________________
જામનગરના ઇતિહાસ. (પંચદશી કળા) ૩૩૭ जीमाया सहने महा मिष्ट मेवा, कहा जाय नांही मुखे गुण केवा ॥ बना पाकने शाक अनेक विधी, दिवाने भली जामने गोठ दीधी ॥८॥ थरु जाम नारायणं हाथ थापी, एही बंगलो नाम दिवान आपी ॥ *कवि भिमजीएं भली काव्य कीधी, दिवाने भली जामने गोठ दीधी ॥९॥
વિ. સં. ૧૯૩૬ની આખરમાં દિવાન મી. નારાયણરાવ ખારકરે સ્વતંત્ર કારભારથી લખલુટ ખર્ચ કરવા માંડયું. તેમજ નોકરને ગ્યાયોગ્ય વિચાર કર્યા વગર મોટા પગારથી દાખલ કરી ખર્ચમાં વધારો કર્યો. તેમજ કોરી પાડવાની ટંકશાળ માટે નવા સંચાઓ પણ મંગાવ્યા. તેમજ ગએલા વર્ષોમાં દુષ્કાળ વગેરેના કારણથી રાજ્ય ઉપર કરજ વધી ગયું, એ ઉપરથી પાસવાનેની ખટપટથી જામશ્રી વિભાજી સાહેબને દિવાન સાથે કુસંપ વધે. જે સંબંધમાં નામદાર મુંબઈ સરકાર પિતાના સને ૧૮૮૦ના રિપોર્ટમાં લખે છે કે નવાનગરના જામસાહેબને દિવાનની સાથે બનતું નથી. અને તેનું પરિણામ એવું આવ્યું કે દિવાનને રાજીનામું આપવું પડયું છે. એથી કરી તમામ વહિવટ આવ્યવસ્થિત થયો છે. રાજ્યનું કરજ વધી ગયું છે. નોકરોના પગાર ચડી ગયા છે. xxxતિજોરી ખાલી છે. ખર્ચ ઘણે રેલમ છેલમ ને ઉડાઉ છે. ને વ્યવસ્થામાં દેખીતી ખામી છે. xxxઅને જેઇને ઘણે ખેદ થાય છે કે જનાનાની રાષ્ટ્ર રાજ્યને પૈસે સત્કર્મને બહાને દહેરાં તથા મજીદે બંધાવવામાં ખચે છે. સંગેમરમરની ખાણમાં કામ ચાલતું નથી. મેતી કાઢવાને ઇજારે દરબારના એક ખવાસને આપવામાં આવ્યું હતું, અને એ સુંદર રાજ્યનું દ્રવ્યબળ નિદ્રાવશ સ્થિતિમાં છે. અને ચાલાક દિવાનને તે ખીલવવા માટે અવકાશ કે પ્રસંગ આપવામાં આવતો નથી એવી ધાસ્તી રાખવામાં આવે છે કે જે આ મામલો જારી રહેશે તો નવાનગર પહેલા વર્ગનારાજય તરીકેની પોતાની યેગ્યતા ગુમાવશે.
ઉપર પ્રમાણે અંગ્રેજી લખાણને તરજુમો આપવામાં આવેલ છે. તેમજ બીજા વર્ષના રિપોર્ટમાં પણ (ઇ.સ. ૧૮૮૦ના રિપોર્ટમાં) નામદાર મુંબઈ સરકારે લખ્યું હતું કે “ગયાવર્ષના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નવાનગરના જામસાહેબ અને દિવાન વચ્ચે જે કંકાસ ચાલતું હતું, તે વધીને ખુલે અણબનાવ થયો છે. સને ૧૮૮૦ ના જુન માસમાં દિવાનને રાજીનામું આપવાની ફરજ પાડવાથી નામદાર જામસાહેબે કાઠીઆવાડના ડેપ્યુટિ મદદનીશ પો. એ. મી. મગનલાલ બાપુભાઇને દિવાન તરીકે પસંદ કીધા. આ સમયે તીજોરી ખાલી હતી. અને રાજ્યને કરજ ૨૧,૨૫૦૦૦ રૂપીઆનું હતું. એ જ વર્ષમાં મી. મગનલાલ રૂપીઆ ૨૭,૦૦૦નું દેવું ઓછું કરવામાં ફતેહમંદ નીવડ્યા હતા. x x x દિવાને ડહાપણ વાપરીને જંગલખાતાને રાજ્યના એંજીનિયરખાતાની દેખરેખ નીચે મુકાયું હતુ.
ઈ–કર્તાના–પિતા