________________
પ્રથમ કળ]
ખીરસરા સ્ટેટનો ઇતિહાસ.
જ ખીરસરા સ્ટેટનો ઈતિહાસ .
આ તાલુકાની સરહદ સં. નવાનગર, ગંડલ, ધ્રોળ અને રાજકોટ સ્ટેટને લગતી છે. ક્ષેત્રફળ ૧૩ ચોરસ માઈલ છે સને ૧૯૨૧ની વસ્તિપત્રક મુજબ ૩૬૫૯ માણસની વસ્તિ છે. દર વર્ષની સરાસરી ઉપજ આસરે ૪૦,૦૦૦ અને ખર્ચ ૧૯,૦૦૦નો છે. આ હદમાં રેલ્વે કે ટૂંક રોડ નથી. બ્રિટીશ સરકારને રૂા. ૨૭૬૬ દર વર્ષે ખંડણીના અને રૂ. ૩૫૦ જુનાગઢને જોરતલબીના મળીને કુલ રૂા. ૨૭૧૬ આપવા પડે છે. કાઠિવાડના બીજા રાજાઓ માફક આ તાલુકાને શાહી સત્તા સાથે કેલકરાર થયા છે.
– પ્રાચીન ઇતિહાસ – આ તાલુકે ધ્રોળ સ્ટેટની શાખા છે. ધ્રોળના ઠાકાર કલાજીને સાત કુંવરો હતા. તેમાં સૌથી મોટા સાંગાજી, બીજા ભીમજી અને ત્રીજા જાણોજી હતા. ઠા. કલાજીના મૃત્યુ પછી ઠા. સાંગોજી ધ્રોલની ગાદીએ આવ્યા અને બીજા ભાઈઓને ગિરાસમાં ગામો મળ્યાં. ઠા, સાંગોજી નવાનગર તરફથી મુસલમાન લશ્કર સાથે લડતાં કામ આવ્યા. તેને કાંઈ સંતાન ન હતું. તેથી ઠા. કલાજીના બીજા કુંવર ભીમજીને ધ્રોળની ગાદીનો હક મળ્યો. પણ તેણે પિતાને મળેલ છવાઇના ખીરસરા આદિ બાર ગામોથી સંતોષ માનીને પોતાના નાનાભાઈ જુણાજીને ધ્રોળની ગાદીનો હક આપી દી. એ ખીરસરાની ગાદી સ્થાપનાર ઠાકોરથી ૧ ભીમજી ચંદથી ૧૭૦મા, શ્રી કૃષ્ણથી ૧૨૨માં પુરૂષ હતા. તે પછી ૨ ઠાકોરથી સાંગાજી ૩ ઠાકારશ્રી રણમલજી૪ ઠાકારશ્રી હાથીજી ૫ ઠા. ડુંગરજી ૬ ઠા. જીજીભાઈ ૭ ઠા. રાયસિંહજી ૮ ઠા. બાલસિંહજી અને ૯ ઠાકારશ્રી સુરસિંહજી હાલ વિદ્યમાન છે.
કર્નલ વૈકરે સેટલમેન્ટ કર્યું ત્યારે ખીરસરાની ગાદી ઉપર ચોથા ઠાકારશ્રી હેથીજી હતા. મળપુરૂષ ઠાકારશ્રી ભીમજીથી બીજી પેઢીએ ઠાકારશ્રી રણમલજી થયા. તેણે ગાંડલના ઠાકારશ્રી કુભાઇને ઘણીક વખત મદદ કરી હતી. તેમજ નવાનગરના જામશ્રી જસાજીને મેરુખવાસના ત્રાસથી છોડાવવામાં તેઓશ્રીએ અગ્રેસર થઇ ઘણેક જાનમાલનો ભોગ આપ્યો હતો. તેમજ તેમણે મોરબી ઠાકોર સામે અને જુનાગઢના નવાબ સામે લડાઈઓ કરી હતી. જેની ટુંકી હકિકત નીચે આપવામાં આવી છે.
ઠાકારશ્રી રણમલજીનું મોસાળ ઝાલાનેમેઘપર હતું. તેઓના મામા આગળ તાજણે જાતની ઘડી ઘણીજ કિંમતી હતી. એ વાત મોરબી ઠાકોરના જાણવામાં આવતાં તેમણે તે ઘડી જોવાને માટે મોરબી મંગાવી અને તે પસંદ આવતાં તેની માગણી કરી, રણમલજીના મામાનો વિચાર તે ઉત્તમ જાતની ઘડી આપવાને નહતો, પણ મેરબી ઠાકરશ્રીને કેમ ના પડાય? એ ધર્મસંકટમાં તેણે હા પાડી પોતે ઉતારે ગયા, પરંતુ પાછળથી તેઓ તે ઘોડી લઈને કોઈના જાણવામાં ન આવે તેમ મેઘપર ચાલ્યા ગયા. આ વાતની ખબર મોરબી ઠાકરટીને પડતાં તેઓ બહુજ