________________
૩૫૪ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) સારામાં સારા ક્રિકેટના ખેલાડી હવાજ જોઈએ તેમ તે લેકેને જરૂર ખાત્રી થાય. આ રમત રમ્યા પછી કુમારશ્રી રણજીતસિંહજી જ્યારે કાઠિયાવાડમાં આવ્યા ત્યારે રાજકેટમાં ચાલસે એ. કીન્ટેઇડ આઈ. સી. એસ. સાહેબ ગવર્નમેન્ટના જયુડીસીઅલ એસીસ્ટન્ટ હતા. તેઓ સાહેબ લખે છે કે “કાઠીઆવાડમાં તેઓ થોડાક મહિના રહ્યા અને તે વખતે મારી ઓળખાણ તેઓની સાથે થઈ, એજન્સીના તમામ અધિકારીઓ આ પ્રખ્યાત ક્રિકેટરને મળવા અધિરા બન્યા પણ તે વખતની સ્થિતી જુદી હતી. રાજકેટના તે વખતના એજન્ટ સાહેબને જામ જશવતસિંહજીની બાજુમાં રહેવાને દબાણ થયું હતું. કુમારશ્રી રણજીત સિંહજીને મેં મારે ઘેર આમંત્રણ આપ્યું. અને તેઓ ખુશીથી આવ્યા. ગવર્નર મેન્ટના તેમની વિરૂધના ન્યાયને લીધે, અને વારંવારની ક્રિકેટની જીત કિતને લીધે, વળી યુવાનીના કારણે મેં તેઓને જુદાજ ધાર્યા હતા. પણ તેમાં હું ખોટો પડશે. તેથી ઉલટું વાત ચિતમાં તેઓએ કહ્યું કે “ એવું મારું નશીબ હશે, અને બડબડાટ કરવા કરતાં તેને સહી લેવું એ વધારે સારું, એમ હું માનું છું ” અને જ્યારે તેઓ પોતાની ક્રિકેટની તેનું વર્ણન કરતા હતા. ત્યારે બહુ છટાથી પણું પૂર્ણ વિનયથી, મગરૂર દેખાયાવગર તે વર્ણવતા હતા. રાજકેટમાં અધિકારી એની મીટીંગમાં હું તેમને લઈ ગયા. અને ત્યાં તેમની સારી રિતભાત વગેરેથી દરેક અધિકારી વર્ગ ખુશ થયો. પાછળથી કનેલસાહેબે ખાસ ભારદઈને જણાવ્યું કે “હું ઇચ્છું છું કે દરેક અંગ્રેજ મહેમામાં પ્રીન્સ રણજીતસિંહજી જેવી સારી રિતભાત હોય અગર થાય. ”
ઉપર મુજબ અગ્રેજ અધિકારીના હદય ઉપર ઉત્તમ છાપ પાડી તેઓ સડાદર પધાર્યા. તેઓ મહાદેવશ્રી ફલેશ્વર (કુલનાથના દર્શન કરી સહકટુંબ મિત્રવર્ગને મળી થોડો વખત રહી પાછા ઇંગ્લડ પધાર્યા હતા. તે વખતે તેઓશ્રી ના મનમાં ખાત્રી થઈ હતી કે “જામનગરની ગાદી હવે પોતાને મળે તેમ નથી” ( ઈંગ્લામાં દરવર્ષે સસેસ તરફથી તેઓ રમતા અને પહેલા ઉભા રહેતા ઈ. સ. ૧૮૯૦માં તેઓએ ૩૦૦૦ રન્સ કર્યો, આટલા બધાં રન્સ અગાઉ કેઈએ કર્યા ન હતાં, સ. ૧૯૦૦માં વળી તેઓએ ૨૮૭૦ રન્સ કર્યો, અને આખાઇગ્લાંડમાં પહેલા આવ્યા. આ ઋતુમાં તેમની રમતની સરેરાશ ૫૮–૯૧ આવી એ * તમામ હકિકત ક્રિકેટના મુખ્ય માણસને કોનીકસમાં સવિસ્તર લખાએલી છે.
તેમણે ક્રિકેટના અનેક મેચ યુરોપમાં મોટા મોટા લોર્ડ સાથે ખેલી ક્રિકેટમાં વિજ્ય મેળવ્યો હતો તે વિષેનાં ઈ કર્તાએ રચેલાં કાવ્ય:
– વિર વન વિતા – करमें क्रिकेट बेट गृही जब हीट देत । बोलकुं करन केच हिंमत हट जा तहे