________________
૩૫૮ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) તેને ખરીતામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. નામદાર મહારાજા જામસાહેબ ત્યારપછી હિંદુસ્તાન પાછા ફર્યા. ત્યારે તેઓને ફીલ્ડ માર્શલ સર ડગલાસ હેગના હાથ નીચે સેવા બજાવવાનું આમંત્રણ કરવામાં આવ્યું પણ આવી મહેરબાની ભરેલી માગણુ તેઓ પોતાના રાજ્યની જરૂરીઆતને લીધે દીલગીરી સાથે સ્વીકારી શક્યા નહિ. તેઓ નામદારના ત્રણ ભત્રીજાઓએ લડાઈમાં સેવા બજાવી છે. લેફટર કુમારશ્રી સવાઈસિંહજી એ આફીકન લડાઇમાં બે વરસ સુધી સેવા બજાવી અને લડાઇમાં ઘાયલ થયા. લૅફટન્ટ કુમારશ્રી દાજીરાજે કાન્સમાં દોઢ વરસ સેવા બજાવી સને ૧૯૧૭ના સબરમાં લડાઇમાં કામ આવ્યા. લૈફટરકુમારશ્રી હિંમતસિંહજી સાહેબે મેસોપોટેમીયામાં સેવા બજાવી છે. લડાઈ દરમિયાન નવાનગર સ્ટેટ લેન્સસે કરાંચીમાં કીલેબંધી કરી આપી છે. ત્યારપછી અરધી ટકડીને જેકેબાબાદ મોકલવામાં આવી અને ઇ. વિભાગના કાફલામાં ઇજીપ્તમાં વાવટાપાર્ટી તરીકે સ્ટેટ લેન્સસે સેવા બજાવી છે. આ વિભાગોની સેવાનું ખાસવર્ણન કરવામાં આવ્યું છે. નવાનગર સ્ટેટ અને પ્રજાએ રૂા. ૨૬લાખ લગભગ “વાર લેનમાં રોક્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનના નવયુવાન અમીરે હિંદુસ્તાનની સરકાર સામે વિરોધી વલણ અખત્યાર કર્યું ત્યારે નામદાર મહારાજાએ પોતાની અંગત તેમજ પોતાના સ્ટેટના તમામ સાધનો શહેનશાહની સેવામાં હાજર કરવાની માગણી કરી. નવાનગર સ્ટેટ લેન્સની ટુકડી જે લડાઈ દરમ્યાન કરાંચી હતી. તેને ત્યાંથી અફઘાન સરહદ ઉપર મોકલવામાં આવી હતી. અને ત્યાં સેવાઓ બજાવી હતી,
જ છે સને ૧૯૧૪ના ઓકટોબર માસમાં તેઓ નામદારને સરકારી લકરમાં
મા એાનારી મેજર બનાવવામાં આવ્યા અને ૧૫મી નવેંબર ૧૯૧૫ સુધી તેઓ નામદાર લડાઇના મેદાનમાં રહ્યા લડાઈ દરમ્યાન તેઓશ્રીએ બજાવેલી ફિરજની કદર તરીકે તા. ૧૫ જાન્યુઆરી સને ૧૯૧૮ના રોજ તેઓશ્રીને લશ્કરના લેફટેન્ટ કનલની માનનિય પદવિ સરકાર તરફથી બક્ષવામાં આવી અને તેર તોપનું માન આ રાજ્ય માટે અને તેઓ નામદારની જાત માટે પંદર તેપનું માન આપવાનું ઠરાવ્યું સને ૧૯૧૭માં તેઓ નામદારશ્રી કે. સી. એસ. આઈ. થયા. સને ૧૯૧૮માં તેઓ નામદારશ્રીને વશપરંપરાના માટે મહારાજાને ઈલકાબ મળ્યો. સને ૧૯૨૦માં તેઓ નામદાર ઈંગ્લાંડ ગયા, ત્યારે નામદાર શહેનશાહે તેમને જી. બી. ઈ. ને ઇકાબ અર્પણ કર્યો. તેમજ ૧લી જાન્યુઆરી સને ૧૯૨૧ના રોજ સ્થાનિક પંદર તોપનું માન કાયમમાટે આપવાનું કહ્યું, સને ૧૯૨૩માં તેઓ નામદારશ્રી જી. સી. એસ આઇ, થતાં નામદાર શહેનશાહે ચાંદ એનાયત કર્યો હતો. પર આવી . ઇ. સ. ૧૯૧૧માં દિલ્હીમાં ભરાયેલ શહેનશાહીદરબારમાં જાઉ ઉજતા તેઓ નામદારે હાજરી આપી હતી, ઇ. સ. ૧૯૧૮મા