________________
હ૮૨ યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) નામદાર મહારાજા જામસાહેબ બરાબર છ વાગ્યે આવી પૂગતાં સ્વાગત કમીટીના પ્રમુખ શેઠ મથુરાદાસ વિસનજીએ સ્વાગત કમિટી તરફથી નામદારને આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓએ નીચેનું માનપત્ર વાંચી સંભળાવ્યું હતું.
રે માનપત્ર. ૩ નેકનામદાર ખુદાવિંદ મહારાજા જામશ્રી દિગ્વિજયસિંહજી બહાદુર માનનિય મહારાજા સાહેબ
જામનગરના જામના ઇતિહાસ પ્રસિદ્ધ સિંહાસને આપ મહારાજા આરૂઢ થયા તે બદલ આપ મુંબઇ પધાર્યા છે તે પ્રસંગને લાભ લઈ અમે મુંબઈમાં રહેતા, આપના, નગરી અને વફાદાર પ્રજાજને અમારા વફાદાર અને વિનયી અભિનંદન અર્પીએ છીએ. અને આપ મહારાજા પ્રત્યેની અમારી વફાદારીની લાગણીની આપને ખાત્રી આપીએ છીએ. રાજ્ય મુકુટ કંટકથી ભરેલું હોય છે. એમ હંમેશાં કહેવાયું છે અને આધુનિક સમયમાં જ્યારે રાજ્ય કર્તાના હકે કરતાં, તેમની ફરજો અને જોખમદારી ઘણાં વધુ પ્રમાણમાં હોય છે, ત્યારે ખાસ કરીને આ કથન સત્ય કરે છે. પરંતુ જે ફરજો આપ નામદારને મહારાજા જામસાહેબ તરીકે માથે ઉઠાવવી પડશે. તે ફરજે સંપૂર્ણ ફતેહમંદીથી અદા કરવાને માટે પાપને મળેલ તાલિમ અને કેળવણુ તેમજ આપે ગાળેલ લશ્કરી જીવન આપને આપના કતવ્યમાં વિજય અપાવશે. એવા અમારા વિશ્વાસને લઇને અમને હર્ષ થાય છે. ચિરસ્મર્ણય મહુમ મહારાજા જામસાહેબ પ્રજાના જીવનમાં વેપાર અને ઉદ્યોગને બહુ ઉચ્ચ સ્થાન છે, એ સત્ય સ્વિકારતા હતા. આપના રાજ્યારોહણ પછીના અહ૫ સમયમાં જ આપે તે સત્ય સ્વીકારી લીધું છે. રાજ્યના વેપાર અને ઉદ્યોગના વિકાસમાં આપ રસ લઈ રહ્યા છે. અને આ હેતુની સાધનામાં, જે વિનરૂપ હતા તે ઇજારાઓ આપે કાઢી નાખી, આપે વહેવારીક રીતે એ દિશામાં આપની ઉંચ મનભાવના બતાવી આપી છે, આપ નામદારના અમલમાં જામનગરના વેપાર ઉદ્યોગને અપૂર્વ પ્રોત્સાહન મળશે. અને જામનગર દેશનું લીવરપુલ બનશે, એવું અમે ઇચ્છીએ છીએ અને વિશ્વાસ પુર્વક માનીએ છીએ. અમે આપ નામદારને પ્રાથએ છીએ કે આપના રાજ્યમાં એવા સુધારા દાખલ કરો કે જેથી રાજકર્તા અને પ્રજા અકકેકના નિકટ સંબંધમાં આવે. રાજ્યને પ્રજાજનની રાજ્યભકિત સતત મળ્યા કરે અને પ્રજાજનોને સુવ્યવસ્થિત રાજ્યતંત્ર પ્રાપ્ત થાય. અંતમાં આપ નામદાર મહારાજાને અમલ દીર્ઘ અને સુખદ નીવડે એવું અમો ઇચ્છીએ છીએ.'