________________
(ષોડષી કળા) જામનગરના ઇતિહાસ.
૩૮૯ જામસાહેબ સવારના સાડા દસે પધાર્યા હતા. શરૂઆતમાં પાઠશાળાના વિદ્યાર્થીએએ રાજ્યની કુળદેવી આશાપુરાનું સંસ્કૃત લેકમાં આરાધન કર્યું હતું. તે પછી પાઠશાળાના વિદ્વાન શાસ્ત્રી વ્યમ્બકરામે પાઠશાળાને વાર્ષિક રિપોર્ટ વાંચી સંભળાવ્યો હતો. ત્યાર પછી મહામહોપાધ્યાય શાસ્ત્રીજી હાથીભાઈએ પ્રસંગને લગતું ભાષણ કરી, નામદાર જામસાહેબના મુબારક હસ્તે સર્ટીફીકેટ અને ઈનામે વિદ્યાર્થીઓને અપાવ્યાં હતાં. ઈનામોની વહેંચણુ થયા બાદ ખુદાવિંદ હજુરશ્રીએ નીચે મુજબ ભાષણ આપી પ્રસંગને રસપૂર્ણ કર્યો હતો:
“ શાસ્ત્રીજી અને મારી વહાલી પ્રજા ! હમણુ વિદ્યાર્થીઓએ માતા આશાપૂરા અને મહાદેવની સ્તુતિ કરી એજ આશાપુરા અને મહાદેવ આપણું આશાઓ પૂર્ણ કરશે. આશાએ મને ઘણું છે. મેટાબાપુ આપણુ પરીક્ષા માટેજ કરવાના ઘણાં કામે અધુરાં મુકી ગયા છે. અને આપણું પરીક્ષા એમાંજ છે કે આપણે એ કામ પૂરું કરી શકીએ અને તેથી સ્વર્ગમાં પણ તેમના આત્માને શાંતિ મળે. હું આશા રાખું છું કે તમારા સૌના સહકારથી આપણે એ કામે પુરાં કરી શકીએ મોટું સુખ પ્રજાને કાંઇપણ દેવામાં છે. એમ મારા બાપુએ મને શીખડાવ્યું છે, અને ૮૩૦૦૦ માઇલનું રાજ્ય આપવા પૂછવામાં આવ્યું હતું પણ હિન્દુઓ મરવા માટે કાશી જાય છે. અને જામનગર કે જે એક છાટી કાશી” કહેવાય છે એ પવિત્ર ભૂમિ છોડી બીજું રાજ્ય શી રીતે પસંદ કરાય? તો મને જામનગર કાશીના જેટલું જ વહાલું છે. શાસ્ત્રીએ સંસ્કૃત કેલેજ માટે કહ્યું પણ મારે કહેવું જોઈએ અને તમે પણ કબુલ કરશે કે સૌથી પહેલાં ખાવા પિવાનું મારી પ્રજાને મળવું જોઈએ. હજારો કામે મારે કરવાં છે જેમાંનું સાથે કાંઇ પણ લઈ જવાનું નથી. જે કરવું છે તે મારી પ્રજાને માટે છે.
મારા રાજ્યમાં ૧૮૦૦૦ કુવા છે. તેના ૪૦,૦૦૦ કરવાની મારી ઈચ્છા છે. જેથી માણસેને ખેતી દ્વારા ખાવા પિવાના સાધન થાય. મારી સાડાચાર લાખની વસ્તીને એવી ખાસ જરૂરીઆતો પુરી કરી લઈશ એટલું હું વચન આપું છું કે આ અને એવા બીજા કાર્યમાં જરૂર બનતી સગવડ આપીશ. પાઠશાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા માટે શાસ્ત્રીજીએ જે કહ્યું તે માટે પણ હું બનતું કરીશ. વિદ્યાર્થીઓ! તમે એકલું ભણવાથી કતાથ ન માનશે. પણ સંસ્કૃત
પીરીટ તમારામાં લાવજે. મોટા મનના થજે. બોલવાવાળા નહીં પણ કામ કરવાવાળા થજે. પાઠશાળાની સ્થિતિ પહેલાં બાળક જેવી હતી. પણ બાળકને જન્મતાંજ દાડતા આવડતું નથી. પહેલા તે પેટભર ચાલતા શીખે છે, પછી દોડતાં શીખે છે. હવે આપણું શાળા પગભર થઇ છે. રડવાને સમય આવતાં હું જરૂર દોડાવીશ; બીજું વિદ્યાર્થીઓને વૈદકને અભ્યાસ કરાવવા માટે જે શાસ્ત્રીજીએ કહ્યું તે તુરતજમાં બંદોબસ્ત થઈ શકે તેમ છે. વિદ્યાથીઓ તરફથી શંકરપ્રસાદ