________________
પ્રથમ કળ]
ઘેલસ્ટેટને ઇતિહાસ. –જસા હરોળાણીના દુહા-(રાણી કહે કે-) . परणतां में परखीयो, ए मुछारी अणी ॥ में तो लांबी पेरशां, जदपेरे घणी ॥ १॥ અથ–મેં લગ્ન કરતી વખતેજ (ઘુંઘટમાંથી જઈ) પતિની અણીદાર મુછથી પરીક્ષા કરી હતી, જે હું તો “પત” (વિધવાનાં કપડાં પહેરીશ, પણ કયારે? કે જ્યારે, એવાં કપડાં ઘણી સ્ત્રીઓ પહેરશે ત્યાર પછી પહેરીશ. સારાં કે મારા પતિ એ વિર છે કે ઘણું શત્રુઓને રણક્ષેત્રમાં મારી અને મરશે. घर घोडा पिय अपचळो, वेरी मेळो वास ॥नतरा बाजे ढोलरा, क्युं चुडारी आस॥२॥ અથર-ઘરે ઘોડાઓ છે પતિ અતિ ચપળ છે. અને દુશ્મન પાસેજ વસે છે. તેથી દરરોજ બુમીયા ઢેલ (લડાઈના વાજીંત્રો) વાગે છે. તેમાં ચુડલાની કયાં આશા રાખવી? वेनाणी ढीलो घडे, मो कंतरो सनाह ॥ बीकसे पोयण फुलज्युं, परदळ दीठे नाह॥३॥ અર્થ:–હે નાણી (લુહાર) મારા પતિનું સનાહ (બખ્તર) જરા ઢીલું ઘડજે, કેમકે જેમ પિયણ ફુલ ચંદ્રમાને જોઈ વિકાસ પામે છે તેમ મારો પતિ શત્રુદળ જોતાંજ પ્રફુલ્લિત થાય છે. તે જે બખતર ફીટ હોય તો તેની કડીયા શરિર પ્રફુલ્લિત થતાં ઉઘડી જશે માટે જરા ઢીલું ઘડજે. धीरा धीरा ठाकरा: गुम्मर कीया मजाव ॥ मोहोंघा होसी झुपडा, जो घर होसी नाव॥ અર્થ:-( શત્રુ દળને સંબંધી કહે છે કે ) હે ઠાકરે તો ગર્વ કરીને જાવમાં જે મારા પતિ ઘરે હશે તો તમારા ઝુંપડાં મોંઘા થઇ પડશે. (તમારું વતન દૂર થઈ પડશે.) नाव मोहोंगा दीयण, झुपडा व्रभे नर ॥जाओ छो खडतालता, केम जरसे जहर॥५॥ અર્થ – હે ભાઈઓ મારો પતિ નિર્ભય રહી, તમારા ઝુંપડાં મોંધા (દૂર) કરી દેશે. તમો ઘેડા ખડતાલતા જાઓ છો પણ મારા પતિના ક્રોધ રૂપી ઝેરને પચાવી નહિ શકે. रुंक हथ जो वसो, विर जश राज रा ॥ उमंता पाव, धीरा दीयो ठाकरा ॥ ६॥ અર્થ–તમે વિર જશાજીના હાથની રૂંક (ઝડ૫) જશો ત્યારે તેની વિરતા જાણશે. માટે હે ઠાકોરો તમે ઉતાવળા પગ નહિ ભરતાં, ધીરા રહો. केहर मुंछ भुजंग मणी,सरणाया सोहडांसतिपयोधर कृपण धन,हाथ पडसी मुवां॥७॥ અર્થ–સિંહની મૂછ, સર્પની મણું, શરણાગત, સતિના સ્તન, અને લેભીનું દ્રવ્ય એટલી વસ્તુ તો તેઓના મરણ પછી હાથમાં આવે છે. उठ अशंका बोलणां, कामण आखे कंत॥आया वेरी प्रोहळा, हुंकळ कळह हुवंत॥८॥ અર્થ –(પતિને સંબોધીને કહે છે કે, હે અશંકા બેસણા (જેને કાય પણ કાર્યમાં, કાર્ય થશે? કે નહિં થાય તેવી શંકા નહિં તેવા બેલ બેલનારા) ઉઠ ઉઠ તારી પ્રોળ (દરવાજે) કળહ (યુદ્ધ) કરવાને માટે શત્રુઓ હુંકળ મચાવી રહ્યાં છે. घोडा हुंकळ भाळीया, निद्रा कंत निवार॥आया वेरी प्रामणा, दळ खड तुझ दुवार॥९॥