________________
૩૪૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) વીશ વર્ષ એકંદર રૂ. ૧૫૦૦૦નું વ્યાજ થાય. તેટલી રકમ તેઓ સાહેબે તેમાં ભરી હતી, તેમજ મુંબઇની યુનીવરસીટીમાં જામશ્રી વિભાજી”ના નામથી એક ઈનામ દર વર્ષે આપવાનું ચાલુ કર્યું હતું. તે સિવાય કેટલાક વિદ્યાથીએને સ્કોલરશીપ કરી આપી હતી, અને કાઠીઆવાડ તથા બીજે જે જે સ્થળે પધારતા ત્યાં વિદ્યાથીઓના મેળાવડાઓ કરી તેઓને કપડાં, ચોપડીઓ વગેરેનાં ઇનામો આપી તેઓને ઉત્સાહી બનાવતા એ પ્રમાણે વિદ્યાથીઓ તથા ગરીબ મનુષ્ય અને નિરાધાર વગેરેના ફંડ ફાળાએ જ્યારે પિતા આગળ આવતા ત્યારે ત્યારે ઉદારદીલથી તેમાં યોગ્ય રકમ ભરાવતા
જામશ્રી વિભાજીએ પોતાના રાજ્યમાં નવાનગરથી રાજકેટ સુધી ધ્રોળથી જોડીયા સુધી નવાનગરથી બેડી તથા રેઝી સુધી ખંભાળીયેથી સલાયા બંદર સુધી પાકી સડકે બંધાવી બાજુમાં ઝાડો રોપાવ્યાં હતાં, તે સીવાય બેડી, જોડીયા, સલાયા અને ગુરગઢના કુરજાઓ અને દીવાદાંડીઓ પણ બંધાવ્યાં હતા, તેમજ નવાનગર, રેઝી, બેડી અને બાલાચડી એ ચાર સ્થળે હવા ખાવાના મોટા બંગલાએ બંધાવ્યા હતા, તેમજ પોતાના મહાલમાં પણ સુંદર દેવાલયે, જળાશયો, ધર્મશાળાઓ, સદાવ્રતો અને વિદ્યાશાળાઓ બંધાવી આપેલ હતાં, અને રાજકેટમાં સાર્વજનીક પુસ્તકાલય અને સદરનો પુલ વગેરે બાંધકામોમાં મોટો ફાળો આપી, રાજકેટમાં કહેવાતું “જામનગરનું ટાવર ચણાવી આપી, તેમાં વીલાયતથી ઘડીઆલ રૂા. ૪૦૦૦નું મંગાવી તેમાં નંખાવી આપી, પબ્લીક માટે ખુલ્લું મુક્યું હતું. જે હાલ પણ તેજ સ્થિતીમાં મેજુદ છે. (તે જામસાહેબના ટાવરના નામે ઓળખાય છે.) 1 જામશ્રા વિભાજસાહેબ પરણાગતના કામમાં સારાએ કાઠીઆવાડમાં એકક નૃપત્તિ ગણાતા હતા. પિતાના રાજ્યમાં જે કોઈ યોગ્ય મીજમાન આવે તેની બરદાસ કરવા દરેક મહાલમાં ખાસ હજુર હુકમ હતા, અને જામનગરમાં આવતા. મીજમાનની આગતા સ્વાગતા પોતેજ બહુ સારી રીતે કરતા. અને જે માણસેને તેઓ નામદારની સાથે એક વાર પણ મુલાકાત થયેલ હશે તેણે જામસાહેબની સભ્યતા, સરલતા, સંભાવના, વિવેક, નીરાભીમાનીપણું, તેમજ તેઓશ્રી મીજમાનેને જે સત્કાર સહીત માન અને આવકાર આપના, તે દરેકની તેમના પર ઘણુજ સારી અસર થયા વગર રહેતી નહિં અને આવનાર મીજમાન એ આતીથ્યને જીંદગી સુધી વિસરત નહીં એવું જબરું આત્તિથ્ય
તેઓશ્રીનું હત.
ઉપર મુજબ જામશ્રી વિભાજી સાહેબ ૬૯ના વર્ષની શરૂવાતમાં સંવત ૧૯૫૧ના વૈશાખ સુદ ૪ રવિવારે ૪૩ વર્ષ રાજ્ય ભેગવી સાંજના પાંચ બજ્યાને સુમારે દરબારગઢમાં આવેલા પોતાના રાજ્યમહેલમાં આ ક્ષણભંગુર દેહને ત્યાગ કરી દેવલોકને પામ્યા હતા. (જામશ્રીનો જન્મદિવસ વૈશાખ સુદ ૪ો હતો અને અવસાન પણ તેજ માસની તેજ તિથિએ થયું હતું.)