________________
(ડષી કળા) જામનગરનો ઈતિહાસ
૩૮૭ સેક્રેટરીએ એ દવાખાનાના લાભ લેતા દરદીઓની સંખ્યા, મળતી મદદ, તથા ખર્ચ વિગેરેને ટૂંક રીપોર્ટ રજુ કર્યો હતો. જે પછી મહારાજા જામસાહેબે કાર્યવાહક્કને ઉપકાર માનતાં એ ખાતાના કામ પ્રત્યે સંતોષ દર્શાવ્યો હતો અને તેના ફંડમાં રૂા. ૧૫૧) ભરવાની ઉદારતા બતાવી હતી. એ વખતે દવાખાનાની અંદર ભેગા મળેલાં, તેમજ બહાર ઉભેલી ગુર્જર પ્રજાએ “મહારાજા દિગ્વિજયસિંહજીની જયના મોટા અને ચાલુ પોકારે કીધા હતા. એજ ઉત્સાહી પોકારે વચ્ચે નામદાર જામસાહેબ મેટરમાં બીરાજવા ને બદલે શેઠ ત્રીભવનદાસની સાથે એઝ ટ્રીટના આપણાં દેશી લત્તામાંથી પાસેજ આવેલા શેઠ નરેમદાસના મકાન તરફ તેમના આમંત્રણને માન આપી પગે ચાલતાંજ પધાર્યા હતા. તેથી માહારાજ સાહેબના દર્શનનો લાભ સર્વને મળતાં રસ્તા પર ભેગી મળેલી લેકેની ઠઠ તરફથી તથા આસપાસના મકાનમાં ભેગા મળેલાઓ તરફથી તેઓ નામદારને રસ્તે જતાં ભારે ઉત્સાહી આવકાર મળ્યા હતા. શેઠ નરોતમદાસ જેઠાભાઇના દિવાનખાનામાં નામદાર મહારાજ સાહેબ અને મેજર પ્રતાપસિંહજી સાહેબ બીરાજતાં, શેઠ નરોતમદાસે રાજરીત પ્રમાણે ધોળ વગેરેની ક્રિયા કરી હતી, ત્યારબાદ નામદાર મહારાજા સાહેબે તથા ત્યાં હાજર રહેલાઓએ સુંદર મિષ્ઠાનેથી સજાવેલી ટેબલ પર બીરાજી ચાહ, કેફી તથા મીઠાઇ આદિ સ્વીકાર્યો હતાં. તે પછી હારતોરા અર્પણ કરતાં, મેટરમાં વિદાય થઈ મહારાજા જામસાહેબ સેના ચાંદીના જાણીતા વેપારી શેઠ અમૃતલાલ રામજીના આમંત્રણને માન આપી તેમના શોરૂમમાં પધાર્યા હતા. ત્યાં શેઠ અમૃતલાલે માનપૂર્વક કુલપાન અર્પણ કરવા સાથે ચાંદીના એક સુંદર ટી સેટની ભેટ મહારાજા જામસાહેબને અર્પણ કરી હતી. ત્યાંથી મહારાજા જામસાહેબ ગ્રેટ ઇસ્ટર્ન હોટેલમાં પધાર્યા. જ્યાંથી સાહસિક શાહ સેદાગર શેઠ આદમજી હાજી દાઉદ સાથે તેમની “આદમજી ક્યુટસ મીલની મુલાકાત લેવા મોટરમાં બેલુર જવા ઉપડી ગયા હતા.
તે મીલમાં મહારાજા સાહેબે શણમાં માંડીને બારદાન કેમ બને છે તથા જુદી જુદી સાઇઝની ગુણપાટ મસીનરીથીજ સિવાયને કેમ કમ્પલીટ થાય છે તથા બારદાન અને ગુણપાટની બેઇસ કેમ બંધાય છે, તે સઘળું બારીક પુછપરછ કરીને ભારે ઉલટથી નિહાળ્યું હતું. અને શેઠ આદમજીને તેઓશ્રીના ઉદ્યોગિક સાહસ માટે ધન્યવાદ આપી તેઓના બંગલાઓમાં બીજા પરણાઓ સાથે ફળા હાર લઇ હારતોરાની ભેટ સાથે આદમજી શેઠની સાથે બીરલાપાકમાં શેઠ અમૃતલાલ ઓઝા તરફની ટીપાટીના આમંત્રણને માન આપી ત્યાં પધાર્યા હતા. મી ઓઝાએ બીરલાપાર્કમાં જમાવેલ ટીપાર્ટીને દમામદાર મેળાવડો તથા જામનગર સ્ટેટની કલકત્તામાં વસતી પ્રજા તરફથી ગેલઅને પાર્કમાં ગોઠવાયેલી ભવ્ય ગાર્ડન પાર્ટી અને પ્રજા તરફના માનપત્રને સ્વીકાર અને નેશનલ ઈસ્યુરન્સ કંપનીના ડાયરેકટર શેઠ જીવનલાલ દુતીયા તરફની ટી પાટી વગેરે પ્રોગ્રામ એકજ દિવ્સના ટુંક સમયમાં હોવા છતાં તેઓ નામદારશ્રી દરેકના આમંત્રણને માન આપી સર્વ સ્થળે પધાર્યા હતા.