________________
જામનગર ઈતિહાસ. (દશમી કળા) ૧૮૭ સુબાના જાસુસેએ કહ્યું કે જામસાહેબના લશ્કરમાં તેનું અને દ્ધાઓનું જોર ઘણુંજ છે તેથી સમાધાન થાય તે સારું સાંભળી ખુરમને પણ અંતરમાં ભય લાગ્યો એથી જામસતાજી ઉપર કાગળ લખ્યો કે
સાહેબ આપતે અનમી છે, આપના ભાઈઓ, કુંવરે, અને અમીર ઉમરાવે પણ યુદ્ધમાં ન હડે એવા છે. અમે તે બાદશાહી નોકર હેવાથી જ્યાં બાદશાહ હૂકમ કરે ત્યાં ગયા વિના મારે છુટકે નહિ તેથી અન્નજળને લીધે આ મુલમાં આવ્યા છીએ, પણ અમારી ઇજત રાખવી તે આપના હાથમાં છે.
ઉપરનો કાગળ વાંચી જામશ્રી સતાજીએ જેશા વજીર વિગેરેના મત લઈ પત્ર લખ્યો કે “એક મુકામ તમો પાછા હઠી જાઓ તો તમને પહેરમણ કરી વગર જોખમે ઘેર જવા દઇએ ઉપરનો જવાબ મળ્યા પછી સુબા ખુરમે સુય ઉગતાં નગારું કરી પડધરીની દિશાએ કચ કરી, એક મજલ પાછો હઠ એટલે જામશ્રીએ યોગ્ય રીતે તેને પોષાક પહેરામણી કરી બીન હરકત જવા દીધા અને પોતે પણ સવ લશ્કર સહિત જામનગર તરફ રવાના થયા. ત્યારે ફટાયા કુંવર જશાજીએ અરજ કરી કે (કેઈ ઇતિહાસમાં અજાજીનું નામ લખેલ છે,) બાપુ જ આપશ્રી હુકમ ફરમાવે તો આ જગ્યાએ અમારે ગાઠ કરવાની મરજી છે ” ઉપરની અરજ કબુલ કરી જામશ્રીએ ભાજી, મહેરામણજી, ભાણુછદલ સે વિછર, અને તેગાજી, સોઢા વિગેરેને વીશ હજાર માણસને ત્યાં રહેવા હૂકમ કરી પોતે નગર પધાર્યા અને કમારશ્રી જશાજીએ તમાચણ ગામના પાદરમાં છાવણી નાખી જમવાની તૈયારીઓ કરી, ભાતભાતના ભેજનની થાળીએ પરિસાઈ, આ વખતે ખુરમના જાસુસ છાની રીતે આવી એ સઘળું જોઈ ખુરમની પાસે જઈ કહ્યું કે “જામશ્રી નગર ગયા છે. માત્ર વીશહજાર માણસથી કુંવરી તમાચીરણ ગામને પાદર ગાઠ કરવા રહ્યા છે તે સઘળાએ દારૂના કેફમાં મદમસ્ત થઈ બેઠા છે માટે જે આ વખતે આપણે ચડાઇ કરી તેમના ઉપર ઓચિંતે છાપો મારીએ તો તેમના માણસોની કતલ કરી કંવરને પકડી લઇએ એવે સમય છે. અને પછી કહીએ કે મીરજાખાનની જુનાગઢની છાવણુવાળે સઘળો સામાન અમને પાછો સેપે તો કુંવરને છડીએ નહીતર તેને વટલાવી મુસલમાન કરીશું એટલે આપણને તમામ સામાન પાછા મળશે, આમ કરવાથી આપણી લાજ રહે, અને બાદશાહી બીડાની પણ ઇજત રહે, અને અમદાવાદ જઈ શાહબુદીન સુબા સાહેબને કહેશું કે આપના હુકમને તાબે થઈ મીરજાખાનને તમામ સામાન જામે અમને પાછી સોંપે છે. )
ઉપરના જાસુસેના વચનથી ખુરમ તુર્ત તૈયાર થઈ શસ્ત્ર બાંધી કે દઈ હાથીના હેદાના કઠેડા ઉપર બેસી કેટલીક તપ આગળ કરી, નિશાનના પલ્લા છુટા મેલી પાયદળ તથા ઘોડેસ્વાર સાથે તમાચણ તરફ એચીતી કુચ કરી.