________________
૩૩૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) મુંબઈ સરકારે ઉપર પ્રમાણે પોતાના બન્ને વર્ષના રિપોર્ટમાં રાજ્યના દેવાના સંબંધમાં તથા દિવાનના સંબંધમાં લખ્યું હતું પરંતુ જ્યારથી એ કુશળ દિવાન મગનલાલભાઈએ રાજ્યવહીવટની લગામ હાથમાં લીધી ત્યારથી દરેક સ્થળે જામનગરની ઇજત-આબરૂ વૃદ્ધિ પામી હતી.
વિ. સં. ૧૯૪૦ ના શ્રાવણ વદ ૧૨ ગુરૂવારે જામશ્રાવિભાજીની રખાયત (મુસલમાન) ઓરત જાનબાઇને પેટ પુત્ર જનમ્યો. તેનું નામ જશવંતસિંહજી પાડયું આ જન્મ પછી જામવિભાજી અને તેમના પાસવાનોને વિચાર તત્કાળ બદલાઈ ગયો. અને તેથી ગમે તે ભેગે નવા જન્મેલા કુંવરને ગાદીવારસ ઠરાવવા એમ સૌએ નકકી કર્યું. વિભાજી જન્મચરિત્રના કર્તા લખે છે કે જ્યારે કુમારશ્રી રણજીતસિંહજી સાહેબને દત્તક લીધા, તે વખતે એવી શરત કરી હતી કે “જે જામશ્રીને કેઇપણ હિંદુરાણુઓ પેટે પુત્ર પ્રાપ્તિ થાય તો આ દતકનો કશે હક રડે નહિં. અને માત્ર પેન્શાન તરીકે રાજ્યમાંથી અમુક રકમ મળ્યા કરે.
પરંતુ આ તે શરતથી ઉલટું થયું. મુસલમાન અને રખાયત રાણીને પેટે પુત્ર જન્મ થયે, છતાં તેને ગાદીના વારસ ઠરાવી. દત્તવિધાન રદ કરવા, દિવાન મગનલાલને મુંબઇ મોકલ્યા. ત્યાં જઈ અરજ ગુજારતાં નામદાર મુંબઇ સરકારે જામસાહેબની એ અઘટીત માગણું સ્વીકારી નહિં.
તેથી તેઓ પાછા આવ્યા. પરંતુ જામવિભાજીએ વઝીર રાઘવ જેઠાણ તથા દિવાન મગનલાલ બાપુભાઇ તથા વાડીઆસાહેબ મી. ફરામજી અને કરશનભાઇ વિગેરેને સિમલાખાતે વડી સરકાર આગળ મોકલી મુંબઇના ઠરાવ ઉપર અપીલ કરી છે ઉપરથી વડી સરકારે મુંબઈ સરકારનો ચુકાદો રદ કરી, અને નવા જન્મેલા કુંવરને સને ૧૮૮૪ના ઓકટોબર માસમાં ગાદીના વારસ તરીકે નિર્માણ કર્યા. તેથી કાઠિવાડ પો. એ. ને ઈગ્રેજી જા. નં. ર૬પ૦ તા ૬-૧૦-૮૪ની યાદી(જશાજીને યુવરાજ-પાટવી કુંવર ક્યની) મેળવીને તેઓ સો પાછા ફરતાં, જામશ્રી વિભાજી એ તેઓને કિંમતી બક્ષિસે આપી.–આવી રીતે વિ. સં. ૧૯૩૪માં કાળુભા પદભ્રષ્ટ થયા તે સહિત સં૧૯૪૦માં જશાજીના જન્મ સુધીમાં જામનગરની ગાદીના પાંચ વારસે ઇતિહાસમાં લખાયા (૧ કાળુભા સા. ૨ લખુભા સા ૩ ઉમેદસિંહજી ઉ રાયસિંહજી ૪ રણજીતસિંહજી સા. ૫ જશવતસિંહજી સા.) પરંતુ આખરે-- “ત્યમેવ જયતિ એ વાક્યાનુસાર થયું.
વિ. સં. ૧૯૪૧માં મુંબઈના નામદાર ગવર્નર સાહેબ રાજકેટ પધાર્યા, ત્યારે ત્યાં મેટે મેલાવો થતાં, મહારાજા જામસાહેબ પણ પધાર્યા હતા. એ વખતે મોરબી અને જામનગર વચ્ચે વૈમનસ્ય છે એવું ગવર્નર સાહેબને જણાતાં તેઓએ મોરબી ઠાકોરઠીને તથા જામશ્રીને બોલાવી તે બાબતનું સમાધાન કરી આપ્યું. અને તમામ તકરારે દુર કરી આપી એવા પ્રકારની સમજુતિ કરી આપી જે બન્નેએ મિત્રતાની મજબુત ગાંઠ બાંધવી, અને પ્રથમ મોરબી દરબારે જામ