________________
૭૪ “દવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) પડે તેવી રીતે મારી અલ્પ શકિતથી જારી રાખવા હું જાણું છું કે તેઓ હાજર હોય તેમ તેમના ચૈતન્યથી હું દરવાઈશ. મારા વ્હાલા પિતાની પસંદગીથી જે વારસે મને મળ્યો છે તે એવો છે કે તેમણે જાતે તેને મોટી જવાબદારીવાળો બનાવ્યો છે, આપણે મહુ"મ રાજ્યકર્તા રાજ્યતંત્ર ચલાવવાની જે બુદ્ધિ ધરાવતા હતા તેમના પદ ઉપર આવવાનું કામ સામાન્ય બાબત નથી. મારી એકજ આશા એ છે કે તેમની શક્તિ અને ડહાપણ પ્રસંગને અનુસરીને મને પ્રાપ્ત થાય અને જેમ જેમ વરસો પસાર થતાં જાય તેમ તેમ મારા માનવંતા પિતાએ મારામાં જે ભરોસે મુકો છે તથા તમોએ જે મારા પ્રત્યે છુટથી વફાદારી દર્શાવી છે તે હું સાબીત કરી આપું.
આપણી આસપાસ નજર કરતાં અને સ્ટેટની હાલની સ્થિતિ જોતાં, મારા વહાલા પિતા પોતાની પ્રજાની અને સ્ટેટની આબાદીની વૃદ્ધિ કરવા પાછળ જે નિઃસ્વાર્થથી અને થાક ખાધા વગર દરરોજ મહેનત અર્પણ કરતા તેના ફળને કાંઈક જુજ ખ્યાલ કરી શકીએ છીએ. જ્યારે તેઓ સને ૧૯૦૭માં ગાદીએ આવ્યા ત્યારે સ્ટની કુલ ઉપજ ફકત રૂા. ૨૨ લાખની હતી, આજરોજ તે ઉપજને આંકડે રૂં. ૯૫ લાખને છે. પણ ઉપજ સ્વત; જે કે રાજ્યતંત્ર ચલાવનારને અગત્યની વાત છે તે પણ તે સ્ટેટની આબાદીનું માપ કરવાનું ફકત એક સાધન છે. મહારા માનવંતા પિતાની રાજ્યકારકિર્દી દરમિયાન આપણા લેકેની ભૌતિક અને નૈતિક પ્રગતિ ફતેહમંદ થઈ છે. કેળવણીએ ત્વરીત પગલાં ભર્યા છે એક બીજે ઠેકાણે આવજાવ કરવા માટે સાધનો વધાર્યા છે. આખા સ્ટેટની જમીનની માપણી થઈ તેની વર્ગવારી થઈ છે, જમીન મહેસુલની રોકડમાં વસુલ કરવાની પદ્ધતિ દાખલ કરવામાં અગત્યની પ્રગતિ થઈ છે. કુવા, તળાવથી પાણી પાવા માટેની સગવડતા કરી આપી છે. બંદરો ઘણાં સુધાર્યા છે રાજ્યનગરની શહેર સુધારાઈ અને જાહેર તંદુરસ્તી માટેનાં ખાતાં નહિં ઓળખી શકાય તેવી રીતે બદલાઈ ગયાં છે. હોસ્પીટલ, ડીસ્પેન્સરીઓ અને નિશાળોનાં મકાનો બંધાયાં છે. વિજળીની રોશની ઘણી ફેલાવા પામી છે.
આ સઘળી બાબતમાં મહારા માનવંતા પિતાએ ખેડુતોની સ્થિતિ સુધારવાનાં વિષમને શ્રેષ્ઠ પદ આપ્યું હતું. તેમના રેવન્યુ ખાતાના સુધારા એકલાજ ઘણું લક્ષ ખેંચવાને માટે બસ છે. કારણ કે તે સુધારાઓમાં રેવન્યુ રોકડમાં વસુલ કરવાની પદ્ધતિ ખેડુ સંરક્ષણને ધાર, ખેડુતોને કબજાના હકે આપવાન, દુષ્કાળ નિવારણ ફંડ સ્થાપવાને અને દુષ્કાળ ઇસ્યુરસ ફંડને, બંધ બાંધી જમીન સુધારવાનો, બંધ બાંધી પતિ માટે પાણી પુરું પાડવાના સાધનો સુધારવાને, કુવા કરવા માટે મોકલે હાથે સગવડતાઓ આપવાને, શાસ્ત્રીયરીતનું ખેતીવાડીનું ખાતું અને મોડલ ફારમો અને પટેલીઆના વાર્ષિક સંમેલનો કે જેથી તેઓ રાજ્યકર્તાના સંસર્ગમાં સીધી રીતે આવી શકે તે બધાને સમાસ થાય છે. મારા વ્હાલા પિતાશ્રીની ઇચ્છાનુસાર ખેડુત વર્ગની સ્થિતિ સુધારવાની જે રીત ગ્રહણ થએલી છે તે જારી રાખવા મારી અંતિમ મરાદ છે અને આ સંબંધમાં આજે એક જાહેરાત મારે કરવાની છે. છેલ્લાં બે વર્ષમાં અનિયમિત વરસાદથી ખેતીથી ઉત્પન્ન થતી ચીજોની કિંમતમાં મોત