________________
(પિડષી કળા) જામનગરનો ઇતિહાસ
૩૭ મહેમ મહારાજા જામશ્રીના અવશાનથી એજન્સીની તમામ ઓફીસે બંધ રાખવા નીચેને ઓ. ઓર્ડર એજન્સી ગેઇટમાં છપાઈ બહાર પડયું હતું,
નાં. ર૦ નોટીફીકેશન, તા. ૩ એપ્રીલ ૧૯૩૩ વેસ્ટ ઇન્ડીયા સ્ટેટસના ધી ઓનરેબલ ધી એજન્ટ સુધી ગવર્નર જનરલ સાહેબને લેફનર કલ હીઝ હાઇનેસ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ જી. સી. એસ. આઇ. જી. બી. ઈ. નવાનગર સ્ટેટના મહારાજા જામસાહેબ ૬૦ વર્ષની ઉમરે રવીવાર તા. ૨ જી એપ્રીલ ૧૯૩૩ના રોજ પ્રભાતના પહેરમાં પાંચ બયે સ્વર્ગવાસી થયાના અતિ ખેદયુકત બનાવની નોંધ લેતાં ઘણુજ દીલગીરી થાય છે.
નામદાર મહારાજ સાહેબ તા. ૧૧ માર્ચ ૧૯૦૭ના રોજ તખ્તનશીન થયા હતા. તેઓ નામદારની લાંબા વખતની રાજ્ય કારકીદી દરમ્યાન તેઓ ઉંચા પ્રકારના અત્યંત નિપુણ રાજકર્તા હતા, એમ સિદ્ધ કરી બતાવ્યું છે, તેઓ નામદારે બેડી બંદરને ખીલતી આબાદીવાળું બંદર બનાવ્યું છે. અને જામનગરને વિશાળ રાજ્યમાર્ગો અને સુંદર મકાનેથી એક અર્વાચીન શહેર બનાવ્યું છે. આવા રાજ્યમાગ અને સુંદર મકાને હિંદુસ્તાનમાં બહુ ડાં શહેરોમાં જોવામાં આવે છે. ક્રીકેટર તરીકે તેમની કીતિ વિશ્વવિખ્યાત છે. હુનરકળાના તેઓ નામદાર નામાંકિત આશ્રયદાતા હતા. અને આખી દુનીઓ ઉપર તેમણે મિત્રોની ચાહના અને પ્યાર મેળવી સદંતર નીભાવ્યા હતા. સને ૧૯૩૨ની સાલમાં તેઓ નામદાર ચેમ્બર ઓફ પ્રીન્સીઝના ચેન્સેલરની મહાન પદવી ઉપર હતા. તેઓ નામદારના અવશાનથી પતિમંડળે એક અત્યંત તેજોમય રત્ન ગુમાવ્યું છે.
તેઓ નામદારના ખેદયુકત અવશાનની યાદદાસ્તના માન ખાતર એજન્સીની તમામ કેટે તથા ઓફીસે સેમવાર તા. ૩ જી એપ્રીલ ૧૯૩૩ના રોજ બંધ રાખવામાં આવી છે.
સી. લેટીમર તા. ૬ ૪-૩૩ના સ્ટેટ
એજન્ટ સુધી ગવર્નર જનરલ પુરવણી ગેઝીટ ઉપરથી ( ઇન ધી સ્ટેટસ ઓફ વેસ્ટર્ન ઈન્ડીયા.
ઉપર પ્રમાણે મહુલ મહારાજા શ્રી અનેક સદ્ગુણે ધરાવતા હોઇ તેનું જે વર્ણન કરવામાં આવે તો એક જુદી બુક બને, ઇશ્વર સદગતના આત્માને શાંતિ આપે.
અe