________________
પ્રથમ કળ] ખીરસર સ્ટેટના ઇતિહાસ.
૨૫ થયો ન હતો, તેટલામાં ખીરસરેથી રીંસાઈ ગયેલો સંધિ (હાથી) જે લશ્કર ભેગે આવ્યો હતો તે કિલા ઉપર ચઢવા નિસરણી બાંધી કોશીષ કરતાં અગાભાઈએ ગોળીથી તેને ઠાર કર્યો. તે પછી આગાભાઈ કિલ્લાના આથમણું કોઠાઉપરથી લડવા લાગ્યા. તેમાં ભવાન ખવાસના કેટલાક માણસો મરવા લાગ્યા. તે પછી કોઈની ગોળી આવતાં આગાભાઈએ તે કેઠા ઉપરજ કામ આવ્યા, હાલ તેઓની ખાંભી કોઠા પાસે છે ઠાકારશ્રી રણમલજીને આ ખબર થતાં તુરતજ પહોંચ્યા. અને ગામથી ઉત્તર તરફ આવી જ્યાં તકીઓ છે ત્યાં આરસમહમદ નામના ઓલીઆ-ફકીર રહેતા હતા. તેના આગળ રણમલજી પરબારા જતાં તે ફકીરે દુવા ખેર કરી વચન આપ્યું કે “તમો અત્યારેજ રાત્રીના વખતમાંજ દુશ્મનો ઉપર ઓચિંતો હલે કરે. તેઓ અંદરોઅંદર કપાઈ જશે.” રણમલજીએ તેના વચન ઉપર વિશ્વાસ રાખી તેમ કરતાં દુશ્મનના ઘણા માણસની ખુવારી થઈ. અને ભવાન ખવાસ છાવણી ઉપાડી પાછો ગયે.
તે પછી કેટલેક વખતે જામશ્રી જસાજી (બીજા)ને મેરૂ ખવાસે જ્યારે પિતાને ત્યાં અટકમાં રાખ્યા ત્યારે કેરશ્રી રણમલજીએ ઘોળ, રાજકોટ અને ગંડળના ઠાકારની મદદથી જામશ્રી જસાજીને મેરના ત્રાસમાંથી મુકત કરવા બનતી કોશીષ કરી હતી. તેમજ કચ્છમાંથી ચડી આવેલ ફત્તેહમહમદ જમાદારને હરાવી જામનગરને ઘણી જ મદદ કરી હતી.
ઠા. રણમલજીએ જામનગરને પિતાનું એક ઘરજ માની જામશ્રીને જે મદદ કરી હતી. અને જે ક્ષત્રિયધર્મ બજાવ્યું હતું તે નીચેના કાવ્યથી સ્પષ્ટ જણાય છે. गीत॥ जात क्षत्रियां धरमसारु गामही गरासजात, असिवात धरासरे मंडे अतपात ।
थानके थानके वात सगपणतणी थात, नंद रणमाल हधां घरेजो न थात ॥१ देग तेग जातसबे उंचही नीचकुं दावु, वरतावू हुत वारु खवासे वसेक । अवतारी भारे सांगानंदुजोन होत एक, छत्रीसे वंशकी माजा छुटी जात छेक ॥२ ग्रास चास वधारवा थापवा ठामके गाम, रखवाळु जामधरा थेयुं रणमाल । काढवा खवासां बीट न राखवा छेक बाकी, धजाबंधी भीमहरु हरधोळां ढाल ॥३
– આશીષનું ગીત – मरडछ रावतणा दळ मरडी, भणे अजावर अवर भती ॥ सितापति तोहारो साथी, रणमल मकर फकर रती ॥ १ खुटल राव गीयो घर खुटी, फतीए कीधा काम कमाम ॥ तारो जामने तंही सलामत, तंही बेली सदा घनश्याम ॥ २ सारा भज मोरवी सारी, घर लइ उठा खोट घणी ॥
विठलीयो करसे वारुं, तारा गढ ने नगर तणी ॥ ३
ગેરીવંશના રાજ્ય કર્જાના વખતમાં ખીરસરાનો કિલ્લો બાંધવામાં આવેલ પણ તે કિલ્લે જીર્ણ થતાં ઠાકારશ્રી રણમલજીએ તેને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હાલ તે કિલ્લો ઉંચા ટેકરા ઉપર હાઈ ખુલી ઋતુમાં લગભગ ૨૦ માઈલ દૂરથી દેખાય છે. ઠાકારશ્રી રણમલજી પછી (૪)થી ઠાકોરથી હેથીજી થયા. જેના વખતમાં કર્નલ વૈકરે સેટલમેન્ટ કર્યું તે પછી