________________
૨૨ શ્રીયદુવંશપ્રકાશ.
[ દ્વિતીય ખંડ નારાજ થયા. અને તેઓને એમ લાગ્યું કે “મને હા કહી પાછળથી દગો કર્યો. વળી ઘડી ખાસ જોઇતી હતી. તેથી તેઓએ મેઘપર ઉપર ચડાઈ કરી. મોરબી ઠાકોર ખુદ મેઘપર ઉપર ચડી આવે છે તેવા ખબર મેઘપરના દરબારને થતાં તેઓએ પોતાના ભાણેજ રણમલજીને ખીરસારાથી મદદે બોલાવ્યા. ઠા. રણમલજી તુરતજ પોતાના ૧૫૦ ચુનંદા સ્વારોને લઈને મેઘપર ગયા. મોરબીની ફોજ હજી મેઘપરને સિમાડે હતી, ત્યાં બાતમીદારોથી રણમલજી મદદ આવ્યાના ખબર જાણી મોરબી દરબાર પાછા વળી ગયા. રણમલજીને ખબર થતાં તેઓ પાછળ ચડ્યા. અને થોડે દૂર જતાં ભેટો થયો. ત્યાં મોરબી ઠાકેરશ્રીએ પુછાવ્યું કે તેઓ કેમ આવે છે, તેણે કહેવરાવ્યું કે “હું મળવા આવું છું.” તેથી મોરબી ઠાકારથી મળ્યા અને વાતચીતમાં તેમના મામાની ઘોડી લેવા વિચાર જણાવ્યા. પરંતુ “દિકરીનાં માગાં હોય કે વહુનાં.” એવો જવાબ રણમલજીએ આપ્યો. અને તેના પ્રતિ ઉત્તરમાં મોરબી ઠાકોરછી પણ કાંઇક ભારે પડતું વાક્ય બહયા. તે વખતે રોશ મનમાં રાખી બન્ને છુટા પડયા. પણ પાછળથી ઠાકોરથી રણમલજીએ એક માસ પછી પિતાના ચુનંદા સ્વારો લઈ મોરબી તાબાનું ‘કાગદડી' ગામ ભાંગ્યું અને તે ગામની તમામ માલમિલ્કત ગાડાં જેડાવી ખીરસરા તરફ રવાના કરી અને પોતે ૧૨૫ સ્વારો સાથે મોરબીની વારની વાટ જોવા ‘કાગદડી' રોકાણું એ ‘કાગદડી ભાંગ્યાના ખબર મોરબી થતાં મોરબી ઠાકારશ્રીએ તોપના રેકડાઓ સાથે લશ્કરને તૈયાર થવાનો હુકમ આપ્યો. અને પોતે ૨૦૦ સ્વારોને સાથે લઈ ચડી નિકળ્યા, મોરબીથી વાર આવતાં વિલંબ થતાં ઠાકોર રણમલજી ચાલી નિકળ્યા, જ્યાં હજી એક ગાઉ ગયા નહતા ત્યાં વાર દેખાણી તેથી તેઓ રોકાણું અને મોરબી ઠાકારશ્રીનું લશ્કર નજીક આવનાં ગોળીઓ ચાલુ કરી સામસામું યુદ્ધ જામ્યું, એ વખતે ઠાકારશ્રી રણમલજી આગળ એક અબ્દુલરહેમાન નામના જમાદાર હતા. તેના આગળ એક પહેલવાન સીદી રહે તો તેનો ઘોડો પણ કદાવર અબ્બી હતો. અને એ વેતલ (ઝડપવાળો) હતા, કે બંદુકની ગોળી પણ તેને પહોચે નહિં. એ સીદીએ જમાદાર અબ્દુલ રહેમાનને કહ્યું કે “બાપુની રજા હોય તો હું સામેના લશ્કરમાં જઈ એક નકો (રમુજ) કરી આવું.” તે ઉપરથી ઠારશ્રી રણમલજીની રજા મળતાં તેણે મોરબીના લશ્કરમાં દાખલ થઈ નગારા પાસે જઈ જમૈયાવતી બને નગારાં ફાડી નાખ્યાં. અને પોતે પાછો નીકળ્યો મોરબી દરબારે કહ્યું કે “મારે, મારો.” પણ તે સીદીનો ઘોડો વેગવાળો હોવાથી પોતે સહિસલામત પાછા ખીરસરાના લશ્કરમાં ભળી ગયે, મોરબીના કારભારીએ ઠાકરશ્રીને કહ્યું કે “સાહેબ ચાલતે ધીંગાણે નગારાં ફેડી રણમલજીનો સ્વાર સહિસલામત નીકળી ગયો. તે જેની પાસે એવાં માણસો છે તેને પહોંચી વળવું મુશ્કેલ છે વળી રણમલજીએ તો આપણા ઉપર હાથ રાખ્યો છે. આપ વિચાર કરો કે તેણે તો માત્ર નગારાંજ ફોડાવ્યાં પણ આપને કાંઈ ઇજા પહોંચાડી નહિં. કદાચ તેવું કાંઈ કર્યું હોત તો તેને તેમ કરતાં કણ અટકાવી શકત માટે રણમલજી તો કોઈ દિવસ મદદ આપે એવા છે. લાઈયુના ભાઈયું છે. આ તે આપે જરા લગતાં વેણ કહ્યા તેથી આટલું કરી બતાવ્યું માટે સુલેહની વિઠ્ઠી મોકલે. એમ
આ એ જમાદાર ૪૦૦ આરબોને લઈ અરબસ્તાનમાંથી આ દેશમાં નોકરી માટે આવતાં - રણમલજીએ રાખ્યા હતા.