________________
જામનગરનેઇતિહાસ (ચતુદશી કળા) ૨૯૯ मसकती मचकाय, हेदल मेळ हजारा ॥ નોડીયા, વાર્ઝમા, ગાત્રજ, નર દ તીન કથા |
कापीयें दजण खळखट करी, थाणां अपणां थापीये ॥१॥ दोहा-मुसाहेव कां मेतीआ, आखे अरजी एम ॥
मातु तपोबळ जामरे, रे कीम उभा रेम ॥३॥ ઉપર મુજબ રાણીશ્રી આજુબાએ કહ્યું કે “ખુટલ ખવાસે નિમકહરામ થઈ મસતીઓને આશરે આપી, ધણુ સામા લડવા તૈયાર થયા છે. તેને હે મુસાહેબ ગોકળ! તથા દિવાન મોતીરામ! તમે જલદી ત્યાં જઇ દુર ખસેડો અને તમામ ગઢ તપાસી મસતીઓને મારી જેર કરે, અને જેડીયા, બાલંભા અને આમરણમાં આપણે થાણું બેસાડા-તે સાંભળી મોતીશામળજી, અને મુસાહેબ વગેરે બોલ્યા કે “માજી! જામશ્રીના તપોબળ આગળ તે દુમનો કુશળક્ષેમ કેમ ઉભા રહેશે?
જેડીયા સામે ચઢાઈ કરવા માટે રાહુશ્રી આછુબાએ ગાયકવાડ, તથા બ્રીટીશ સરકારની મદદ માગી, અને સાડા આઠ લાખ રૂપીઆ આપવાની શરતે તે બન્ને તરફથી લશ્કરની મદદ મળી, અને તે રૂપીઆ ખત્રી સુંદરજીએ આપ્યા, અને સુંદરજીને આઠવર્ષે આઠલાખ રૂપીઆ ભરપાઇ કરવાના હપ્તા કરી આપ્યા, તે પછી કનલ ઇસ્ટરની સરદારી નીચે તે સિન્ય જેડીએ ગયું. સોરઠી તવારીખના કર્તા લખે છે કે “સગ્રામખવાસ આવા મોટા સૈન્યને જાઈ હિંમત હારી ગયે. તેમનામાંથી રામ ગયા તેથી તે ફીકકા પડી ગએલાં ચહેરાએ દોડતો, કંપતો, કલાસ્ટને શરણે આવ્યો, અને પ્રાણદાન માગ્યું, તેમજ તેણે તેની સઘળી દાલત માલમિલકત તોપખાના અને દારૂગોળા સહિત કિલે સ્વાધીન કર્યો. અને પિતે પોતાના કુટુંબ સહિત બ્રિટીશ રક્ષણ તળે મોરબી જઈ રહ્યો. અને મસકતી આરબ ત્યાંથી નાશી ગયા. આ પ્રમાણે જેડીયા બાલંભા અને આમરણ તે ત્રણે કિલા પાછા રાજ્યમાં સામેલ થયા.
સગ્રામખવાસ ભાગ્યો અને જોડીયા જામે લઇ લીધું, તેવા ખબર એક ચારણ કવિને થયા. તેને તે વાત અજાયબ જેવી લાગી તેથી તેણે એક કવિતા રચી, તે કવિતા અમારા જુના હસ્તલેખિત ચેપડામાંથી જે શબ્દોમાં મળી છે તેજ શબ્દોમાં આ નીચે છાપવામાં આવી છે.
-: ગોકીયું ઢીષાનું ગીત – तोपां बछुटा न कोइ गोळा, हाथीआ न फुटा तुंड ।
भाथीयां न जुटां, खगे काळकुट भाय ॥ * આ કાવ્ય રચનાર કવિનું નામ તેમાં નીકળતું નથી.