________________
જામનગરનો ઇતિહાસ (પડવી કળા) ૩૫૭ ઘણે સુધારે કરવાની ખાસ જરૂર હતી, અહિંના રસ્તાઓ ઘણા સાંકડા અને ગંદા હતા, તેમજ રખડતા કૂતરાઓની સંખ્યા પણ વિશેષ હતી. તેથી તેઓ હડકયા થઈ લેકને કરડતા અને પરિણામે તેમનો જીવ લેતા. મતવા લોકોના બે હજાર ઘરે શહેર વચ્ચે હતાં. તેઓના હેરની ગંદકીથી પ્રજાને મલેરીયા, કેલેરા અને પ્લેગથી પણ ઘણું સહન કરવું પડતું. પ્લેગ બારે માસ રહેતો. આવા દાથી લેકેનું મરણ પ્રમાણ વધતું અને વસ્તિઘણું ઘટતી જતી હતી. આવા શહેરને આરોગ્યના નિયમ પ્રમાણે સુધારવા મહારાજાશ્રીએ કેટલાએક ઘરો પડાવી. મેટા શહેરને લાયક અને આરોગ્યનાનિયમાનુસાર ફરી બંધાવ્યાં. મતવા લોકોને ખોજાના નાકાબહાર વસાવ્યા. ખજુરીઆ બજાર' જે ઘણુંજ ગંદી હોવાથી કેટલાએક રેગીઝ જતુઓ ઉત્પન્ન થતા તેથી તેને પણ ત્યાંથી કઢાવી નાખી શહેર વચ્ચે કહેવાતે પાવજીયા ચેક કે જેની અંદર પાવઇયાઓ અને વેશ્યાઓને વાસ હતો. તેઓની સંખ્યા પણ વધી ગઈ હતી. જે વસ્તીને બહુજ હરકતકર્તા પણ હતી. તે “લોક શત્ર” પાવૈયા અને વેશ્યાએને શહેર બહાર હાંકી કાઢયા, બેડીગેટથી “જામનારા સુધી અને ત્યાંથી જૈન દેરાસરથી ખંભાળીયાગેટ સુધી વિશાળ રસ્તાઓ પર ડામર પથરાવી તેના ઉપર ભવ્ય અને સુશોભિત દુકાને તથા કુટપાથ બંધાવી શહેર સુધારે કર્યો. શહેરમાં આવા બીજા અનેક રસ્તાઓ કઢાવ્યા, જેથી શહેર જેનારને આજે રસ્તા પર ધુળ, સડેલાં કુતરાઓ કે ભીખારીઓ નજરે ચડતાં નથી.
વેપાર ઉદ્યોગની વિશેષ ખીલવણી માટે તથા જાડેજા વંશના વડા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનાથે યાત્રાળુઓને દ્વારકા જવા આવવા માટે જામનગરથી દ્વારકા સુધીની રેલવે બાંધવાની આવશ્યકતા હતી. તેમજ અરબી સમુદ્ર કિનારે ઓખા આગળ આડત્રા નામનું બંદર ગાયકવાડ સરકારે ખલેલું હતું, તે જામનગરથી લગભગ ૧૦૦ માઇલ જેટલું દૂર હોવાથી આ સ્ટેટને તરી નિકાશને માલ ગાડા રસ્તે થઈને ત્યાં જતો હતો. તેથી ત્યાં સુધી રેલવે બાંધવાની જરૂર હતી. તેના માટે કેટલીએક મુસીબતો વેઠીને પણ ( “કદી નાસીપાસ ન થવું) તે તેઓશ્રીને મુદ્રાલેખ (NIL DESPARANDUM) હોવાથી એ કાર્યમાં ફતેહમંદ થયા. જેને પરિણામે અત્યારે રાજકોટથી ઓખાપોર્ટ સુધીની રેલ્વે છે.
. ઇ. સ. ૧૯૧૪માં જ્યારે યુરોપમાં ભયંકર લડાઈ જાગી ત્યારે જબ તેઓ નામદારે પોતાના સ્ટેટનાં તમામ સાધને. પિતાનું તમામ લશ્કર અને પોતાની અંગત સેવા શહેનશાહતને ચરણે ધરી. પોતે પશ્ચિમ સરહદ ઉપર જાતે ગયા. અને પહેલા જનરલ કુકસન જે હિંદી લશ્કરના નવમાં ધોડેસ્વાર વિભાગના ઉપરી હતા તેના હાથ નીચે રહ્યા અને પછી કમાન્ડર ઇન-ચીક ફીલ્ડમાર્શલ લેડ ફેન્ચના એ. ડી. સી. તરીકે જે સેવા બજાવી