________________
(ષોડષીકળાં)
જામનગરના ઇતિહાસ.
૩૮૫
દિવસ એટલે તારીખ ૮–૧–૩૪ સોમવાર સુધી નામદાર વાયસરોયના પરોણા તરીકે એવેડીઅર હાઉસ'માં રહી પાર્ટીંગ સ્પીરીટથી એમ. સી. સી. ની મચ નિહાળવા રોકાયેલા હેાવાથી તેએ નામદારને કલકત્તામાંની ગુર્જર પ્રજા તરફથી અભિનન આપવાની તક છેક મંગળવાર તા. ૯મીએ મળી હતી. જેના એજ દિવસે સખ્યાઅધ મેળાવળા ભરીને ભારે ઉત્સાહથી લાભ લેવામાં આવ્યા હતા. તા. ૯મીની સવારે ૧૧ વાગ્યે ધી કલકત્તા ગ્લો ગુજરાતી સ્કુલના માનપત્રના મેળાવડાથી શુભ મંડાણ કરીને સાંજે ૫-૩૦વાગ્યે જામનગર સ્ટેટની પ્રજા તરફના ગાલસ્ટન પાર્કના મેળાવડા સુધી આખા દિવસ સન્માનપત્ર તથા સ્નેહુવચના સ્વીકારવામાં એ નામદારે ઘણા વ્યવસાઇ દિવસ પસાર કર્યાં હતા. કલકત્તામાં ગુર્જર પ્રજા તરફની પ્રેમાંલિના સ્વીકાર કરવા માટે 'કલકત્તા એન્લેા ગુજરાતી સ્કૂલના કાર્યવાહકોએ નિયત કરેલા વખતે નામદાર મહારાજા જામસાહેબ સ્કુલના એન. સેક્રેટરી શેઠ અમૃતલાલ એઝા સાથે નંબર ૨ પાલાકસ સ્ટ્રીટમાં સ્કુલના મકાન આગળ આવી પહોંચતાં ચેરમેન રોડ ત્રીભેાવનદાસ હીરાચંદે, શેઠ વલીમામદ કાસમ દાદા, શ્રીગગનવિહારી મહેતા શ્રી લક્ષ્મીશકર જોષી, શ્રા. વી. દામેાદર, શ્રીજગજીવન ધુપેલીયા, શ્રીનરાતમદાસ જેઠાભાઇ આદિ કા વાહકો સાથે, તેઓશ્રીની ઓળખાણ કરાવ્યા બાદ સેક્રેટરી સાહેબ તથા બીજા ગૃહસ્થા સાથે ફરીતે દરેક વર્ષોંની તેએ નામદારે તપાસ લીધી હતી.
પ્રસંગને અનુસરતી રીતે મકાનને ફુલપાનથી સુંદર પ્રકારે શણગારી, કપાઉન્ડમાં સંભાસ્થાન વચ્ચે એક બાદશાહી આસન ઉભુ કરી, ત્યાં પહોંચવાના માર્ગ ઉપર લાલ બિછાત બિછાવી હતી. ખુદાવિ મહુારાજા સાહેમ પધારતાં સભાજનાએ તાળીઓના ચાલુ નાદથી ભારે આવકાર આપતાંની સાથેજ મહારાજાશ્રી આસન ઉપર મીરાજમાન થયા તે વખતે ડાબી બાજી રાજકુમારશ્રી મેજર પ્રતાપસિહુથ્યૂ સાહેબ બીરાજ્યા હતા. બાળાઓએ સ્વાગતનું ગીત ગાઇ ફુલાની વૃષ્ટિ કર્યાં પછી શેઠ ત્રીભાવનદાસે કાય વાહુકાના આમંત્રણને માન આપી નામદારશ્રી પધાર્યા બદલ આભાર માની શાળાના રિપાટ વાંચી સ’ભળાવ્યા હતા. જેમાં તે શાળા ૩૫ વર્ષ પહેલાં સ્થાપાયાનું કહી આજે ૭૬૫ ભાળકા અને ૪૨૫ બાળાઓ મળી કુલ ૧૧૫૦ વિદ્યાર્થીઓ એ શાળાના લાભ લે છે. તેવું જણાવ્યું હતું. સેક્રેટરી શેઠ અમૃતલાલ લાલજી એઝાએ માનપત્ર વાંચી સભળાવી ચાંદીની શાભાયમાન કાસ્કેટમાંસુ કીને શહેરના સાહસેાદાગર શેઠ આદમજી હાજી દાઉદે તાળીઓના ચાલુ ગડગડાટ વચ્ચે નામદાર મહારાજા સાહેબને પણ કર્યુ હતું. તે પછી ગુર્ પાર્ટીના બીજા:સાહસિક ઓદ્યોગિક ખીલવણીના સર મુખત્યાર શેઠ મફતલાલ ગગલભાઇએ નામદાર મહારાજા જામસાહેબને હારતારા એનાયત કર્યાં હતા. અને કલકતાની જથ્થાસ્તિ કામના આગેવાન વેપારી શેઠ રૂસ્તમજી કા. માદીએ મેજર સાહેબ શ્રીમાન પ્રતાપસિહજીભાઇને હારતારા પહેરાવ્યા હતા. ત્યાાદ મહારાજા સાહેબે તાળીઓના ચાલુ અવાજ વચ્ચે ઉભા થઇ નીચેનુ મનનિય ભાષણ આપ્યું હતું.