________________
જામનગરના ઇતિહાસ. (ચતુદશી કળા) ૨૬પ વર્તવું તેનો લેખ લખી આપે છે. તે લેખના મથાળા ઉપર જામશ્રી લાખાજીના નામની મેર છાપ છે. અને નીચે જામશ્રીની સહી તથા મેરૂ અજાણુની સાખ છે એ અસલ લેખ અમોને મળતાં તેની અક્ષરેઅક્ષર નકલ આપવામાં આવી છે.
जमाश्री लाखाजी => કટારનું ચિન્હ છે.)
वचनात्
જામશ્રી લાખાજી વચનાત સેવક દામજી તથા લાધા જેગાજત સેવક નાગજીસું શ્રી કલ્યાણરાહેજીની સેવાની તમે વેચણ કીધી છે તે વેચણ પ્રમાણે દેજો તેની વિગત સેવામાં તથા બીજી જનસમાં ભાગ બે તમે તથા લાધો લેજે. તથા ભાગ હેક નાગજીને દેજે, ને શ્રી કક્ષાણુજીની સેવા દન વીશ તમે તથા લાધો કરજો ને દન દશ નાગજી તથા સુંદરજી કરે, ને એછવ તથા પરબ તથા પરસેતમ મહીને બે ભાગ ત્રીજા પ્રમાણે વેંચી લેજે ને જે ઓરડામાં નાગજી રે છે તે નાગછનું ને લાધે રે છે તે લાધાનું ને તમારે લાગલગ આવે તેમાં તથા વાણનું આવે તેમાં ભાગ ત્રીજો નાગજીને દેજો સાં. ૧૮૧૯ ના ફાગણ સુદ ૧૦ સેમે. (સહી)
ખવાસ મહેરૂ અજાણુની શાખ ઉપરના લેખથી જણાશે કે અંદરઅંદર કુટુંબ કલેશ જેવી તકરારે પણ જામશ્રીએ વચે આવી તેઓ બન્નેને સંપસલાહ કરાવી લેખ લખાવી પોતાની મહેરછાપ, સહી કરી આપી. પતાવેલ છે તે પ્રજા પ્રત્યેની પોતાની લાગણી દર્શાવે છે.
કાલાવડમાં રહેતા નંદવાણું ગૃહસ્થ વીરજી વાંકીદાસ કે જેણે જામ રાયસિંહજી અને જામ તમાચીજીને કેરી ધીરી હતી, (જે વિશેના લેખે આપણે આગળ વાંચી ગયા છીએ) તે ગૃહસ્થોને કાંઇ મનદુઃખ થતાં રિસાઇને ઘોળ રહેવા ગયા હતા તે વાતની જામશ્રી લાખાજીને જાણ થતાં તરતજ તેઓને ધ્રોળથી બોલાવી, તેના મનદુ:ખનું સમાધાન કરી આપી, તેનું મનામણું કરી, નો લેખ લખી આપી કાલાવડમાં પાછા રહેવા મોકલ્યા. એ વખતે કાલાવડમાં રાજ્ય તરફથી સેઢા અખેરાજજી અને સેઢા અરજણજી થાણે હતા. તેના ઉપર એક ભલામણ પત્ર પણ લખાવી આગ્યો હતો તે પત્ર મેર ખવાસ તથા ભાણજી મેતાના નામનો છે. તે (અસલ) પત્ર અને મજકુર ગૃહસ્થાના વંશજો પાસેથી મળતાં તેની અક્ષરેઅક્ષર નકલ નીચે આપેલ છે –
– પત્રની નાર :સવતિશ્રી કાલાવડ સ્થાને સર્વ શુભ ઉપમા જોગ સેઢાશ્રી ૫ અખેરાજજી તથા સેઢાશ્રી ૫ અરજણજી એ ૧ શ્રી નવાનગરથી લખત ખવાશ મેહેરૂ તથા