________________
દ્વિતીય કળા]
ખરેડી વીરપુર સ્ટેટના ઇતિહાસ.
– શ્રી દ્વિતીય કળા પ્રારંભઃ—
૩૧
૬ ખરેડી-વીરપુર સ્ટેટના ઇતિહાસ
આ સ્ટેટની સરહદ ઉપર્ સ. નવાનગર, જુનાગઢ, ગેાંડળ, મેંગણી, તથા તાલુકે બ્રાફા, મુળીલા અને જેતપુર વિગેરેની સરહદ આવેલી છે,
ક્ષેત્ર ફળ ૬૬-૬ ચે. માઇલ છે. સને ૧૯૨૧ની વસ્તિપત્રક પ્રમાણે ૬૬.૭૫ માણુસની વસ્તિ છે. દરસાલની સરેરાશ ઉપજ રૂ!. ૬૫૦૦૦ અને ખર્ચ રૂા. ૩૫૦૦૦ના આસરે છે. વીરપુર એ જેતલસર રાજકાટ રેલ્વે (જે આ સ્ટેટની હદમાંથી પસાર થાય છે તે) ઉપરનું સ્ટેશન છે. રાજકેટ જુનાગઢ અને વેરાવળ વચ્ચેને ધેરી રસ્તા આ સ્ટેટની હદમાંથી પસાર થાય છે. વિરપુરમાં એક તથા ખરેડીમાં એક એવાં એ જીન છે, તેમજ હું ધાબળાએ બહુ સારા બને છે. સ્થાનિક માગણીને પુરા પડે તે પ્રમાણમાં સાધારણ જાતના સફેદ પત્થરા મકાન બાંધવાના ઉપયેાગમાં આવે તેવા આ સ્ટેટની હદમાંથી નીકળે છે. આ સ્ટેટ બ્રિટીશ રાજ્યને શ. ૩૪૧૮) ખડણી તરીકે અને રૂા. ૬૯૬) જુનાગઢ સ્ટેટને જોરતલબીના વાર્ષિક આપે છે. કાઠિવાડના બીજા સ્ટેટાની માફક આ સ્ટેટે પણુ શાહિ સત્તા સાથે કાલકરારા કર્યાં છે. આ સ્ટેટના તાબાના ગામે તેર છે જેના નામેા નીચે મુજબ છે:- ? ખરેડી ર્ વીરપુર ૩ કાગવડ ૪ ચૈારાલા ૫ હડમડીઆ ૬ કાળમેશ્વડા ૭ મારીડ ૮ ખીજડીયા ૯ ગાસ ૧૦ લંગડા ૧૧ માખાકરોડ ૧૨ ગુદા અને ૧૩ મેટીઆ
—: પ્રાચિન ઇતિહાસ :—
વીરપુરનું પુરાણું નામ કૌભાંડ, નગર હતું. તે કાળે કરી ઉજ્જડ થઇ ગયું હતું. અને ત્યાં ‘વીરપરીનાથ’ નામના સિદ્ધ રહેતા હતા.તેમના નામ ઉપરથી ગામનું નામ વીરપુર પડયું. ગુજરાતના મહારાજાધિરાજ કરશુનાં મહારાંણી મીનળદેવીને એધાન હતું, પરંતુ પ્રસવ નહિ... થતા હેાવાથી યાત્રાએ નિકળતાં, વીરપુરમાં વીરપરીનાથના પ્રતાપથી પ્રસવ થતાં, મહારાજા સિધ્ધરાજના જન્મ થયેા. તેનું સ્મરણુ કરાવતી મીનળવાવ અને તેની અંદર મીનળદેવી કુમારશ્રી સિધ્ધરાજને સ્તનપાન કરાવતાં હાવાનું પત્થરમાં કાતરકામનું ચિત્ર હજી મેાજુદ છે.
વીરપુર તાબાના ખરેડી ગામની હકિકત-શિહેારમાંથી વામન અને વૈકુંઠ દવે કાલાવડમાં રહેવા આવ્યા, અને તે કાલાવડ પરગણું ખરેડી વીરપુરસ્ટેટની ગાદી સ્થાપક ઠાકેારશ્રી ભાણુજીને નવાનગર સ્ટેટથી મળ્યું હતું. ત્યાંથી ઠાકારશ્રી ભાણુજી સાથે તે વે ખરેડી ગામે આવ્યા, અને તેમણે ગાહિલવાડમાંથી પેાતાની જ્ઞાતિ સગાં વગેરેને ખેલાવી ખરેડીમાં વસાવી ખરેડી સમવાય' બાંધ્યા અને ખરેડેશ્વર મહાદેવનું જીનું મંદીર હતુ. તેને જર્ણોદ્ધાર કરાવી તેતે પેાતાના ઇષ્ટદેવ સ્થાપ્યા. અને બ્રાહ્મણેાના ૩૦૦ ધરની નાંત બાંધી ( વિ. સ. ૧૬૫ )
કૈાઇ ઇતિહાસમાં ૪૫૦ ધર લખેલાં છે.