________________
પ્રથમ કળ] ખીરસાર સ્ટેટને ઇતિહાસ.
૨૩ કહી વિષ્ટી મોકલી અને ચારણ કે દેવસ્થાનો વચમાં રાખી કહેવરાવ્યું કે “તમે જે લીધું તે તમને માફ છે.” તે ઉપરથી રણમલજી મળ્યા અને કસુંબો પી સાકરૂં વહેંચી એ કાગદડી ભાંગ્યા વિષેનો દુહો છે કે -- सोरठोः-कागदडी भुको करी, दसे जाणे देश
रणमल न खमे रेस, रति एक सांगणरा उत. ॥ १ ॥ જુનાગઢના નવાબ હામદખાનજી અને ભાવનગરના ઠાકારશ્રી વખતસિંહજીને* કાંઈ સીમાડા સંબંધી તકરાર હોવાથી તેઓ બંને વચ્ચે લડાઈ થઈ હતી. તેમાં જુનાગઢના નવાબને હારી જવાનો સમય આવ્યો જેથી સુલેહ કરવાનું વિચારી ખીરસરાના ઠાકોરથી રણમલજીને (જે ભાવનગરના સગા હેવાથી) તેડાવી તેઓ મારફત વિષ્ટિ ચલાવી સુલેહ કરી. તે વિષેનું કાવ્ય છે કે॥गीत॥ कडे चडीया अभे भडवा कटक, तोपां झडपड हुइ तठे ॥
बाबी हामदखां अतळ बळ आया, आखांगळ वखतेश अठे ॥ १ वागी हाक त्रंबागळ वागा, धड लागा पड वोम धुवा ॥ गोहेलतणे गजबते गोळे, हालकलोळे जवन हुवा ॥ २ तणसमे वसटाळा तेडा, के जोजो वखतेस कने । . कोटी गना न बोलु केदी, मारु नाळां करो मने ॥ ३ . भागे दूथ जवनके भूपत, सरवे जागे सुथ सवा ॥ रणमलरे सर भांख रखावा, रणमल बोले तके रवा ॥ ४ ।। जाडातणों हुवो जश जिभे, सुबे पाओ जमे सधी ॥ राजा हुओ वखतसंग राजी, बाजी आवी हाथ बधी ॥ ५ हर हरधोळ करामत हिन्दु, परबत भडता रखण परा ॥
अगतवेळ गइण जश आयो, ते धंध मटायो सोरठ धरा॥ ६ दोहा-जननी ते जणीयो जबर, रणमलीयो रजपूत ॥
जरु नवाबां जेहडा, जेर कीया जम दूत ॥ १ ॥ એ સુલેહમાં કેટલીક વાત ભાવનગરની તરફેણમાં થવાથી નવાબ હામદખાનને રણમલજી ઉપર રોષ રહ્યો હતો. તેથી જુનાગઢ જઈ નવાએ વિચાર્યું કે “કંઈ વખત ખીરસરા ઉપર ચડાઈ કરી, રણમલજીની ખબર લેશું.” એવા ખબર ઠાકરથી રણમલજીને થતાં તેઓએ કહ્યું કે “એ તો નવાબો ખાતું છે, તેને આવતાં વાર લાગશે. માટે આપણેજ સાંમા ચાલે.” એમ કહી લશ્કરની તૈયારી કરાવી, અને જુનાગઢ નજીકનાં “માખીઆળા' નામના ગામને ભાંગી લુંટી લાવવા પાયદળ લશ્કર આગળ ચાલતું કર્યું અને પતે તથા અન્વદુરહેમાન જમાદાર અમુક સ્વારો લઈ પાછળથી ચડયા. આગળ ગએલું પાયદળ લશ્કર (આરબો) સિસાંગ નામના ગામે પહોચ્યું. ત્યાં સિસાંગ તાલુકાદારના ૧૧ કુંવરોના લગ્નની ધામધુમ થતી હતી. પાધરમાં જઈ આરબાએ રસ્તો પુછતાં કોઈ હલકા માણસે આડ જવાબ આપી આરઓની મશ્કરી
* ઠાકરશી વખતસિંહજીવેરે રણમલજીએ પિતાનાં કુંવરી પરણાવેલ હતાં.