________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૩૫ જોઇએ તેણે સરકારને લખ્યું હતું કે તમારે પોલીટીકલ એજન્ટને કહીને જામસાહેબને પસંદ કરેલ વારસ બરાબર રીતે પોતાના કામને માટે લાયક તૈયાર થાય એવી તેને કેળવણું આપવી જોઇઍ અને વખતો વખત એ બાબત તેની (પોલીટીકલ એજન્ટની) પાસે રીપોર્ટ માગી અને લખવું જોઈએ” કુંવર કાળુભાની સાંપ્રત વર્તણુક ઉપરથી એવી સાબીતી મળે છે. કે કાળુભાને હજી સેક્રેટરી સાહેબે ધારેલી અને તેને ગેઠે એવી કેળવણુ મળેલી જ નથી. અને એ બાબતનું લખાણ સેક્રેટરી સાહેબને કરવાની અવશ્ય જરૂર જણાય છે.
ઉપર પ્રમાણેના ગુજરાતી તરજુમાથી જણાય છે. કે કાળુભાની વર્તણૂકથી નામદાર બ્રિટીશ સરકારને પણ ગુસે પ્રાપ્ત થયું હશે. અને તેથી જ તે નામદારે કુંવરને સુધારવા માટે પુના ખાતે મોકલેલા હતા.
કુમારશ્રી કાળુભા પુના ખાતે ગયા પછી તે તરફના વધુ અભાવથી કે બીજા કાંઇ કુદરતી સંયોગથી જામશ્રી વિભાજી સાહેબે કાળુભાને પોતાના વારસ તરીખે રદ કરવા મુંબઇ સરકારને દર્શાવ્યું. જે ઉપરથી મુંબઈ સરકારે પુનામાંથી કાળુભાને તમામ ખજાને સંભાળી લઇ તેઓને અહમદનગર ખાતે રાખ્યા હતા.
વિ. સં. ૧૯૩૪ ઇ. સ. ૧૮૭૭-૮૮ના રીપોર્ટમાં મુંબઈ સરકારે લખ્યું હતું કે “નવાનગરના પાટવિકુંવર ભીમસિંહજી જેને કાળુભાકહી કહે છે તેણે પોતાના કુટુંબને એટલી તો મહેનત આપી હતી કે તેને ગાદી વારસ તરીકેનો હક છીનવી લીધો હતો. અને તેને સરકારની દેખરેખ નીચે અહમદનગરમાં રાખવામાં આવ્યા છે.
ઉપર પ્રમાણે મુંબઈ સરકારે પોતાના રાજ્ય વહિવટના રિપોર્ટમાં પ્રદર્શિત કર્યું હતું. તેજ સાલમાં ૨૫મી જુનના રોજ નવાનગરમાં પોલિટીકલ એજન્ટ એકદમ આવી, કાળુભાના હજુરીયાઓની પકડાપકડી કરી હતી. અને તેમાંના કેટલાએકને હદપાર કર્યા હતા. અને કેટલાએકનો માત્ર દંડ કરી છોડી મુક્યા હતા.
વિ. સં. ૧૯૭૪ માં સને ૧૮૭૮ ના જાન્યુઆરિની ૨૮મી તારીખે મહારાજા જામશ્રી વિભાજી સાહેબ કે બીજા કુંવરને દત્તક લેવાના વિચારને માટે પડધરી મુકામે આ. કા. પો. એ. મી. પીલસાહેબની સંમતિ લેવાને પધાર્યા હતા. અને ત્યાંથી તે સંબંધી ગોઠવણે કરીને કેટલાક ગરીબ ગરાસીઆઓના બાળકપુત્રોને એકઠા કરીને તેમાંના કોઇને દત્તક લેવાનો વિચાર કર્યો હતો. પરંતુ તેમાંથી કેઇપણ પસંદ નહિં પડવાથી પાછા જામનગર પધાર્યા હતા.–ત્યારબાદ પોતાના નજીકના ભાયાત જજશ્રી જાલમસિંહજી વગેરે જેઓ નગરબહાર રીસામણે ગયા હતા તેઓશ્રીને ખાસ માણસે મોકલી જામનગરમાં બોલાવીને તેમના પુત્ર ઉમેદસિંહજીને દત્તક લીધા. અને નવાનગરમાં મોટો ઉત્સવ કર્યો ને તે કુમારશ્રીનું નામ રાયસિંહજી પાડયું, પરંતુ દૈવેચ્છાએ વિ. સં. ૧૯૩૫ માં તે કુમારશ્રી સ્વગે