________________
(જોડણી કળા) જામનગરને તિહાસ
૩૭૩ જામસાહેબ બહાદુરની આરતી ઉતારી. તે પછી સીદીઆ ગોકળભાઈ કરસને આરતી ઉતારી અને મોતી તથા સેના રૂપાના. કુલથી વધાવ્યા. ત્યાર પછી નામદાર મહારાજા જામસાહેબ દરબારગઢમાં કુળદેવીના દર્શન કરી ત્યાંથી નાના તથા મોટા આશાપુશ અને ભીડભંજન મહાદેવના દર્શન કરી બંગલે પધાર્યા. ત્યાર પછી ગામમાં મુખ્ય મંદીર શ્રી હવેલી, શ્રી કલ્યાણજી, શ્રી પરાતમજી, શ્રી રણછોડજી; શ્રી ગુરૂદત્તાત્રેય તથા શ્રી ખીજડામંદીરમાં દર્શને પધાર્યા હતા. સાંજના પાંચ બચે દરબારગઢના ચંદ્રમહેલમાં જાહેર દરબાર ભરવામાં આવ્યું. તે વખતે સોનાના સિંહાસન ઉપર ખુદાવિંદ મહારાજા જામસાહેબ બહાદૂર બીરાજ્યા અને પછવાડે સીદીયા ગોકળભાઈ કરસન તથા તેમને જ્યેષ્ઠ પુત્ર દેવજી ચમર તથા મેરછન લઇ ઉભા હતા.
રાજ્યકટુંબ, ભાયાત, ગીરાસીયા તથા અમલદારે તાછમી સરદારે, તથા ગૃહસ્થાએ નજરનોચ્છાવર કરી તથા એડ૨ ઑફ મેરીટના સુવર્ણના ચાંદ વાળાઓએ એક એક પાઉન્ડ નજર તથા ઘોળ કરી તેમજ બીજા પ્રજાવર્ગના માણસેએ પણ ઘોળ કરી. ત્યારબાદ નેકનામદાર ખુદાવિંદ મહારાજા જામસાહેબ બહાદુરે ઇંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. જે ભાષણને તરજુમા મે રેવન્યુ સેક્રેટરી સાહેબે વાંચી સંભળાવ્યો હતો. જે નીચે મુજબ છે – ભાયાતો, બાનુઓ અને ગૃહસ્થ,
આપણે સૌ સામાન્ય સમગીનીથી બંધાયેલા અહીંઆ ભેગા થયા છીએ, કારણ કે મારા માનવંતા પિતાના દિલગીરી ભરેલા અને એકાએક સ્વર્ગવાસથી તેમની આપણામાંથી ગેરહાજરીનો શું અર્થ છે તેને તેમના જવાથી આપણને જે શોક થાય છે તેનો સાક્ષાત્કાર થાય છે. જામનગર એકલામાંજ નહિ પરંતુ આખા કાઠીઆવાડ, આખા હિંદુસ્તાન તેમજ આખી શહેનશાહતમાં તેમના અવસાન માટે સૌ શેક કરે છે, આપણે જાણ્યું છે કે તેઓશ્રી મહાન પુરુષ હતા; અને આપણું સૌને જોવા માટે આપણું શહેરમાં અને સ્ટેટમાં, કે જેને માટે આપણે સૌ મગરુર છીએ. એ કિર્તિસ્તંભ મૂકી ગયા છે. પણ તેઓ વિદાય થવાની ક્ષણ સુધી દૂરના પ્રદેશના મનુષ્યોના હૃદયમાં તેમણે શું સ્થાન મેળવ્યું હતું તેનો આપણને સાક્ષાત્કાર કરી શક્યા નહિં-રાજ્યકર્તા તરીકે રાજ્યતંત્ર ચલાવવામાં મહાન બુદ્ધિશાળી નરેન્દ્ર હતા કે જેમણે હાલનું નવાનગર બનાવ્યું છે. પણ તેઓ આથી પણ વિશેષ હતા તેઓ તે આખી દુનીયામાં ઘણાં લાંબે સમયે મહાન અવતાર ધારણ કરતી વ્યકિતઓ, કે જેમનામાં લેકેની તર્કશક્તિનો સ્પર્શ કરવાને લાખો માણસે કે જેમણે તેમને કોઈ વખત જોયા ન હોય, તેમનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની બક્ષિસ હોય છે, તેમાંના એક હતા. તેઓ આપણ સૌને અને દુનિયાને શું અર્થસૂચક હતા તે શબ્દોમાં જણાવવાનું મારી શકિતઓ બહાર છે. આથી વિશેષ કહેવાની જરૂર નથી. કારણ કે તમારાં સૌના તેમજ મારા અંતઃકરણમાં આપણું સૌને ઉત્સાહની દ્રષ્ટાંતમૂર્તિ તરીકે તેઓ સદાને માટે રહેશે. અને તેમનું કાર્ય તેમને પસંદ