________________
૩પ૬ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) ફાગણ વદ-૨ (૧૧મી માર્ચ ૧૯૦૭)ના રોજ જામશ્રી રણજીતસિંહજી સાહેબ જામનગરની જામ—રાવળજીની ગાદીએ બીરાજ્યા. અને તે સર્વની જાણ થવા માટે “સ્ટેટ ગેઝીટ'માં નીચેના ઓડરે પ્રસિદ્ધ કર્યા હતા.
ગેપુ. ૪૦ અંક–૧૬-જાહેર ખબર, સ્વસ્થાન નવાનગર તાબાના સરદાર, ભાયાત, ગરાશિયા. અમલદારો તથા બીજા સર્વે લેકેની જાણ માટે કાઠિયાવાડના વાલાશાન એજન્ટ ટુ ધી ગવર્નર સાહેબ તરફથી જાહેર ખબર આપવામાં આવે છે કે નામદાર હિંદુસ્તાનની સરકારે “જાડેજાબી રણજીતસિંહજીને નવાનગરની ગાદીના વારસ મંજુર કર્યા છે, તા, ૨૫-ફેબ્રુઆરી સને ૧૯૦૭
(સહી) પી. એસ. વી. ફીરઝીરાલ.
એજન્ટ, ટુ ધી. ગવર્નર કાઠિઆવાડ
– પુરવણું – મહારાજાધિરાજ જામશ્રી-૭-રણજીતસિંહજી સાહેબની હજુરથી સર્વ લોકોને ખબર આપવામાં આવે છે કે આ સંસ્થાનના રાજ્યની કુલ સત્તા અમેએ આજરોજ અમારે હાથ લીધી છે. તા. ૧૧ માર્ચ સને ૧૯૦૭.
મહારાજા જામસાહેબ રણજીતસિંહજી
સ્વસ્થાન નવાનગર ઉપરની તારીખે જ્યારે ગાદીએ બીરાજ્યા ત્યારે કા એ, ટુ-ધી ગવર્નર ફીરઝીરાડ સાહેબ અને બીજા ઘણુ રાજા મહારાજાઓ આવ્યા હતા. અને એ શુભ પ્રસંગની ક્રિયામાં તેઓ સાહેબે લાંબુ અને માનનિય ભાષણ આપ્યું હતું જેને યોગ્ય પ્રતિ ઉત્તર મહારાજા જામશ્રીએ ત્યાં જ આપેલ હતો. જે ભાષણે તા. ૧૮ માર્ચ સને ૧૯૦૭ના સ્ટેટ ગેઝીટમાં છપાઇ પ્રસિદ્ધ થયેલ છે.
નામદાર મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ જ્યારે નવાનગરની ગાદિએ બીરાજ્યા ત્યારે પાટનગરની સ્થિતિ વિષે એક લીટીકલ અમલદારે લખેલા કાગળને સાર;
“ હું સમજી શકો છું કે શરૂઆતથી જ આ૫નું કામ કઠીન જણાય છે. કારણ કે જે સ્થળ આપને માટે નિર્માણ થયેલું છે તે “શુરવીરેને લાયક” પણ (હાલ) ગંદા જીવની ભુમિ છે, અને હાલના આર્થીક સંજોગોને લીધે સમયમાં તે સ્થળને અર્વાચિન જમાનાના ગુહસ્થા કે જેના વિચારેથી આપ પરિચિત છે, તેવા ગ્રહસ્થા મુકેલિઓ અને અસહ્ય જવાબદારી વિના રહી શકે તેવું બનાવવાનું ઘણું મુશ્કેલ છે,
વળી તેઓ નામદારે યુરોપના ઘણું મેટાં શહેરે જેયાં હતાં. તે મુજબ