________________
પ્રથમ કળા]
પ્રેળસ્ટેટને ઇતિહાસ. (૧૬) ઠાકરશ્રી ભુપતસિંહજી વિ. સં. ૧૮૫૭થી ૧૯૦૦-૪૧ વર્ષ)
ઠાકરશ્રી ભુપતસિંહજી ગાદીએ આવ્યા પછી તેમના અમલમાં એટલે વિ. સં. ૧૮૬૩-૬માં ગાયકવાડના દીવાન અને વડોદરા રેસીડન્ટ કર્નલ વૈકર ગાયકવાડ સરકાર તરફથી ખંડણીના આંકડા મુકરર કરવાને હાલાર પ્રાંતમાં આવ્યા. આ રાજ્યની ખંડણુને આંકડો પણ તેમણે આ વખતે જ મુકરર કર્યો. તેમાં ધૂળ પરગણાની રૂા. ૫,૩૪૬ની ખંડણી રાખી અને સરપદડની રૂા. ૪,૩૫૮ રાખી આ વખતે સરપદડ પરગણું નવાનગરને ત્યાં ગીરવી હતું. તે પાછું મળવા ઠાકારશ્રી ભુપતસિંહજીએ બ્રિટીશ સરકાર તથા ગાયકવાડસરકારની મદદ માગી. વળી જામશ્રી જસાજીએ તેમના ભાઈ સત્તાજીને ગરાસ આપવાની ના પાડી હતી. તેમજ કચ્છ તરફના કેટલાક દાવા તેમના વિરૂદ્ધ ઉભા થયા હતા. વળી બીજી પણ કેટલીક તકરાર હતી. તેથી જામસાહેબને તેનો નિકાલ કરવા અંગ્રેજ તથા ગાયકવાડસરકારે સુચના કરી. પણ જામસાહેબે તે તરફ કાંઈ લક્ષ આપ્યું નહિં. તેથી અંગ્રેજ લશ્કર કર્નલ વૈકરની સરદારી હેઠળ અને ગાયકવાડી લશ્કર ફતેહસિંહરાવની સરદારી હેઠળ નવાનગર ઉપર ચડયું. તેમની સામા થોડીવાર જામશ્રી જસાજીએ ટકકર લીધી, પણ આખરે ઘણીખરી બાબતે કબુલ કરી. અને ભુપતસિંહને સરપદડ પરગણું વિ. સં ૧૮૭૪માં પાછું મળ્યું. ઠાકારશ્રી ભુપતસિહજીના વખતમાં ઓગણોતરા નામને ભયંકર દુકાળ પડ્યો હતો (સં. ૧૮૬૯) તેથી દાણુ વગેરેના ભાવ બહુજ ચડી ગયા હતા. તેથી કેટલાક ભાયાતોએ પિતાને ગરાસ બીજા સંસ્થાનોને ત્યાં ગીરવી મુક્યો અને તે તેઓ કરજ ભરી પાછો લઈ શકયાજ નહિ. વિ. સં. ૧૮૭૦ તથા ૧૮૭૬ તથા ૧૮૮૧ તથા ૧૯૯૦ તથા ૧૮૦૪ વગેરે સાલમાં સખત વરસાદ પડવાથી પાકને ઘણું જ નુકસાન થયું હતું. ઠાકારશ્રી ભુપતસિંહજી વિ. સં. ૧૯૦૦માં ૪૧ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા હતા. તેમને બે કુંવરો હતા. તેમાં પાટવિ કુંવર જયસિંહજી ગાદીએ આવ્યા અને બીજા કુંવર કેસરીસિંહજીને બોડીઘડી ગામ ગરાસમાં મળ્યું હતું. પણ તેઓ અપુત્ર ગુજરી જતાં તેમને મળેલ ગામ રાજ્ય સાથે જોડી દીધુ હતું.
* કુમારશ્રી કેસરીસિંહજી બહુજ બુદ્ધિશાળી હતા. તેઓએ ભાલદેશમાં આવેલા કે ગાંગડના વારસા કેસમાં બહુજ સમયસુચકતા અને બુદ્ધિ ચાતુર્ય વાપરી કેસ જીત્યાં હતા. તે વાત જગપ્રસિદ્ધ છે. કહેવાય છે કે તેઓએ નીચેની ચાર સરતનું ઇનામ કાઢેલું હતું. આ (૧) ઇશ્વર સ્વરૂપના સાકાર નિરાકારના ઝગડામાં પોતે જે પક્ષ લે તે પક્ષનું પ્રતિપાદન કરતા. તેમાં કાઈ ખોટા ઠરાવે તે તેને રૂા. ૧૦૦૦) આપવાનું ઈનામ જાહેર કર્યું હતું. (૨) એક માસ સુધી ખોબે ને ધાબે બંધાણીના હાથથી અફીણનો કસુંબો પીએ, છતાં જે કેઈ તેઓને અફીણનું બંધાણ કરાવી આપે તો તેને રૂ.૧૦૦૦)નું ઈનામ જાહેર કર્યું હતું. (૩) શેત્રજની જેરી રમતમાં તેના બાદશાહને કેદ કરી મહાત કરે(છ)ને રૂ.૧૦૦૦)ઈનામ (૪) પોતાની સ્વારીની ઘોડીને તેઓની રજા સિવાય કોઈ ચઢીને દરબારગઢના દરવાજા બહાર લઈ જાય તે રૂ. ૧૦૦૦) ઇનામ આપવા.