________________
જામનગરને ઇતિહાસ ( ષોડષી કળા) ૩૫૧ ગુણથી, પછમધરામાં પ્રતાપી સૂર્ય કહેવાશે પિતાના વંશમાં તથા મિત્રમંડળમાં પ્રભાકર ( સૂર્ય ) રૂપે ગણાશે. અને આ પૃથ્વી ઉપર જાદવ (યદુ) વંશને ઉજાળનારા થશે. (શ્યામ બટ) કાળાવડની દેવી (શીતળામાતા) કહે છે કે આ યુવરાજશ્રી જામસાહેબ થશે. અને સર્વ ક્ષત્રિઓના શિરછત્ર રૂપે રણજીતસિંહજી નામના રાજા થશે. એ ભકતરાજ કવિશ્નના ઉપરના કાવ્યમાંનાં વાક્ય અક્ષરે અક્ષર સત્ય નિવડયાં.
બુદ્ધિબળ-જ્યારે જ્યારે કાઠિયાવાડના તથા હિંદુસ્થાનના રાજા મહારાજાએ નવાબે તથા નિજામ સરકારને મુંઝવણ આવી ત્યારે જામ રણજીતના બુધબળથીજ તેઓના એ અટપટા કોરડાઓનો ઉકેલ થયા હતા તે વાત જગપ્રસિદ્ધ છે.
ઉદારતા-કવિવર રવિંદ્રનાથ ટાગોર જ્યારે જામનગર આવ્યા, ત્યારે તેના કેળવણું ફંડમાં અરધો લાખ રૂપીઆ એકી રકમે આપ્યા હતા. તે સિવાય કેટલીએક મોટી રકમોની સ્કોલરશીપ અને કવિ પંડિતની એગ્ય કદર કરી, બીજા પરમાર્થિક કાર્યોમાં હજારો અને લાખ રૂપિઆની સખાવત કરી હતી,
ચંચળતા ( કાર્યદક્ષતા ) નાગર-ચતુર તેઓ નામદારશ્રીની ચાતુર્યતા, સમયસુચકતા, મનુષ્ય પરીક્ષા, હાજરજવાબી અને વકતૃત્વશકિતએ અનેક વ્યકિતએને મુગ્ધ કરી હતી. પશ્ચિમના પાદશાહે પશ્ચિમ દેશમાં દિવાકર (સુર્ય)ના જેટલો પ્રતાપ જણાવી પિતાની પશ્ચિમ ભૂમિ જે જામનગર તેને આખી દુનિથામાં (બેડીબંદર બેલી) પ્રસિદ્ધ કર્યું હતું. એટલું જ નહિં પરંતુ પોતાના મિત્રવર્ગ અન્ય રાજ્ય ( કાશમીર, ઉદેપુર, જોધપુર, અલવર, જુનાગઢ વગેરે) ને પણું મુશ્કેલીના સમયમાં બનતી મદદ આપી પોતાના પ્રભાવથી સદાને માટે ડણી કર્યા હતા. એ ભવિષ્ય-કથન કાવ્યની છેલ્લી પંકિત તો અક્ષરે અક્ષર સત્ય નીવડી તે એ, કે –
“ ક્ષત્ર શિરછત્ર દોરે અન્ના નીતરંજ” નરેદ્રમંડળનું ચેન્સેલર પદ મેળવ્યું જેથી તેઓશ્રીને હિંદુસ્થાનના રાજાઓ ના શિરછત્ર કહેવામાં જરા પણ અતિશયેક્તિ નથી.' ઉપરનું કવિત વિ. સં. ૧૯૩૬-૩૭માં કવિરાજે બનાવેલું, તે કવિના હસ્તાક્ષરનું જ મળતાં તેને બ્લોક કરાવી ફેટ અહિં આપેલ છે. જે જોઈ વાંચકવર્ગને જરૂર ખાત્રી થશે કે ચારણદેવે ભવિષ્યવેતા હતા અને તેઓના વર અને શ્રાપ સત્ય નિવડતા,
એ કવિરાજ ભીમજીભાઈ તે આ ઇતિહાસ કર્તાના પિતા થાય.