________________
(ડષી કળા)
જામનગરનો ઇતિહાસ. તે પછી પુ. મહારાજા જામસાહેબે માનપત્રનો
- નીચેને જવાબ આપ્યો હતો. મી. પ્રેસીડેન્ટ અને ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, આપે આજે અમોને આપેલ સ્વાગત માટે અમે આપનો આભાર માનીએ છીએ, અને આજના શુભ કાર્યોમાં ભાગ લેતાં અમોને ખુશાલી ઉપજે છે.
રવર્ગવાસી મહારાજશ્રી માટે આપના ઉદગાર સાથે અમો સર્વથા સંમત થાઈએ છીએ. તેઓ નામદારે પોતાનાં સર્વ સાધન તથા શકિતને વ્યય બેડીબંદરને એક મોટું ઉપયોગી અને ધીકતું બંદર બનાવવા પાછળ કર્યો હતો. બેડી બંદર ઉપરની સગવડતાને લાભ ઉઠાવી, આયાત નિકાસ વ્યાપારની ઉન્નતિ કરવામાં જામનગરના વ્યાપારીઓએ આપેલ ફાળા માટે તેઓ નામદારશ્રી ઘણાંજ મગરૂબ હતા. તો આજે જે સંસ્થાની શરૂઆત કરો છો, તે અતિ અગત્યની છે. અને આ સંસ્થા તથા તેના દરેક સભ્યની આબાદી ઈચ્છી, અમો આજે સહર્ષ આ સંસ્થા ખુલ્લી મુકાએલી જાહેર કરીએ છીએ.
નામદારશ્રીને મુંબઈ શહેરમાં મળેલું માનપત્ર.
નામદારશ્રી ગાદિનશીન થયા પછી પહેલી જ વખત મુંબઇ પધાર્યા ત્યારે મુંબઈમાં વસતી જામનગર રાજ્યની પ્રજા તરફથી તેઓ નામદારને માનપત્ર આપવાને એક દબદબા ભેરેલો મેળાવડો તા. ૧૫ ઓગષ્ટ ૧૯૩૩ મંગળવાર સાં. ૫-૪૫ મીનીટે ચોપાટી નજીક સેન્ડહસ્ટ બ્રીજ ઉપર આવેલી સાયકલ એન્ડ મોટર એજન્સીની બીડીંગના વિશાળ હેલમાં કરવામાં આવ્યો હતો. એ મેળાવડાના સ્વાગત કમીટીના પ્રમુખ તરીકે શેઠ મથુરાદાસ વિસનજી ખીમજી અને સેક્રેટરી તરીકે શેઠ હરજીવન વાલજી અને મથુરાદાસ હરિભાઇ હતા, જેમણે મેળાવડાના હેલને ફુલપાન અને વીજળીક રોશનીથી અચ્છી રીતે શણગારાવ્યો હતો. એ વખતે નીચે લખ્યા જાણીતા ગૃહસ્થોએ હાજરી આપી હતી. શેઠ મથુરાદાસ વિસનજી ખીમજી, શેઠ લાલજી નારાણજી, મુંબઇના મેયર 3. એમ. સી. જાવલે, શેઠ કરશનદાસ મૂળજી જેઠા, શેઠ ચતુરભુ જ ગોરધનદાસ, શેઠ માધવજી દામોદર ઠાકરશી, શેઠ મથુરાદાસ હરિભાઈ શેઠ લખમીદાસ રવજી તેરશી, શેઠ હરજીવન વાલજી, શેઠ વિલદાસ દામોદર ગાવિંદજી, મેસસ ગેરધનદાસ ગોકુળદાસ મોરારજી દેવીદાસ શામજી, રામદાસ રાઘવજી; પદમશી. દામોદર ગેવિંદજી, કેકે બાદ કાવસજી, દીનશા એડનવાલા, રહીમતુલા એમ ચીનાઇ, મહમદઅલી અમીજી મોદી કન્ટ્રાકટર, વિશ્વનાથ પી વૈદ્ય, બેરીસ્ટર, જમનાદાસ એમ મહેતા, જેઠાભાઈ કલ્યાણજી, ભગવાનલાલ ત્રીભાવન વૈધ, હરિલાલ ગેવિંદજી, વિઠ્ઠલદાસ કાનજી, મોરારજી આણંદજી તન્ના, લક્ષ્મીનારાયણ વિવનાથ વિઘ, સુલતાન ચિનાઈ, હુસેનભાઈ એ. લાલજી સરદાર સર સુલેમાનજી હાજી કાસમ મીઠા, ચુનીલાલ ભાઈચંદ મહેતા, કે. એચ. ગેરેગાંવકર.