયાતી ૪ ઇનામી 1 ધર્માદા છે.
વસ્તિ–સને ૧૯૨૧ ની વસ્તી ગણત્રી મુજબ ૬૦,૯૯૩, માણસની વસ્તી છે. તેમાં ૪૯,૮૧૯ હિન્દુ ૬૯૧૨ મુસલમાન ૪૨૨૫ જૈન અને ૩૭ બીજી જાતના છે.
અંદાજે ઉપજ અને ખર્ચ –સરેરાશ વાર્ષિક ઉપજ દસ સાડાદસલાખ છે. અને ખર્ચ નવથી સાડાનવલાખ છે.
રેલવે:–રાજકોટ, જેતલસર, રેલ્વે લાઇનમાં આ સ્ટેટને બેઆના ભાગ છે. રાજકોટ અને બેટી નદી વચ્ચે ટ્રામવે સર્વિસ સ્ટેટ ચલાવે છે. રાજકોટ ત્રણ રેલ્વેનું જંકશન છે. (૧) ગોંડલ રેલવે, તેમાં રાજકેટ, જેતલસર, રેવેને સમાસ થાય છે. (૨) જામનગર, દ્વારકા, રેલવે (૩) મોરબી રે, તેમજ રાજકોટ અને આટકોટ વચ્ચે એક મેટર સર્વિસ ચાલે છે.
કરોડ:– કાઠીઆવાડના ચાર મોટા રસ્તા રાજકોટમાં ભેગા થાય છે. (૧) રાજકોટથી જુનાગઢને (૨) રાજકેટથી ભાવનગરને (૩) રાજકોટથી જામનગરને (૪) રાજકેટથી વઢવાણને.
હુન્નર ઉદ્યોગ:--એક જીનીંગ અને પ્રેસીંગ ફેકટરી, એક આટાનીમીલ, બે તેલની મીલ, બે સાબુના કારખાના બે બરફના કારખાના, ચાર ધાતુના કારખાના, એક લે હું ગાળવાનું, બે લેઢાની ટૂંક બનાવવાના, પંદર છાપખાના, વશ ચામડું કેળવવાના, એક કપડની મીલ. એ મુજબ કારખાનાઓ છે. તે ઉપરાંત અનાજ દળવાની નાની ઘંટીઓ છે. સ્થાનીક માગણી પુરી પાડવાને માટે બેટી નદીના પ્રદેશમાં, મકાનના ચણતરમાં કામ આવે તેવા સારી જાતના ઘળા પત્થર ખોદી કાઢવામાં આવે છે. અને બહાર દેશાવર પણ મોકલવામાં આવે છે, અને આજી નદીના તળમાંથી સારી જાતને કાળે પત્થર ખોદવામાં આવે છે.
ખંડણી:–બ્રિટીશ ગવરમેન્ટને ૧૮,૯૯૧, રૂપીઆ ખંડણીના અને જુનાગઢને રૂ. ૨,૭૩૦ જોરતલબીના દરવર્ષે ભરવા પડે છે.
કાઠિવાડના બીજા રાજાઓની માફક બ્રિટીશ સના સાથે આ સ્ટેટને કેલકરાર થયા છે. તે ઉપરાંત એજન્સીના સીવીલ અને મીલીટરી થાણુ માટે જગ્યા આપવાનું પણ તેમાં આવી જાય છે. રાજકોટમાં એજન્સીનું હેડ કવાર્ટર પણ છે.
પ્રાચિન ઇતિહાસ-આ રાજ્યના રાજ્યક્ત યાદવકુળ શિરોમણિ શ્રીકૃષ્ણચંદના વંશમાં થયેલા નવાનગરના જામથી રાવળજીના વંશના જાડેજા રજપુત છે.