________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા)
૧૦૫ જામની મુખ્યગાદી સિંધમાં હતી, ત્યાં જામ લાખાજી સાથે ઘાયાયે તકરાર કરી હતી તેથી જામ લાખાજી સિંધ પ્રદેશ છેડી કચ્છમાં આવી લાખીયાર વીયરે રાજધાની સ્થાપી. તે આપણે ઉપર વાંચી ગયા. તેવી જ રીતે કચ્છની ગાદીની તકરારથી જામશ્રી રાવળજીએ કચ્છધરા છોડી સૌરાષ્ટ્રમાં આવી જામની ગાદી સ્થાપી એ હકીકત હવે કહીશ.
જામશ્રી રાવળજીનું હાલાર ભૂમિમાં આવવું
જામશ્રી “સાતસેરડાને ” મારગે થઈ રણ ઉતરી અને સૌરાષ્ટ્ર ભુમિમાં પ્રથમ વવાણુઆ બંદર નજીક આવેલા મોરાણા ગામને કબજે કરી. આજીનદીના કિનારા ઉપર આવેલા દેદાતમાચીના પ્રદેશને ઊજડ વેરાન કરતા કરતા આમરણ નજીક આવ્યા, ત્યારે દેદાતમાચી આગળથી રાવળ જામેં પોતાના લશ્કર માટે અનાજ મંગાવ્યું. દેદાતમાચીએ અનાજને બદલે “ધુળ ના પિડીઆ ભરીને મોકલ્યા. એ જોઈ બારેટજી ઇસરદાસજી બોલ્યા કે “હે જામ રાવળજી દેદાઍ તો સામી પૃથ્વી, મોકલી. માટે આપણે તે પોઠીઓ ઉપરની ધૂળની છાંટે ઉતરાવી પૃથ્વી ચાલીને તમારા સામી આવી છે. તે ઘણુંજ સારૂં શુકન છે, એ સારાં શુકનની નીશાની જાણી, છાંટ ઉતારી લીધી અને તુરતજ દેદાતમાચી ઉપર ચડાઈ કરી, તે વખતે દાતમાચીની મદદ માટે ઘણું કાઠીઓ આવ્યા હતા, એ કાઠીઓને જોઈ જામ રાવળજીએ પોતાના અમીરેને કહ્યું કે “ કાઠીઓ યુધની રીતી જાણે નહી પણ ગાવાળવાની રીતી જાણે છે, વળી સખાતે આવેલા લેકે કેવળ લાલચુ જ હોય, તેથી માલ મીલકત ઉપર પહેલી ઝડપ નાખે માટે આપણે એવી યુક્તિ ગોઠવો કે, ગાયોનાં ટોળાંઓને આગળ રાખવાં અને ઘોડાઓને પાછળ રાખવા જેવા કાઠીઓ ગાયો વાળવા આવે કે, તુરતજ આપણે ઘોડાઓની વાઘ ઉપાડવી અને સેળભેળ થઈ જવું. '
ઉપર પ્રમાણે પરીઆ કરી જામ સાહેબની સેના ચાલી તેમજ દેદાતમાચીની સેનાપણુ સામી આવી બને જ નજરોનજર થતાં નગારાનાં ધસ થવા લાગ્યા. અને લડાઈ શરૂ થતાં જામશ્રીની અટકળ પ્રમાણે કાઠીએ ગાયોને વાળવા તમાચીની સેનાથી જુદા પડયા, કે તુરતજ દેદાતમાચી ઉપર જામના લશ્કરે છાપે માર્યો, અને તમાચીદાનાં પ્રાણ લીધાં તે વિષે કાવ્ય ( ચાર ભાષાનું )
I કુંડળીમાં સોદા છે सहस्र सात पडीआ तहां, तमायच रणताळ ॥ रावळ री जेतस रही, लीधो वेर लंकाळ ॥ लीधो वेर लंकाळ, धरा खाटी खग धारां ।। दले तमायचदेद संकमाने नृप सारा ॥ उच्छव आम्रण आय, बजत त्रंब गादी बेसह ।। उचाळा भड आय, सहित चत्रबीस सहस्त्रह ॥ १ ॥