________________
૩૨૮ - શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) જામશ્રી વિભાજી સાહેબે તે વખતે મુંબઇમાં ઘણે વખત રહી, કેટલાએક ખાતાઓની મુલાકાત લીધી હતી. અને તેમાંના કેટલાક જાહેર ખાતાઓ અને ખાનગી ખાતાને કિંમતી મદદ આપીને પોતાની સદાની ઉદારતા દર્શાવી હતી. તેમજ ઘણુંઘણું જોવા લાયક પ્રખ્યાત સ્થળો જોયાં હતાં. અને દેશી વિદેશી અનેક શહેરીઓની મુલાકાત લઇ, કેટલીએક ઉમદા વસ્તુઓ ખરીદી પાછા જામનગર પધાર્યા.
વિ. સં. ૧૯૩૩ સને ૧૮૭૭મી જાન્યુઆરીની તારીખ પહેલીએ મહારાણી વિકટોરીઆએ કઇસરે-હીદ પદ ધારણ કર્યું. તેને દિલહીમાં મોટો ભવ્ય દરબાર (લેડ કર્ઝને) ભર્યો હતો. અને ત્યાં હિંદુસ્તાનના તમાત રાજા મહારાજોને બોલાવ્યા હતા. એ વખતે જામશ્રી વિભાજીસાહેબ જામનગરથી પિતાના દિવાન નારાણરાવ તથા મુસાહેબ માવજી, તથા સોઢા ભાવસિંહજી તથા કુમારશ્રી ભગવાનસિંહજી (ગજાણુ) તથા કરશનપું જાણું આદી અનેક અમીર ઉમરાવો સાથે રેઝીબંદરથી સ્ટીમરમાં બેસી, મુંબઈ રસ્તે દીહી પધાર્યા હતા. મુંબઇમાં પાલવા બંદરે સ્ટીમરે લંગર કર્યું હતું. ત્યાં ગવર્નરના સેક્રેટરી વિનાયકરાવ તથા બીજા યુરેપિઅન ઓફીસર તથા એરીઆટલાન્સલેટર આદીક અમલદારે જામશ્રીના માનમાં સામા લેવા આવ્યા હતા. તેમજ શહેરના કેટલાક સંભવિત ગૃહસ્થ અને. સરકારી પલટન તથા બેન્ડ પણ સામું આવ્યું હતું. જામશ્રી પાલવા બંદર ઉપર પધારતા અગિઆર તોપોની સલામી આપી હતી. બાદ સામૈયું થતાં ઉતારે પધાર્યા હતા. સાત દિવસ મુંબઇમાં રહિ, ત્યાંની રેલવેના ગાડથી દિલ્હી સુધીની સ્પેશ્યલ ટ્રેનને બંદેબસ્ત કરી, ભાયખાલા સ્ટેશનથી રેલવેમાં (સ્પેસ્યલ ટ્રેનથી) બીરાજી દિલ્હી તરફ પધાર્યા. રસ્તામાં નાશિક મુકામ કર્યો ત્યાંથી પ્રયાગરજ મુકામ કરી, ત્યાંના પ્રસિદ્ધ દિલે જોયો. તથા કિલ્લામાં આવેલા પુરાતની પ્રાગવડના દર્શન કર્યા. ત્યાંથી ઇટાવા પધાર્યા. ત્યાંથી અલીગઢ થઈ દિલ્હી સ્ટેશને પધાર્યા. ત્યાં સ્ટેશન ઉપર પોલીટીકલ સેક્રેટરી સાહેબ અને કેટલાક યુરોપિયન ઓફીસરો શીખની પલટન અને બેન્ડ સાથે આવી જામશ્રીને મળ્યા અને મોટી ધામ ધુમથી ગાજતે વાજતે જામશ્રીનું સામૈયું કરી, અગિયાર તોપોની સલામી આપી. જ્યાં અગાઉથી બનાતના તંબુઓ ખડા કરાવી કેમ્પ ગોઠવ્યો હતો, ત્યાં જામશ્રીને ઉતાર આપ્યો હતો.
બીજે દિવસે દિલ્હી દરબાર ભરાતાં, ત્યાં રાજામહારાજાઓ સમક્ષ નામદાર ગવર્નરસાહેબ લઈ લીટને જામશ્રી વિભાજીસાહેબને અપાતી અગીઆર તેની સલામીને બદલે પંદર તોપની સલામીનું માન અને એક બાદશાહી વાવ તેમજ કે. સી. એસ. આઈ. તથા “સર ના માનવંતા ખિતાબે બક્ષવા જાહેર કર્યું હતું.
ત્રીજે દિવસે જામશ્રી દિલહી શહેરમાંના પુરાતની બાદશાહી સ્થળે, તથા પાંડવ કોરવના વખતના હસ્તિનાપુર અને ઇષસ્થના ખંડીયો જોવા પધાર્યા હતા.