________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ (૫)મા ઠાકારશ્રી ડુંગરજી તથા (૬)ઠા ઠાકર શ્રી જીજીભાઈ થયા તે પછી (૭)માં ઠા. શ્રી રાયસિંહજી થયા. તેઓ બહુજ બહાદૂર પુરૂષ હતા. આસપાસના ચોર લુટારાઓ તેથી ડરી તાબે રહેતા. એક વખત આ ઈ, કર્તાના પિતા કવિરાજ ભીમજીભાઇને ઘોડે લઈ કાસુડા નામને તેમનો માણસ રાજકોટ જતા હતા. રસ્તામાં ખીરસરાની હદમાં જુમલા નામને એક સંધિ (જેને કાસુડા સાથે સગપણ બાબત વેર હતું). તે મળ્યો તેણે કાસુડા પાસેથી કવિરાજનો ઘોડો પડાવી લીધે, કવિરાજને એ ખબર થતાં, ખીરસરે ગયા અને ઠાકારશ્રી રાયસિંહજીને નીચે દુહે કહ્યું કે –
रायसिंहजीना राजमां, जुमले पाडी जोट ।
વિનો ઘો નો, નહૈિં તો સ્ત્રીને વોટ / એ સાંભળી રાયસિંહજીએ જુમલાને બોલાવ્યો અને તપાસ કરતાં તે ઘોડો તેણે જુનાગઢ વેંચી આવ્યાનું જણાવ્યું. તેથી ઠાકારશ્રી રાયસિંહજીએ તેના બદલામાં એક ઘોડો અને ૧૦૦ કેરી રોકડી કવિરાજને આપવા માંડી. પણ તે કવિ નહિ લેતાં, પોતાનો જ ઘડો મંગાવી પાછો સંપવા હઠ લીધી. તે ઉપરથી ઠારશ્રી રાયસિંહજીએ જુમલાને ઘડે જુનાગઢથી પાછો લઈ આવવાની ફરજ પાડતાં, એક મહિને તે ઘોડો લાવ્યો. તે પછી ઠારશ્રીએ કવિરાજને ખીરસરા બોલાવી તે ઘેડ તથા ૧૦૦ કેરી અને પોશાક આપી કવિને ખુશી કર્યા હતા.
(૮માં) ઠાકારશ્રી બાલસિંહજી થયા તેઓ બહુજ ઉદાર અને મીલનસાર પ્રકૃતિના હતા. તેઓશ્રીએ પોતાના પાટવિકુમારશ્રી સુરસિંહજીનાં લગ્ન મોટી ધામધુમથી કર્યા હતાં.
(૯) ઠાકારશ્રી સુરસિંહજી (વિદ્યમાન) તેઓ નામદારને જન્મ તા. ૨૬ સપ્ટેમ્બર સને ૧૮૯૦ ના રોજ થયો છે. તેઓશ્રી તા ૨૪ ફેબ્રુઆરી સને ૧૯૨૦ ના રોજ ગાદીએ આવ્યા. તેઓ નામદારે ઈંગ્લાંડમાં સાડાત્રણ વર્ષ રહી કેળવણી લીધી તથા યુરોપની મુસાફરી કરી છે. નામદાર શહેનશાહને સને ૧૯૧૧માં રાજ્યાભિષેક વેસ્ટમિન્સ્ટર એબોમાં થયે ત્યારે ત્યાં હાજર રહેવાનું તેઓ નામદારને માન મળ્યું હતું. દેઢ વર્ષ સુધી તેઓશ્રીએ દહેરાદુન ઈમ્પીરીઅલ કેડેટ કોર્સમાં કેળવણી લીધી છે. હાલમાં ખીરસરા સ્ટેટને ચોથા કલાસનો અખત્યાર છે. ઠાકોર સાહેબને બે રાણુઓ છે. (૧) માળવામાં આવેલ જવાસીયાના દરબારશ્રી લાલસિંહજીનાં કુંવરી, (૨) ગજાભાઈની વાવડીના ગહેલશ્રી ભુપતસિંહજીનાં કુંવરી. રાણીશ્રી ધનકુંવરબાને પેટે તા ૭ સપ્ટેમ્બર ૧૯૧૮ના રોજ પાટવિકુમારશ્રી પ્રતાપસિંહજીનો જન્મ થયો છે. ઠાકોર સાહેબના બીજા કુમાર શ્રી બચુદાદાનો જન્મ ૧૫ મે ૧૯૨૪ના રોજ થયો છે તેમજ ઠાકારશ્રીને ચાર કુંવરી સાહેબ છે. ઠાકોર સાહેબનો બીજા રાજ્યકર્તા સાથે બહુ નજીકનો સંબંધ છે. તેવાં રાજ્યો વાંસદા, ભાવનગર અને કીશનગઢ છે. ઠાકોરસાહેબનાં મેટાં બહેન રૂપકુંવરબાના લગ્ન વાંસદાના સ્વ. મહારાવશ્રી પ્રતાપસિંહજી સાથે થયેલ હતાં. અને બીજાં બહેન નંદકુંવરબાના લગ્ન ભાવનગરના સ્વર્ગસ્થ મહારાજા સર ભાવસિંહજી સાથે થયાં હતાં (હાલના ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીને ઠા. શ્રી. સુરસિંહજી
* એ લગ્ન પ્રસંગે મારી (ઈ. કર્તાની) કવિતા સંભળી મને એક ઇમીટેશન હીરાજડિન સુવર્ણને કંઠો પોશાક સહિત આયો હતો.