________________
શ્રીયદુવંશપ્રકાશ
( પ્રથમખંડ ) દિલમાં ખુશી જોઇને અરજ કરી કે આપના વડીલ મૌંદવે, અમારા વડીલ ગજણજી ટીલાત હેવાથી લાખીઆરવીયરાની ગાદીનો હક છતાં બારાપરગણું લેવા આજ્ઞા કરી, તે મુજબ અમાએ આજ દિવસ સુધી તે આજ્ઞા પાળી હવે આપ અહીં પધાર્યા છે તો અમારે કાંઇક અનુગ્રહ કરે, અમારાથી ફટાયા તે રાજા અને અમેં મેટા તે ખંડીયારૂપે હેવાથી અમારાવંશમાં ઉત્તરોત્તર એ બાબત ઘણી જ મુંઝવણ રહે છે, પણ શું ઉપાય? આપના વચને માથે ચડાવ્યાં છે તે હવે તમે નજર રાખજો”
ઉપરના હરઘોળજીનાં વચનોથી અને તેના દીલના સ્વાગતથી મહાન ભવિષ્યવેત્તા મામમાતંગે ભવિષ્યવાણીમાં નીચેના બે દુહાઓ કચ્છી ભાષામાં કહ્યું કે
સમર સમા, થળ વારે થયો
- સંત શ્રી જોર શા, હળ વારો છે . ? | भेदी थींधा भा, कुड रचीधा कुरतें ॥
रावर थींधो रा, तोजो नामेरी तडे ॥ २ ॥ ભાવાર્થ-હે મારાજા તું સબુરકર, થવાનું હોય તે થયાજ કરે છે. તારાથી સાતમી પેઢી પછી તારા કુળમાં રાજ દેવા વાળો દેશે (૧) - જે દિવસે તારા કુળમાં જન્મેલા ભાઈઓ મોટા ભેદના જાણવાવાળા થશે. ત્યારે તે પિતાના કુળમાં કુડ રચશે, તે દિવસે રાવળ નામનો તથા તારે નામેરી (
હળજી) નામના રાજાએ થશે. (૨)
ઉપરના વચનને માથે ચડાવી હળજી ઘણા પ્રસન્ન થયા અને માતંગદેવ ત્યાંથી સિંધ તરફ ગયા.
હરધોળજીને હરપાળજી અને હાપાજી નામના બે કુંવર થયા તેમાં હરપા- ળછ ગાદીએ આવ્યા અને હાપાજીના વંશજો હાપા શાખાના રજપૂતો કહેવાયા. (૧૬૪) ૨૭ જામશ્રી હરપાળજી (શ્રી કૃ થી ૧૦૯)
(વિ. સં. ૧૪૧૪ થી ૧૪૨૯) જામશ્રી હરપાળજીને કાઠીઆવાડના રાજાઓ સાથે સારો સંબંધ હતો. તેમના વખતમાં જેઠવા રાજ્યના ઉત્તરભાગમાં સિંધ તરફથી વારંવાર હુમલાઓ થતા, તેમાં ઘણે વખત જેઠવાઓની મદદ માટે પોતે લશ્કર મેલી મિત્રાચારી જાળવી હતી.
માતંગદેવની ભવિષ્યવાણી ઉપર શ્રદ્ધા રાખી હબાઈ ઉપર ચડાઈ કરવાનું તેમણે મુલતવી રાખેલ હતું.
જામશ્રી હરપાળજીને ઉનડજી, કબજી, મેડજી, અને દેદોજી એ નામના