________________
૧૭
પ્રથમ કળા]
છૂળસ્ટેટોઇતિહાસ. કર્ક (૧૯) ઠાકરશ્રીદેલતસિંહજી (વિદ્યમાન)
ઠાકરશ્રી દોલતસિંહજી સાહેબ વિ. સં. ૧૯૭૦માં ઘોળની ગાદીએ બરાજ્યા તેઓશ્રીને જન્મ તા. ૨૨-૮-૧૮૬૪ના રોજ થયો છે. અને તેઓશ્રી તા. બીજી સપ્ટેમ્બર ૧૯૧૪ના રોજ તખ્તનશીન થયા છે. તેઓ નામદારશ્રીએ ઘોળની નિશાળમાં તથા રાજકુમાર કેલેજમાં (રાજકેટ) કેળવણી લીધી છે. મોટા વિગ્રહ દરમિયાન શહેનશાહિ સરકારે મદદની માગણી કરી કે તુરતજ તાબડતોબ તેઓશ્રીએ સમયને અનુકુળ યોગ્ય મદદ આપી હતી. તેઓ નામદારશ્રીના લગ્ન નીચે પ્રમાણે થયાં હતાં – (1) ભાદરવાના ઠાકોર સાહેબ અમરસિંહજીના કુંવરી સાથે તા. ૧ લી માર્ચ ૧૮૮૩ના રોજ (૨) મુળીના પરમાર પ્રતાપસિંહજીનાં કુંવરી સાથે થયાં હતા, જેઓ ઈ. સ. ૧૮૮૭માં
સ્વર્ગવાસી થયાં છે. (૩) શિહોરવાળા:ગેહલ રામસિંહજીનાં બેન જેઓ ઈ. સ. ૧૮૮૫માં સ્વર્ગવાસી થયાં છે. (૪) ઉતેળીયાના ઠાર દાજીરાજજીનાં કુંવરી સાથે (ઈ. સ. ૧૮૮૯) (૫) લાઠીના ગહેલશ્રી પ્રતાપસિંહજીનાં કુંવરી, જેઓ તે. ૨૫-૨-૧૯૧૬માં સ્વર્ગવાસી થયાં.
ઠાકૅરશ્રી દોલતસિંહજી સાહેબને દીપસિંહજી સાહેબ નામના એકજ કુંવર હતા. જેઓ વિ. સં. ૧૯૫માં “ઈન્ફલ્યુએન્ઝા'ની ભયંકર બિમારીમાં દેવ થયા હતા. હાલ નામદાર ઠાકેારસાહેબને બે પૌત્રો છે. જેમાંથી યુવરાજશ્રીજોરાવરસિંહજી સાહેબ રાજ્યકારભારમાં સારે ભાગ લીએ છે અને કુમારશ્રી ચંદ્રસિંહજી સાહેબ જેઓએ રાજ્યકુમાર કોલેજ (રાજકેટ)માં કેળવણી લીધી છે અને ગીરાસમાં મળેલ ગામ બોડીઘડીની વ્યવસ્થા કરે છે.
આ રાજ્ય પશ્ચિમ દિશાએ એજન્સીમાં આવેલું છે. અને તે સંપૂર્ણ સત્તા ભોગવતું રાજ સ્થાન છે. રાજકર્તાને વંશપરંપરા અંગત નવ તોપનું માન છે અને તેઓ પિતાના હકથી જ નરેંદ્રમંડળના સભ્ય છે. કાઠિયાવાડના નવ તોપની સલામીવાળા રાજ્યમાં આ રાજ્યનું સ્થાન બીજું છે. અને સેકન્ડ કલાસ સ્ટેટનો પાવર છે.