________________
૩૫૦
શ્રીયદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ)
Nશની
A ચંદ્ર /
| ષોડષી કળા પ્રારંભ: |
(૧૭) જામશ્રી રણજીતસિંહજી(ચંદથી ૧૮૬મા શ્રી કૃષ્ણથી ૧૩૧મા) (વિ.સં ૧૯૬૩ થી ૧૯૮૯ ૨૬ વર્ષ)
જામશ્રી રણજીતસિંહજી સાહેબનો જન્મ સડાદર ગામે વિ. સં. ૧૯૨૮ ના ભાદરવા સુદ ૪ તારીખ ૧૦-૯-૧૮૭૨ ના દિવસે થયો હતો, જેમના જન્મગ્રહો નીચે મુજબ :–(વૃશ્ચિક લગ્ન)
જામશ્રી રણજીતસિંહજીને ઘણીજ નાની ઉમરમાં શીળી નીકળ્યાં હતાં જેની નિશાની તેઓશ્રીના મુખાવિંદ ઉપર માટી અવસ્થાએ પણ જેનારને સ્પષ્ટ જણાતી. એ શીળીના રેગમાં આરામ થવાથી મહાલ કાળાવડ કે
જ્યાં મેટીશિતળા કહેવાય છે, ત્યાં તેઓશ્રીની માનતા હોવાથી દાદાબાપુશ્રી જાલમસિંહજી
સાહેબ તથા બાપુશ્રી જીવણસિંહજી સાહેબ વગેરે જનાના સહિત પધાર્યા હતા. એ વખતે જામશ્રીની ઉમર લગભગ આઠ નવ વર્ષની હતી. શિતળા માતા આગળ જામશ્રીની માનતા મુજબ તુલા થયા પછી રાજકવિ ભીમજીભાઇની ત્યાં હાજરી હોવાથી તે વખતે આશિર્વાદ સાથે આગમનું એક કવિત બેલ્યા. (ભવિષ્ય ભાખ્યું) જે નીચે મુજબ છે:| #વિત | મારું અજવાળું દોરે જુન સારી
रत्नाकर ज्युही मोज होसे सुरित संग ॥ चंचल चलाक होसे नागर दीलके उदार । दिवाकर प्रताप होसे पछमधर पीत संग ॥ प्रभाकरबंसी होसे मित्र के प्रभाकर । बंस उजागर होसे जादवयुं खीतसंग ॥ शामवट देवी कहे जाम युवराजहोसे ।
क्षत्री शिरछत्र होसे राजा रणजीतसंग ॥१॥ અર્થ:–અકબરશાહના જેવા અકકલ બહાદૂર થશે. સદ્દગુણેના સાગર કહેવાશે, રત્નાકરે જેમ ચોદ રત્ન આપ્યા હતાં. તેમ ઉત્તમ પ્રકારની મે ( બક્ષીસો) આપવામાં રત્નાકરસાગર જેવા થશે. ચંચળતા, ચાતુર્યતા, ઉદારતા આદિ શુભ