________________
પ્રથમ કળ]
ધ્રાસ્ટેટનો ઇતિહાસ. તેના ૧૪૦ ગામો જીતી લઈ ધ્રોળમાં ગાદી સ્થાપી. પિતાના હરળ નામ ઉપરથી તે શહેરનું નામ “ધ્રોળ રાખ્યું નવાનગરના જામશ્રી રાવળજીએ દક્ષિણ તથા પશ્ચિમ તરફન જેઠવા
નો મુલક ઠાકરશ્રી હરધોળજીની મદદથી જીતી લીધો હતો. તે વેળાની લડાઈમાં જેઠવાની મદદે વાળા, વાઢેલ, વાઘેર અને જુનાગઢનો સુબો વિગેરે બીજા ઘણું રાજાઓના લક્કો હતાં, તેમની સામે જામશ્રી રાવળજી તથા ભાઈ હરધોળજી અને તેમના કુંવર જસે ગયા હતા. એ લડાઈ જામનગર તાબાના ગામ મીઠાઈના પાધરમાં થઈ હતી. જેનું વર્ણન આ ઇતિહાસના પ્રથમ ખંડની અષ્ટમી કળામાં મીઠાઈના પાધરનું મહાન યુદ્ધ એ હેડીંગથી સવિસ્તર આપવામાં આવેલું છે. એ ભયંકર લડાઈમાં ઠાકારશ્રી હરઘોળજી કામ આવ્યા હતા. (વિ. સં. ૧૬૦૬)
ઠાકારશ્રી હરધોળજીને જસોજી, ઉન્નડજી, રાઘોજી, વિરજી, લાખોજી, ખીમજી, ખેંગારજી, અને વછે, એ નામે આઠ કુંવરો હતા. તેમાંથી પાટવિ કુમાર શ્રી જસોજી ધૂળની ગાદીએ આવ્યા અને ઉન્નડજીને શિયાળા, રાઘોજીને રાજપર, વિરોજીને ખીજડીઆ, લાખાજીને કોટડા, ખીમાજીને પીપરટોડા, ખેંગારજીને ખેંગારકા અને વજાજીને ધ્રાંગડા એમ ગરાસમાં ગામો આપ્યાં હતાં.
. (૨) ઠાકારશ્રી જસાજી (વિ. સં. ૧૯૦૬થી ૧૬ર૦-૧૪ વર્ષ)
ઠાકારશ્રી જસાજીના મનમાં અહરનિશ પિતાના પિતા હરધોળજી મરાયાનું વૈર લેવાના વિચારો થતા હતા. કણઝરી નામે બાર ગામનું પરગણું જે હાલ ચિત્રાવડના નામથી ઓળ ખાય છે. ત્યાં એ વેળા ચુડાસમા રજપુતનું રાજ્ય હતું. તે રાજા ઠાકારશ્રી જસાજી તથા ભાણજી જેઠવાનો સાળો થતો હતો. તેને ઘેર લગ્ન પ્રસંગે ભાણ જેઠવો તથા તેમનાં રાણી ગયાં હતાં, અને ધોળથી ઠોકારશ્રી જસાજીનાં રાણી પણ ગયાં હતાં. ત્યાં બન્ને બેને ભેગી મળ્યા પછી એક બીજાએ પિતપોતાની મોટાઈની વાતો કરવા માંડી. એમાં જેઠવારાણીના કેટલાક બાલ ઠા.શ્રી જસાજીના રાણીને ભારે લાગ્યા. તે ઉપરથી તેણે ઠાકૅરશ્રી જસાજીને ધ્રોળ કાગળ લખી કણઝરી બોલાવ્યા. અને ત્યાં જઈ જસાજીએ ભાણ જેઠવા સામે યુદ્ધ કર્યું તેમાં ભાણ જેઠવો બહુજ બહાદુરીથી લડતાં, ઠકેરશ્રી જસાજીના હાથથી મરા.
ઠાકારશ્રી જસાજીએ ઈશ્વર (ઇસર) બારોટના પૌત્ર ધુના બારોટને જામનગરથી તેડાવી લાખપશાવ આપી પિતાના દર્શાદી સ્થાપ્યા હતા.
ઠાકારશ્રી જસાજીના મામા હળવદના રાજ રાયસિંહજી એક વેળા પિતાના ભાણેજને મળવા માટે ધ્રોળ આવ્યા હતા. એક દિવસ મામો ભાણેજ બને ચોપાટની બાજી રમતા હતા તે વેળા નગારાના ડંકાનો અવાજ જસાજીને કાને પડે, એટલે તેમણે ક્રોધાયમાન થઈ કહ્યું કે મારા ગામને પાધરે ડંકો વગાડે એવો કાણું જોરાવર છે? એમ કહી તપાસ કરવા હજુરીને હુકમ આપ્યો એ હજુરી ખબર લાવ્યો કે “મકનભારથી નામે અતીતની જમાત હિંગળાજ જાત્રા કરવા જાય છે તેની જમાતનો ડંકો છે” તેથી ઠાકારશ્રી જસાજીએ કહ્યું કે