________________
320
યવશપ્રકાશ.
(પ્રથમખંડ)
ભટજી પાસે ભિક્ષા માગું છું કે તેએ જરૂર અભ્યાસ કરાવશે. હજી તેઓ ઘણુ જીવવાના છે જો કે શાસ્ત્રી હાથીભાઇ તથા ભટજીને લગભગ પાણાસો વર્ષ થવા આવ્યાં છે, છતાં મને ચાક્કસ ખાત્રી છે કે તેઓ ઘણું જીવશે અને આવા કાર્યોમાં ભાગ લેશે તેમ હું ઇચ્છું છું. જેઓએ આ સસ્થાને મદદ કરી છે તેઓના પાઠશાળા તરફથી હું અને શાસ્ત્રીજી આભાર માનીએ છીએ. શેઠ વલભદાસે આપેલી મદાનું અનુકરણ અન્ય ગૃહસ્થા પણ કરશે. એમ ઇચ્છું છું. પાઠશાળાને ઉન્નત કરનાર શાસ્રી ત્ર્યમ્બકામના આભાર માનું છું.
તે પછી શાસ્રી ત્ર્યમ્ભકરામે કાશીની શાસ્રીય પરીક્ષામાં પાઠ્ય પુસ્તકા તરીકે ચાલતાં પાતાના બનાવેલાં ત્રણ પુસ્તકો નામદાર જામસાહેબને ભેટ કર્યાં હતાં. ત્યાર બાદ હારતારા અર્પણ કરવામાં આવ્યા હતા. તે પછી નામદાર જામસાહેબે પાઠશાળા, કુવા, એન્જીન, લાર મીલ, કૈાહાર, બ્રહ્મચારી આશ્રમ અને છાત્રાલય, વિગેરેની મુલાકાતા લીધી હતી. ત્યારબાદ મેળાવડા વિસન થયા હતા.
અગાઉ વર્ણવ્યા મુજબ ચંદ્રથી આરભી શ્રી વિદ્યમાન મહારાજા જામશ્રી દિગ્વિજયસિ’હુજી સાહેબની અત્યાર સુધીની મને મળેલી હકિકત રજી કરેલ છે. પરમાત્મા મહારાજા જામસાહેબને દીર્ધાયુષ બન્ને અને પ્રજા હિતનાં અનેક કાર્યો સાનેરી અક્ષરે જામનગરના ઇતિહાસમાં લખાય તેવા ભવિષ્યમાં કરે, અને તેઓ નામદારશ્રીના વંશ વિસ્તાર જામરાવળની ગાદી પર ચાવચંદ્દિવારો અવિચળ રહે એમ પ્રભુ પાસે યાચી આ પ્રથમ ખંડ પૂર્ણ કરતાં પહેલાં રાજ્ય કુટુબ પરિચય, અમાત્ય પરિચય અને સ્ટેટની વ‘શાવળી આપી શાડષી કળા સપૂર્ણ કરી દ્વિતીય ખડમાં જામનગરથી ઉતરેલા રાજસ્થાના ના તિહાસ રજી કરીશ,
રાજ્ય કુટુંબ
નામદાર મહારાજાશ્રીના જનક પિતા થાય છે. (૨)મહારાજશ્રી માહનસિંહુજીસાહેલ્મ કે જેઓ ખુદાવિંદ નામદાર મહારાજાશ્રીના કાકાસાહેબ થાય છે. (૩) રાજકુમારશ્રી મેજર પ્રતાપસિંહજી સાહેબ કે જેઓ ખુદ્દાવિદ મહારાજાશ્રીના જ્યેષ્ઠ છે, જેમણે ઇંગ્લાંડમાં કેળવણી લીધી છે અને ઇન્ડીઅન આર્મીમાં લેફ્ટેન્ટના હુંદા ધરાવતા હતા. જેઓશ્રીના લગ્ન ઉદેપુર (મેવાડના) મહારાણાના બંધુશ્રી હિંમતસિંહુજીસાહેબનાં કુંવરીશ્રી વિજય કુંવરબા સાથે થયાં છે. (૪) રાજકૂમારશ્રી હિંમતસિહજી સાહેબ. જે નામદાર મહારાજાશ્રીના અનુજ મધુ છે. જેમણે ઈંગ્લાંડમાં કેળવણી લીધી છે અને મહા વિગ્રહ વખતે લેફટન્ટ તરીકે મેસેાપેટેમીયામાં ભારે બહાદુરી બતાવી હતી. તેમજ તેઓ ઇન્ડીઅન આમીમાં કેપ્ટન હતા. હાલ તેઓશ્રી નવાનગર સ્ટેટના મીલીટરી સેક્રેટરી