________________
પ્રથમ કળ]
ધ્રાળએટનો ઇતિહાસ. માઈલને અંતરે આવેલા ભૂચરમોરી નામના મેદાનમાં એક ભયંકર અને ખુનખાર લડાઈ થઈ હતી. જે હાલ ભૂચરમોરી નામથી પ્રસિદ્ધ છે, અને તે જગ્યાએ આજે પણ તેની યાદગિરીમાં દરવર્ષે શ્રાવણ વદ ૧૩-૧૪ અને અમાસના રોજ મેળા ભરાય છે. અને ત્યાં જામશ્રી અજાજીની દેરી તથા ભીંતપર લડાઈનાં કાઢેલાં ચિત્રો હજી સુધી મોજુદ છે. એ લડાઈને વખતે ધ્રોળને નગર સાથે રિસામણું હોઈ, તેઓ મદદે ગયા ન હતા. પરંતુ જ્યારે કુમારશ્રી અજછનાં રાણી સતિ થવાને ભૂચરમેરીમાં આવ્યાં ત્યારે ધ્રોળના ઠાકારશ્રી હરધોળજીએ તથા સર્વ ભાયાતોએ ત્યાં સંપૂર્ણ બંદેબસ્ત જાળવી મદદ આપી હતી. ઠાકારશ્રીહરધોળજી બીજા વિ. સં. ૧૬૬૦માં દેવ થયા.
ઠાકરશ્રી હરધોળજીને ત્રણ કુંવરો હતા જેમાંથી પાટવી કુંવર મેડછ ગાદીએ આવ્યા અને ઉદયસિંહજીને ઘેડી અને રણમલજીને છલાગામ ગરાસમાં આપ્યાં, (૫) ઠાકોરી મેડછા) (૬) ઠાકોરશી પંચાણજી) (૭) ઠાકરશી કલાજી) (વિ. સં. ૧૬૬થી ૧૬૬૫) (૧૬૫થી ૧૭૦૦) (૧૭૦૦થી ૧૭૬૨)
ઠાકરશી મેડછના રાજ્ય અમલમાં એવું કહેવાય છે જે દેવળા નામના ગામને પાદરેથી ઘણું ધન જમીનની અંદરથી મળી આવ્યું હતું. તે વિષે પ્રાચિન દૂહો છે કે – डोंडी काठे देवळा, उगमणे दरबार । साम सामा बे खीजडा, त्यां द्रव्यनो नहिं पार॥
કારશ્રી મોડજી વિ. સં. ૧૬૬૫માં પાંચ વર્ષ રાજ્ય કરી દેવ થયા. પરંતુ તેમને કાંઈ સંતાન નહિં હોવાથી ઠાકોરથી બામણીયાના સૌથી નાના કુંવર પંચાણુજીને ગાદી મળી. અને તેમના ગરાસનું ગામ જે દેડકદ તે પાછું સ્ટેટમાં ભળી ગયું. એ (૬) પંચાણજીના વખતમાં પણ બહારવટીઆઓની ઘણી ધાડ આવતી હતી. પણ તે બધી ધાડોને તેમણે બહાદુરીથી પાછી કાઢી હતી. તેઓ ૩૫ વર્ષ રાજ્ય કરી, વિ. સં. ૧૭૦૦માં દેવ થયા. ઠારશ્રી પંચાણજીને ત્રણ કુંવરો હતા. તેમાં પાટવિ કુંવર (૭) કલોજી ગાદીએ આવ્યા અને સુજાને દેડકદડ તથા ગ્રામજને ખાખરાળું ગામો ગરાશમાં આપ્યાં. ઠારશ્રી કલાજી બહુજ શુરવિર પુરૂષ હતા. તેથી તેમની કીત બહુજ પ્રસિદ્ધ હતી, તેમણે કાઠીઓ સાથે સરતાનપર ખોખરીને સિમાડે એક જબરી લડાઈ કરી હતી તે લડાઈની યાદગીરિ માટે એ જગ્યા આજ પણ ઠાકારશ્રી કલાજીના નામ ઉપરથી “કલાધાર નામે ઓળખાય છે. આ વખતે જામનગરમાં જામશ્રી લાખાજી રાજ્ય કરતા હતા. તેમણે ગુજરાતને સુબો નબળો જોઈ પોતાની કેરીના સિકકા વધુ પાડવા માંડયાં. પિતાનું લશ્કર વધારી દીધું અને બાદશાહી ખંડણી ભરવી બંધ કરી. આ ઉપરથી બાદશાહે આજમખાનને ગુજરાતને સુબે નિમ્યો તેણે નવાનગર ઉપર ચડાઈ કરી આ વખતે ધ્રોળ તથા જામનગરને સુલેહ હોવાથી ઠાકરશી કલાજીએ પિતાના પાટવિકુમાર સાંગાજીને કેટલાક લશ્કર સાથે જામસાહેબની મદદે મોકલ્યા હતા. અને તે ભયંકર લડાઈ સાંગાજી બહાદુરીથી લડતાં કામ આવ્યા હતા. ઠાકારશ્રી કલાછ વિ.સં. ૧૭૬૨માં ૬૨ વર્ષ રાજ્ય કરી દેવ થયા. ઠાકારશ્રી કલાજીને સાત કુંવરો હતા. તેમાં પાટવિકુમાર સાંગાજી ઉપરની લડાઇમાં કામ આવ્યા તેને પણ કાંઈ સંતાન નહિં હોવાથી ઠારશ્રી