________________
શ્રીયદુવંશપ્રકાશ [ દ્વિતીય ખંડ હુન્નર ઉદ્યોગ:જાડી ખાદી ઉપરાંત અહિંના ઉનના ધાબળા આખાએ કાઠિયાવાડમાં પ્રસિદ્ધ છે. અહિં તાબાના ગામ જાળીયામાં એક કોટન જીનીંગ ફેકટરી છે, કેળવણી:–માતૃભાષાની કેળવણી જે ગુજરાતી સાત ઘોરણ સુધી આપવામાં આવે છે તે તદ્દન મફત આપવામાં આવે છે, અંગ્રેજી કેળવણી પણ. તેનો લાભ ગિરાશિઆ તથા ખેડુતેના બાળકે લીયે તે હેતુથી તેમને મફત આપવામાં આવે છે. બીજા વર્ગો પાસેથી ફક્ત જુજ નામની ફી લેવામાં આવે છે. વર્ષમાં એક વખત દરેક વિદ્યાર્થીની દાકતરી તપાસ કરવામાં આવે છે. અને વિદ્યાથીને માલુમ પડેલ રોગ તેના વાલીને જણાવવામાં આવે છે. શારિરીક કેળવણી તરફ પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે અને વિદ્યાથીઓ શરિરના વિકાસ સારૂ ક્રિકેટ ઉપરાંત દેશી રમત પણ રમે છે. રાજ્યમાં એક અંગ્રેજી મીડલ સ્કુલ છે. અને તેમાં અંગ્રેજી પાંચ ઘોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. માતૃભાષાની કેળવણી માટે કુમારો માટે સાત શાળાઓ અને કન્યાઓ માટે બે શાળાઓ હાલ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત એક જેનશાળા એક સંસ્કૃત પાઠશાળા અને ચાર મદ્રેસાઓ ધાર્મિક શિક્ષણને પ્રચાર કરે છે અને સ્ટેટના રાજપૂત વિદ્યાથીઓને રહેવા માટે સ્ટેટ ખર્ચે રાજપુત (ગિરાસીયા) બોડીંગ હાલમાં બંધાવી ખેલવામાં આવેલ છે, દવાખાનાં રાજ્યમાં બે દવાખાનાં છે જેમાં એક ધ્રોળ મુકામે અને બીજું સરપદડ મુકામે છે. જેનો લાભ આ સ્ટેટની તૈયત ઉપાંત પર તાલુકાની વસ્તિને પણ મળે છે. દવાખાનાની સરાસરી રોજની હાજરી જે ૧૬૦ સુધી જાય છે તે ચોમાસામાં ૨૫૦થી ૩૦૦ સુધી પહોંચી જાય છે અને તે આંકડો, દવાખાનાથી રૈયતને કેટલે લાભ મળે છે અને રૈયત તેનો કેટલો લાભ ઉઠાવે છે તે બતાવી આપે છે. શહેર સુધારા-ધ્રોળ શહેરનું શહેરસુધરાઈ ખાતું રસ્તા સાફ સુફ રખાવવાનું તથા રાત્રે દિવાબત્તી પુરું પાડવાનું કામ કરે છે. તેમજ ભવિષ્યમાં શહેરમાં ઇલેક્ટ્રીક બત્તી પુરી પાડવા માટે સ્ટેટ તરફથી એક ઇલેકટ્રીક પાવરહાઉસ પણ બંધાવવામાં આવે છે.
(૧) ઠાકારશ્રી હરધોળજી (ચંદ્રથી ૧૭૦ શ્રીકૃષ્ણથી ૧૧૫ ) (વિ. સં. ૧૫૭૫થી ૧૬૬=૩૧ વર્ષ)
આ રાજ્યના રાજ્ય કર્તા યાદવકુળ શિરોમણિ શ્રી કૃષ્ણ ચંદ્રના વંશજ છે. અને જાડેજા રાજપુત છે. તેની સ્થાપના કરનાર મુળ પુરૂષ (કચ્છમાં થઈ ગયેલા જામશ્રી લાખા છના કુમાર અને નવાનગર રાજ્યની સ્થાપના કરનાર જામશ્રી રાવળજીના ભાઈ જામશ્રી હરધોળજી હતા. જામશ્રી રાવળજી, હરધોળજી, રવાજી, અને મોડજી એ ચારે ભાઈઓ કચ્છમાંથી હાલાર પ્રદેશમાં આવ્યા એ સર્વ હકિકત આ ઇતિહાસના પ્રથમ ખંડમાં જામગ્રી રાવળજીની કારકીર્દીમાં આવી ગઈ છે. વિ. સ. ૧૫૭૫માં હરધમળ ચાવડા હાલ કહેવાતા ધ્રોળ ( ધમળપુર)માં રાજ્ય કરતો હતો. તેને ઠાકોરજી હરધોળજીએ લડાઈમાં માર્યો. અને